વિશ્વના સૌથી મોંઘા જેટમાં સફર કરે છે રશિયાના રાષ્ટ્રપતિ, કિંમત એટલી કે મીંડા ગણતા થાકી જશો
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પાસે 4 પ્રેસિડેંસિયલ વિમાન છે, જેમાંથી એક IL-96 300PU જેટ 500 મિલિયન ડોલરનું છે. દરેક વ્યક્તિ આ વિમાન વિશે જાણવા માટે ઉત્સુક છે. તમને જણાવી દઈએ કે, ભારતીય ચલણમાં આ જેટની કિંમત લગભગ 34,28,75,00,000 રૂપિયા થાય છે. તમે શૂન્ય ગણવામાં લાગી ગયા ને.. 34 અબજ કિમત છે આ જેટની. ઠીક છે, 4 હજાર ચોરસ ફૂટ કેબિન એરિયાવાળા આ જેટમાં બેડરૂમ, મીટિંગ રૂમ, રસોડું અને જીમ જેવી બધીજ સુવિધાઓ ઉપલબ્ધ છે.
પુતિન પાસે એક સરખા ચાર વિમાન છે
અહેવાલ પ્રમાણે ટ્રમ્પના બહુચર્ચિત એરફોર્સ વન કરતાં ભવ્ય વિમાન કતાર અને બ્રુનેઈના સુલતાન પાસે છે. રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિન પાસે એક સરખા ચાર વિમાન છે. તેઓ કયા વિમાનમાં બેસવાના છે તેની કોઈને ખબર હોતી નથી.
ખાસ પરિસ્થિતિમાં મિલિટ્રીને પણ કમાન્ડ આપી શકાય છે
પુતિનના વિમાનની કિંમત 3534 કરોડ રૂપિયા છે. તેમાં એડવાન્સ્ડ કોમ્પ્યૂનિકેશન સિસ્ટમ લગાવેલી છે. જેમાં ખાસ પરિસ્થિતિમાં મિલિટ્રીને પણ કમાન્ડ આપી શકાય છે. પુતિનના વિમાનની બોડી પણ ખૂબ પહોળી છે. જોકે બહારથી વિમાન કોઈ બેઝિક મોડલ જેવું જ લાગે છે, પરંતુ અંદર તેને નિઓક્લાસિક્સ સ્ટાઈલમાં ડેકોટેર કરાયું છે. આ વિમાનમાં અંદર ઓફિસ, બેડરૂમ અને જિમ પણ છે. પ્લેનની અંદરનો ભાગ ગોલ્ડન રંગમાં છે.
ગોલ્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે
આ જેટનું ઈન્ટિરિયર ખૂબ જ શાનદાર છે. જેમાં ગોલ્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ જેટના ઘણાં ભાગમાં ગોલ્ડની પ્લેટિંગ કરવામાં આવી છે. પુતિનનું વિમાન (IL-96-300PU) 901 કિમી પ્રતિ કલાકની ઝડપથી ઉડી શકે છે. તેને વોરોનેઝ એરક્રાફ્ટ પ્રોડક્શન એસોસિયેશને તૈયાર કર્યું છે.
અંદરની કેટલીક તસવીરો ઈન્ટરનેટ પર લીક
તો રશિયાના રાષ્ટ્રપ્રમુખ પાસે કુલ 4 વિમાન છે જેમાંથી કોઈ એકને તેઓ સુરક્ષાના કારણોથી યાત્રા માટે પસંદ કરે છે. આટલું જ નહીં, જ્યારે ક્યાંક જવાનું હોય છે ત્યારે ચારેય વિમાનને તૈયાર રાખવામાં આવે છે, પરંતુ પુતિન કોઈ એક વિમાનથી પ્લેન ટેક ઓફ કરે છે. યાત્રા દરમિયાન બાકીના ત્રણ વિમાન રિઝર્વ તૈયાર રાખવામાં આવે છે. પુતિનના વિમાનના અંદરની કેટલીક તસવીરો ઈન્ટરનેટ પર લીક થવાના કારણે રશિયાના લોકોમાં આ વિવાદનો વિષય બની ગયો છે. કુનગુરોવ નામના બ્લોગરે તેને સૌથી પહેલા પોસ્ટ કરી હતી. લોકોએ પુતિનનું વિમાન આટલું મોંઘુ હોવાના કારણે તેની નિંદા પણ કરી હતી.
મીટિંગ રૂમ પણ તૈયાર કરવામાં આવ્યો છે
આ જેટમાં મીટિંગ રૂમ પણ તૈયાર કરવામાં આવ્યો છે. જેની મદદથી રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિન અને તેમનો સ્ટાફ હજારો મીટરની ઊંચાઈ પર શાંતિથી બેસીને ગંભીર મુદ્દે ચર્ચા-વિચારણા કરી શકે છે.
