જાણો તમારી ખાંડ અસલી છે કે મિલાવટવાળી

તહેવારની સીઝન આવી રહી છે અને સાથે તેમાં ખાંડનો સૌથી વધુ ઉપયોગ થતો હોય છે. આ સમયે તેનો વપરાશ વધવાના કારણે તેમાં મિલાવટનું પ્રમાણ પણ વધે છે. મિલાવટખોરો વધારે રૂપિયા કમાવવાના હેતુથી, ખાંડમાં ચોક પાવડરથી લઇને પ્લાસ્ટિકના ક્રિસ્ટલનો ઉપયોગ કરે છે. મિલાવટી ખાંડના ઉપયોગથી ફૂડ પોઇઝનથી લઇને કિડની અને લિવરમાં કેંસર જેવા રોગ થઇ શકે છે.

image source

આજકાલ રૂપિયા કમાવવા માટે લોકો ના શરીર સાથે ચેડાં કરતાં વેપારીઓ ખચકાતા નથી. જો તમે ઈચ્છો તો થોડી સાવધાની રાખીને મલાવટી અને શુદ્ધ ખાંડનો ભેદ પારખી શકો છો. મિલાવટી ખાંડની ઓળખ કરવું મુશ્કેલ નથી. નાની ટિપ્સની મદદથી તમે ખાંડ ખરીદતી સમયે જ તેને ઓળખી શકો છો. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેડર્ડ ઓફ ઇન્ડિયા અનુસાર ઘરમાં તમે સરળતાથી તેને ઓળખી શકો છો કે તમારી રસોઇની ખાંડ મિલાવટી તો નથી ને.?

image soucre

જાણી લો કઇ રીતે પાણીમાં ખાંડ નાંખીને ચેક કરી શકાય છે કે ખાંડ અસલી છે કે નકલી…

ખાંડમાં મિલાવટ તો નથી ને… એક ગ્લાસ ઠંડા પાણીથી આ રીતે કરો ચેક

image soucre

ખાંડમાં રિસોરસિનૉલ મિક્સ કરો. જો તે લાલ થાય છે તો સમજો કે તેમાં ચોકનો ભૂકો મિક્સ કરાયો છે.

એક ગ્લાસ ઠંડા પાણીમાં એક ચમચી ખાંડ નાંખો. ખાંડ તળિયામાં બેસી જાય તો તે શુદ્ધ છે. મિલાવટી ખાંડમાં ક્રિસ્ટલ ઉપર તરે છે.

image soucre

મોટી સફેદ દાણાની ખાંડમાં મિલાવટ ઓછી હોય છે. બારીક ખાંડમાં મિલાવટની શક્યતા વધારે રહે છે.

ખાંડમાં હાઇડ્રોક્લોરિક એસિડ નાંખો. જો ફીણ થાય તો તેમાં વોશિંગ સોડા મિક્સ કરાયો છે.

એક ગ્લાસ પાણીમાં થોડી ખાંડ નાંખો. તેમાં અમોનિયાની સ્મેલ આવે તો તેમાં યુરિયા મિક્સ કરાયો છે.

image soucre

એક ગ્લાસ પાણીમાં એક ચમચી ખાંડ નાંખો, સફેદ કચરો તળિયામાં જામે તો તેમાં ચોકનો ભૂકો મિક્સ કરાયો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

0 Response to "જાણો તમારી ખાંડ અસલી છે કે મિલાવટવાળી"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel