ક્રિકેટર ઋદ્ધિમાન સાહાની લવ સ્ટોરી વાંચીને તમે પણ આવી જશો રોમેન્ટિક મુડમાં, વાંચો તો ખરા….PICS
અંગત જીવનમાં ખુબ જ રોમાન્ટિક છે ઋદ્ધિમાન સાહા, ૪ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા પછી ઈન્ટરનેટ ફ્રેન્ડ સાથે કર્યા હતા લગ્ન.
ક્રિકેટર ઋદ્ધિમાન સાહાની ગણતરી ઉમદા વિકેટકીપર્સમાં થાય છે, પરંતુ ઘણા ઓછા લોકોને આ વિષે ખબર હશે કે, તેઓ ઈન્ડીયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની ફાઈનલમાં શતક લગાવનાર પહેલા બેટ્સમેન છે. આઈપીએલ ફાઈનલમાં તેમના સિવાય ફક્ત શેન વોટસનને જ શતક લગાવી શક્યા છે. ક્રિકેટની પીચ પર ચોક્કા અને છકકા લગાવનાર ઋદ્ધિમાન સાહા અંગત જીવનમાં પણ ઘણા રોમેન્ટિક છે. ઋદ્ધિમાન સાહાની લવ સ્ટોરીની શરુઆત સોશિયલ નેટવર્કિંગ સાઈટ ઓરકુટ પરથી થઈ હતી. તેમણે પોતાની ઈન્ટરનેટ ફ્રેન્ડને ચાર વર્ષ સુધી ડેટ કર્યા પછી લગ્ન કર્યા હતા.

પશ્ચિમ બંગાળના બર્ધમાન જીલ્લાના શક્તિગઢ ગામમાં તા. ૨૪ ઓક્ટોબર, ૧૯૮૪ના રોજ જન્મ થયેલ ઋદ્ધિમાન સાહાએ વર્ષ ૨૦૧૧માં રોમી મિત્રા સાથે લગ્ન કર્યા હતા.

ઋદ્ધિમાન સાહા અને રોમીની મુલાકાત વર્ષ ૨૦૦૭માં સોશિયલ નેટવર્કિંગ સાઈટ ઓરકુટ દ્વારા થઈ હતી. ઋદ્ધિમાન સાહાએ ઓરકુટ પર રોમીની ફોટો જોઈ અને પહેલી નજરમાં જ તેમને પસંદ આવી ગઈ. ઋદ્ધિમાન સાહાએ રોમીની ફ્રેન્ડ રીક્વેસ્ટ સ્વીકાર લે છે. ત્યાર બાદ બંને વચ્ચે ઇન્ટરનેટ દ્વારા જ વાતચીત થવાનું શરુ થયું. થોડાક દિવસમાં જ બંને સારા મિત્રો બની ગયા. આ મિત્રતા ક્યારે પ્રેમમાં બદલાઈ ગઈ, બંનેને ખબર નહી પડી. ઋદ્ધિમાન સાહાએ રોમીને ચાર વર્ષ સુધી ડેટ કરે છે અને વર્ષ ૨૦૧૧માં પોતાની આ જ ઈન્ટરનેટ ફ્રેન્ડ સાથે લગ્ન કર્યા. લગ્ન થઈ ગયા પછી રોમીએ પોતાનું નામ બદલીને દેબ્રતી સાહા રાખી લીધું છે.

આપને જણાવી દઈએ કે, ઋદ્ધિમાન સાહાએ માસ્ટર ઓફ સાયન્સ અને બેચલર ઓફ એજ્યુકેશનમાં ડીગ્રી લીધા છે. ત્યાં જ તેમની પત્ની દેબ્રતી સાહા બિઝનેસ કરે છે. તેઓ કોલકાતામાં રોમી સાહાનું ફૂડ પોઈન્ટના નામથી પોતાનું રેસ્ટોરાં ચલાવે છે. દેબ્રતી સાહાને હરવા ફરવાનો પણ ખુબ જ શોખ ધરાવે છે.

તેઓ મોટાભાગે પરિવારની સાથે ટ્રાવેલ કરે છે. તેઓ તેના ફોટોસ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરતા રહે છે. એના સિવાય તેમના પ્રયત્ન એવા જ હોય છે કે, તેઓ વધારેમાં વધારે સમય પોતાના પરિવારને આપે. દેબ્રતી સાહા અને ઋદ્ધિમાન સાહા એક દીકરી અને એક દીકરાના માતા- પિતા છે.

આ વાત પણ ઘણા ઓછા લોકો જાણે છે કે, ઋદ્ધિમાન સાહા ક્રિકેટર બનવાને બદલે ફોર્મ્યુલા વન ડ્રાઈવર બનવા ઈચ્છવા હતા, પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ સારી નહી હોવાના લીધે અને ભારતમાં ક્રિકેટ પ્રત્યે વધારે અવેરનેસ નહી હોવાના લીધે તેમણે પોતાનું સપનાને પુરા કરવાનું ઈચ્છા છોડી દીધી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "ક્રિકેટર ઋદ્ધિમાન સાહાની લવ સ્ટોરી વાંચીને તમે પણ આવી જશો રોમેન્ટિક મુડમાં, વાંચો તો ખરા….PICS"
ટિપ્પણી પોસ્ટ કરો