એક બેડરૂમ પણ છે
આ શાનદાર જેટમાં એક બેડરૂમ પણ છે. જો ક્યારેક રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિનને થાક લાગે અથવા ઊંઘ આવે ત્યારે તેઓ અહીં આરામ કરે છે.
આ જેટમાં એક જિમ અને શાનદાર રસોડું પણ છે
આ જેટમાં એક જિમ પણ છે. રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિન પોતાની ફિટનેસ પ્રત્યે ખૂબ જાગૃત છે. તેઓ આ જેટમાં ઊંચાઈ પર પોતાની હેલ્થનું ધ્યાન રાખી શકે છે. આ જેટમાં એક શાનદાર રસોડું પણ છે કે જેમાં તમામ પ્રકારનું ફૂડ ઉપલબ્ધ છે. રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિનનું આ જેટ બહારથી એકદમ સામાન્ય દેખાય છે. જેમાં કમ્યુનિકેશનના એટલા આધુનિક સાધનો છે કે જેની મદદથી ખરાબ પરિસ્થિતિમાં પણ સંપર્ક કરી શકાય છે.
આટલા મોંઘા વિમાનમાં ફરે છે વિશ્વના મોટા નેતાઓ
વ્લાદીમીર પુતિનઃ અહેવાલ મુજબ પુતિના કાફલામાં સૌથી વધારે 68 વિમાન અને 64 હેલિકોપ્ટરનો સમાવેશ થાય છે. પુતિનના વિમાનો રડારમાં દેખાતા નથી અને મહત્તમ વજન લઈ જઈ શકે છે.
ડોનાલ્ડ ટ્રમ્પઃ અમિરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વિમાનનું નામ એરફોર્સ વન છે. તેમના કાફલામાં બોઈંગ 747-200 બી, વીસી-25એ અને બોઈંગ સી-32નો સમાવેશ થાય છે. આ વિમાનમાં પરમાણુ હુમલામાં પણ સુરક્ષિત રહે તેવી વ્યવસ્થા તેમાં ગોઠવવામાં આવી છે. તેમાં ઓપરેશન થિયેટર પણ છે. વિમાનોની કુલ કિંમત-રૂ. 6,318 કરોડ છે.
તમિર બિન હમદ અલ થાનીઃ કતારના અમીર પાસે બે એરબસ એ 320 અને બે એ 330 તથા બે બોઈંગ 747-8 વિમાન છે. અમીરની વિદેશ મુલાકાતમાં એક હજાર લોકો તેમની સાથે હોય છે. આ ઉપરાંત લિમોઝિન, ખાદ્ય સામગ્રી અને ટનબંધ સામાન સાથે લઈ જાય છે. આ વિમાનોની કિંમત રૂ. 97.2 અબજ છે.
થેરેસા મેઃ બ્રિટનના વડાપ્રધાન થેરેસા મે એ-3330 વિમાનનો ઉપયોગ કરે છે. તે સામાન્ય પેસેન્જર વિમાન છે. આ વિમાનની કિંમત-રૂ. 1,599 છે.
બ્રિનેઈના સુલતાન એ 340-212 વિમાનનો ઉપયોગ કરે છે. તેને ફલાઈંગ પેલેસ તરીકે પણ કહેવામાં આવે છે. તેમાં કિંમતી રત્નો અને લાકડીઓનો શણગાર કરાયો છે. વિમાનની કિંમત 1,377 કરોડ છે.
પીએમ મોદી: અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા ઉપયોગમાં લેવાતા એરફોર્સ વનના આધાર પર જ ભારત માટે VVIP એરક્રાફ્ટ એર ઇન્ડિયા વન તૈયાર કરવામા આવ્યું છે. આ બન્ને વિમાનને અમેરિકામાં વિશેષ રીતે તૈયાર કરવામા આવી રહ્યા છે. તેમના આગમન બાદ એયર ઇન્ડિયા VVIP કેટેગરીમાંથી 25 વર્ષ જૂના બોઇંગ 747 વિમાન હટાવી લેવામા આવશે. આ બન્ને વિમાન ભારતીય એરફોર્સના પાયલટ દ્વારા ચલાવવામા આવશે.એયર ઇન્ડિયા વન એડવાન્સ્ડ અને સિક્યોર કમ્યુનિકેશન સિસ્ટમથી સજ્જ છે. આ વિમાન એક રીતે હવાઇ કમાન્ડ કેન્દ્ર તરીકે કામ કરે છે જેના લેટેસ્ટ ઓડિયો-વીડિયો સંચારને હેક અથવા તો ટેપ ન કરી શકાય.આ વિમાન મજબૂત કિલ્લા જેવું છે. તેની ખરીદી માટે લગભગ 8458 કરોડ રૂપિયાનો ખર્ચો થશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "વિશ્વના સૌથી મોંઘા જેટમાં સફર કરે છે રશિયાના રાષ્ટ્રપતિ, કિંમત એટલી કે મીંડા ગણતા થાકી જશો"
ટિપ્પણી પોસ્ટ કરો