અમેરિકાની આ હોસ્પિટલ કોઈ 5-STAR હોટલથી કમ નથી, જેમાં થઈ રહી છે ટ્રમ્પની સારવાર, PICS
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કોરોના વાયરસનો ચેપ લાગ્યાં બાદ તેમને સારવાર માટે વોશિંગ્ટનની નજીક વોલ્ટર રીડ નેશનલ મેડિકલ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. ટ્રમ્પની સારવાર માટે દેશના સાત હજાર જેટલા કર્મચારીઓ અને દેશના કેટલાક ટોચના ડોકટરો હાજર છે. ટ્રમ્પ હોસ્પિટલના એક ભાગમાં બનેલા ‘પ્રેસિડેન્શિયલ સ્યુટ’માં રહેશે, જે હોસ્પિટલની 88 બિલ્ડિંગોમાંનો એક ભવ્ય ભાગ છે. ટ્રમ્પ જે વોર્ડમાં સારવાર લઈ રહ્યા છે તે વોર્ડ 71 તરીકે ઓળખાય છે.
વોર્ડ 71 માં એક રૂમ રાષ્ટ્રપતિ માટે બનાવવામાં આવ્યો છે
વ્હાઇટ હાઉસે કહ્યું હતું કે ટ્રમ્પ થોડા દિવસોના રોકાણ દરમિયાન પ્રેસિડેમસિયલ સૂટમાંથી કામ કરશે. વોર્ડ 71 માં એક રૂમ રાષ્ટ્રપતિ માટે બનાવવામાં આવ્યો છે. આ રૂમમાં એક કમ્પ્યુટર પણ છે, જે ટ્રમ્પને કામ કરવાનું સરળ બનાવશે. આ સિવાય એક બેડ પણ છે, જેના પર રાષ્ટ્રપતિ પણ આરામ કરી શકે છે.
વોર્ડ 71 સુરક્ષિત સંચાર ઉપકરણોથી સજ્જ છે. મુલાકાતીઓને મળવા માટે એક ઓરડો પણ છે, જ્યાં માંદગીમાંથી સાજા થયેલા દર્દી તેના શુભેચ્છકો સાથે મળી શકે છે. આ ઉપરાંત આ વોર્ડમાં ખાનગી પરીક્ષા ઓરડો પણ છે. આ હોસ્પિટલમાં એક સાથે 244 બેડ છે, જેમાં 50 આઇસીયુ બેડનો સમાવેશ થાય છે.
કોવિડ -19 જેવા સંક્રામક બિમારીઓ માટે રસીનું સંશોધન
વાલ્ટર રીડ મેડિકલ સેન્ટરનો ‘પ્રેસિડેન્શિયલ સ્યુટ’ એ વિશે્ષ રોગી ઓરડામાનો એક છે. જે ઉચ્ચ સૈન્ય અધિકારીઓ અને વ્હાઇટ હાઉસ કેબિનેટના સભ્યો માટે આરક્ષિત છે. વાલ્ટર રીડની પાસે સિલ્વર સ્પ્રિંગમાં એક અનુસંધાન સંસ્થા પણ છે. જે મેરીલેન્ડ હોસ્પિટલની નજીક છે. અહીંયા વૈજ્ઞાનિકો કોવિડ -19 જેવા સંક્રામક બિમારીઓ માટે રસીનું સંશોધન કરે છે.
METUમાં બહારના લોકોને આવવા પર પ્રતિબંધ
વાલ્ટર રીડ પોતાને ‘ધ નેશન્સ મેડિકલ સેન્ટર’ માને છે અને તે અમેરિકામાં લશ્કરી સંભાળનો આધાર માનવામાં આવે છે. તેના સાત હજારથી વધુ સ્ટાફ 100 ક્લિનિક્સ અને વિશેષ વોર્ડમાં ફરજ બજાવે છે. વાલ્ટર રીડ દેશના ટોચના નેતાઓને સેવા આપે છે, તેથી હોસ્પિટલે એક એવી વિંગ તૈયાર કરી છે જે વીઆઈપી દર્દીઓની સારવાર કરે છે. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની સારવાર સામાન્ય રીતે ‘તબીબી મૂલ્યાંકન અને સારવાર એકમ’ (METU) માં કરવામાં આવે છે. METUમાં બહારના લોકોને આવવા પર પ્રતિબંધ છે અને તે હોસ્પિટલની સલામત વિંગ ગણાય છે.
વાલ્ટર રીડ પાસે 165 ‘સ્માર્ટ સ્યુટ્સ’
વાલ્ટર રીડ પાસે 165 ‘સ્માર્ટ સ્યુટ્સ’ પણ છે, જે ટૂ-વે કમ્યુનિકેશન ડિવાઇસેસ, ઓડિયો વિઝ્યુઅલ અને વાયરલેસ ક્ષમતાઓ તેમજ બેડસાઇડ મનોરંજનથી સજ્જ છે. તેને કીબોર્ડ દ્વારા નિયંત્રિત કરી શકાય છે, જે દર્દીની પાસે દરેક સમયે ઉપલબ્ધ હોય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "અમેરિકાની આ હોસ્પિટલ કોઈ 5-STAR હોટલથી કમ નથી, જેમાં થઈ રહી છે ટ્રમ્પની સારવાર, PICS"
ટિપ્પણી પોસ્ટ કરો