વડોદરા: પતિના 6 વર્ષથી ચાલતાં લવ અફેરનો પત્નીએ કર્યો પર્દાફાશ, પતિના વિધવા સાથે ગંદા-ગંદા ફોટો અને વીડિયો…
ઘણા એવા સંબંધો હોય કે જે પતિ પત્નીના સમજણના લીધે વેર વિખેર થઈ જતાં હોય છે. પરંત અમુક સંબંધોમાં પતિ કે પછી પત્નીના કાંડ એવા હોય કે સંબંધ તૂટતાં જોવા મળે છે. હાલમાં કંઈક એવું જ થયું કે પતિની હરકતો હદ કરતાં વધારે જ બગડવા લાગી હતી. વિધવા મહિલા સાથેના પતિના રંગરેલિયના કારણે પરેશાન પત્નીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ઘટના છે વડોદરાની. જ્યાં પતિના અન્ય મહિલા સાથે આડા સંબંધો ઉજાગર થતા પતિએ પત્નીને સ્પષ્ટ કહી દીધું કે, મારે જેની સાથે સંબંધ છે તે મહિલા પૈસાદાર છે, તેથી હવે તેને પત્ની તરીકે રાખશે અને તને છૂટાછેડા આપી દઈશ. વડોદરામાં રહેતી પીડિત મહિલાના લગ્ન આઠ વર્ષ પહેલાં થયા હતા.
મોબાઈલ ચેક કરતાં નીકળ્યા અંતરંગ પળોના ફોટો અને વીડિયો
આ મહિલાના પતિ ડ્રાઇવિંગની નોકરી કરે છે. શરૂઆતમાં પાંચ વર્ષ દરમિયાન મહિલાને સંતાન ન થતાં પતિ અને સાસરિયાઓએ તેને માનસિક ત્રાસ આપ્યો હતો. છતાં મૂંગામોઢે તેણે અન્યાય સહન કર્યો. આર્થિક સ્થિતિ સારી ન હોવાથી પીડિતાને નાનું-મોટું કામ પણ કરવાની ફરજ પડી હતી. પરંતુ તેને આઘાત ત્યારે લાગ્યો જ્યારે જાણ થઈ કે તેનો પતિ કોઈ અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ ધરાવે છે. તેણે પતિનો મોબાઇલ ચેક કરતાં એક મહિલા સાથેના અંતરંગ પળોના ફોટો, વીડિયો તથા કોલ રેકોર્ડિંગ મળી આવ્યા હતા, જેથી પતિના રાસલીલા જોઈને મહિલા ભાંગી પડી હતી.
પતિને જેની સાથે આડા સંબંધો છે એને ફોન કરતાં થયો ઘટસ્ફોટ
હદ તો ત્યારે થઈ ગઈ કે જ્યારે મહિલાએ પતિને આ મામલે પૂછ્યું તો પતિએ તેને ફટકારી હતી. પોતાનું ઘર બચાવવા માટે આખરે મહિલાએ હિંમત કરીને પતિ સાથે સંબંધ ધરાવનાર મહિલાને ફોન કર્યો. આ મહિલાને ફોન કરતાં તેણે એવું જણાવ્યું હતું કે, તે છ વર્ષથી તેના પતિ સાથે સંબંધ ધરાવે અને બંનેએ કોર્ટમાં લગ્ન પણ કરી લીધા છે.
હવે હું તેની સાથે રહેવા માટે આવીશ. બીજી તરફ મહિલાના પતિએ પણ જણાવ્યું કે, તેને જેની સાથે સંબંધ છે તે મહિલા ખૂબ સુખી છે અને તેની પાસે અઢળક મિલકત છે એટલે હવે હું તેને રાખીશ અને તને છૂટાછેડા આપી દઈશ. હવે મહિલાની છેલ્લી આશા હતાં તેના સાસુ-સસરા કે જેઓ તેના તૂટતા ઘરને બચાવી શકે તેમ હતા.
સાસુ સસરાએ પણ ન આપ્યો સાથ
આ બધા પાસા વિચારીને મહિલાએ તેના સાસુ-સસરાને પતિના આડા સંબંધોની વાત કરી હતી. પરંતુ સાસુ-સસરાએ પણ તેમના પુત્રનો પક્ષ લીધો હતો. એટલું જ નહીં તેને કાઢી મુકી હતી. આઠ વર્ષના લગ્નજીવનમાં મહિલાને પતિ અને સાસરિયાઓએ શારીરિક-માનસિક ત્રાસ આપ્યો હતો અને તેને ત્રણ વર્ષની બાળકી સાથે પિયરમાં ધકેલી દીધી હતી. છેવટે થાકીને મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે પતિ અને સાસરિયાઓ સામે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હવે જોવાનું એ રહ્યું કે મહિલાના પતિ, વિધવા સ્ત્રી અને સાસુ સસરાને શું સજાનું ફરમાન કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આવા ઘણા કિસ્સા જોવા મળે છે કે જેમાં પતિ પત્નીને છોડી બીજે આડા સંબંધો બાધતો જોવા મળે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "વડોદરા: પતિના 6 વર્ષથી ચાલતાં લવ અફેરનો પત્નીએ કર્યો પર્દાફાશ, પતિના વિધવા સાથે ગંદા-ગંદા ફોટો અને વીડિયો…"
ટિપ્પણી પોસ્ટ કરો