80ના દાયકાનો જાસૂસ બન્યો છે અક્ષય – તમને 80ની ફેશનમાં જોવા મળશે અક્ષય

અક્ષય કુમારે હાલ જ પોતાની ફિલ્મ બેલબોટમનુ શૂટિંગ પુરું કર્યું છે. લંડન તેમજ સ્કોટલેન્ડમાં શૂટિંગ પતાવીને તે પોતાની ફીલ્મની ટીમ સાથે ભારત પરત ફર્યા છે. અને તાજેતરમાં જ બેલબોટમ ફિલ્મનું એક ટીઝર લોન્ચ કરવામા આવ્યું છે. આ ટીઝર માત્ર 30 જ સેકન્ડનું છે જેમાં તમે જોઈ શોક છો કે અક્ષય એક બીજી જ ફેશન સ્ટાઇલમાં તમને જોવા મળશે.

image source

તેનું પેન્ટ, તેની હેરસ્ટાઇલ તેની મૂછો બધું જ અલગ છે. આ ટીઝરમાં તમે અક્ષયને સૂટ બૂટમાં મૂછો સાથે, કોઈ એરપોર્ટના રસ્તા પર ચાલતા જોઈ શકો છો.  ફિલ્મનું ટીઝર અક્ષયે પોતાના સોશિય મિડિયા અકાઉન્ટ પર શેર કર્યું છે, તેમણે ટિઝર શેર કરતાં લખ્યું છે, ‘ગો બેલબોટમ ! 80ના દાયકા માટે એક થ્રીલીંગ થ્રોબેક, રજૂ કરીએ છીએ બેલબોટમનું ટીઝર.’

image source

તેમણે આ ફિલ્મના ટાઇટલ પ્રમાણે જ ફિલ્મના ટીઝરમાં ટાઇટલને પ્રતિબિંબિત કરતું બેલબોટમ સ્ટાઇલનું બ્લૂ પેન્ટ પહેર્યુ છે. આ ફિલ્મમાં તેઓ એક ઇન્ડિયન સ્પાયની ભૂમિકા ભજવતા જોવા મળશે એટલે કે તેઓ રોના એક એજન્ટ તરીકે જોવા મળશે. તમને જણાવી દઈએ કે ફિલ્મનું શૂટિંગ વિવિધ સ્થળોએ કરવામા આવ્યું છે. ખાસ કરીને સ્કોટલેન્ડ અને લંડનમાં તેનું મોટા ભાગનું શૂટિંગ કરવામા આવ્યું છે. કોરોનાની મહામારીના કારણે આ ફિલ્મનું શૂટિંગ પાછુ ધકેલાઈ ગયું હતું અને તેના કારણ તેની રિલિઝ ડેટ પણ પાછળ ધકેલાઈ ગઈ છે.

image source

નવી જાણકારી પ્રમાણે આ ફિલ્મ 2જી એપ્રિલ 2021ના રોજ રિલિઝ થશે. અને આશા છે કે ત્યાં સુધીમાં કોરોનાની મહામારી ટળી ગઈ હોય અને બધું જ પહેલાની જેમ સામાન્ય બની ગયું હોય. જો કે 15મી ઓક્ટોબરથી ભારત સરકારે સિનેમાઘરોને ખોલવાની મંજૂરી આપી છે. જો કે આ મંજૂરી માત્ર 50 ટકા કેપેસિટિ પર જ મળી છે એટલે કે સિનેમા ઘરો પોતાની સીટોમાંની માત્ર 50 ટકા સીટોજ બૂક કરી શકશે. અને કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામા આવેલી ગાઇડલાઇન્સનું કડક રીતે પાલન કરવાનું રહેશે.

image source

અક્ષય કુમાર પોતાની ફિલ્મની 120 જણની ટીમને લઈને યુ.કે ગયા હતા. જો કે તે પહેલાં તેમણે પોતાની આખી ટીમનો કોરોના ટેસ્ટ પણ કરાવ્યો હતો અને બધાના રીઝલ્ટ નેગેટીવ આવ્યા હતા. બેલબોટમની ટીમે ઓગસ્ટથી સપ્ટેમ્બર દરમિયાન યુ.કેમાં શૂટિંગ કર્યુ હતું. આ દરમિયાન પણ કોઈ પણ સભ્યને કોરોનાનુ સંક્રમણ થયું નથી. આ ફિલ્મનું ડીરેક્શન રણજિત એમ તિવારી કરી રહ્યા છે જ્યારે તેના પ્રોડ્યુસર્સમાં વાસુ ભગનાની તેમજ જેકી ભગનાની છે. ફિલ્મની વાર્તા અસીમ અરોરા તેમજ પરવેઝ શેખે લખી છે.

થોડા દિવસ પહેલાં જ જ્યારે બેલબોટમનું શૂટિંગ પુરુ કરીને ફિલ્મની 120 જણની ટીમ ભારત પાછી ફરી રહી હતી ત્યારે અક્ષયે પોતાની ટીમ સાથે પ્રાઇવેટ જેટમાંની એક તસ્વીર શેર કરી હતી. જેને લઈને તેમને સોશિયલ મિડિયા પર ખૂબ ટ્રોલ કરવામા આવ્યા હતા. લોકોનું કહેવું હતું કે આટલાબધા લોકો છતાં કોઈના મોઢા પર માસ્ક જોવામાં નહોતું આવ્યું કે કોઈ પણ જાતનું સામાજિક અંતર પણ જાળવવામાં નહોતું આવ્યું.

0 Response to "80ના દાયકાનો જાસૂસ બન્યો છે અક્ષય – તમને 80ની ફેશનમાં જોવા મળશે અક્ષય"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel