પશ્ચિમ બંગાળમાં દૂર્ગા પૂજાના પંડાલોમાં કોરોના મહામારીના પ્રભાવને આ રીતે દર્શાવવામાં આવ્યું, તસ્વીરો જોઈ તમારું હૃદય પણ દ્રવી ઉઠશે
પશ્ચિમ બંગાળમાં દૂર્ગા પૂજાના પંડાલોમાં કોરોના મહામારીના પ્રભાવને આ રીતે દર્શાવવામાં આવ્યું – તસ્વીરો જોઈ તમારું હૃદય પણ દ્રવી ઉઠશે
કોલકાતામાં દુર્ગા પૂજન દરમિયાન એકથી એક ચડિયાતા ભવ્ય પંડાલ જોવા મળ્યા હતા. કોલકાતામાં સજાવવામાં આવેલા દરેક પંડાલ તેની પોતાની રીતે અનોખા રહ્યા છે. કોલકાતામાં એવો જ એક પંડાલ સોલ્ટ લેકનો હતો, જેના સોશિયલ મિડિયા પર ખૂબ વખાણ કરવામાં આવ્યા હતા.
દર વર્ષની જેમ આ વર્ષે પણ દુર્ગા પૂજા પંડાલની થીમ ઘણી ખાસ રાખવામાં આવી હતી. કેટલાક પંડાલમાં આ વર્ષે કોરોના સંકટના કારણે લાગુ પાડવામાં આવેલા લોકડાઉન દરમિયાન પ્રવાસી મજૂરોની જે દુર્દશા થઈ હતી તે દર્શાવવામાં આવી હતી. ધ્યાન આપવા જેવું છે કે લોકડાઉનના કારણે કામ બંધ થઈ જવાના કારણે શ્રમિકોએ પોત પોતાના ઘરે પાછું ફરવું પડ્યુ હતું અને તેમાં પણ તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
ગરમી, ભૂખ અને થાકથી માર્યા પગે ચાલતા મજૂરોની તસ્વીરોની સાથે સાથે માતાના ખોળામાંના બાળકો પણ જોવા મળ્યા હતા. આવી તસ્વીરો સોશિયલ મિડિયા પર પણ ખૂબ વયારલ થઈ હતી. આ યાત્રાઓ દરમિયાન કેટલાક મજૂરો બીમાર પણ પડી ગયા હતા તો વળી કેટલાકે તો પોતાનો જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો હતો. મજૂરોના ખરાબ સમયની યાદ અપાવવા માટે કેટલાક દુર્ગા પંડાલે પોતાની થીમ તેના પર આધારિત રાખી હતી.
આ તહેવારની ધૂમ ઉત્તર ભારતમાં લગભગ દરેક શહેરોમાં જોવા મળી છે. પણ સૌથી વધારે આકર્ષક અને સુંદર પરંપરા જ્યાં જોવા મળી હતી તે છે પશ્ચિમ બંગાળની દુર્ગા પૂજા. અહીં દુર્ગા પૂજા પંડાલોની સજાવટ જોવા લાયક હોય છે સાથે સાથે એક ખાસ સંદેશ આપનારી પણ હોય છે. પંડાલમાં પૂજાની પવિત્રતા, રંગોની છટા, સિંદૂર ખેલા, અને સાથેસાથે દેવી દુર્ગાની અત્યંત સુંદર મૂર્તિઓ જોવા મળી હતી.
દર વર્ષની શારદીય નવરાત્રીમાં દેશ આખામાં એક અલગ રોનક હોય છે પણ આ વખતે કોરોના મહામારીના કારણે તહેવારોની ઉજવણીમાં ઘણો ફરક જોવા મળ્યો છે. પશ્ચિમ બંગાળને છોડીને મોટા ભાગના રાજ્યોમા સાર્વજનિક દુર્ગા પૂજાની મંજૂરી નહોતી આપવામા આવી. તો કોલકાતાના કેશવપુર પ્રફુલ્લ કાનન પંડાલમાં દેવીમાતાની પ્રતિમાન સાથે સાથે પ્રવાસી મજૂરોની પીડા, તોફાનની તબાહી અને કોરોનાનો પ્રકોપ દેખાડનારી મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવી હતી. લોકો તરફ ધ્યાન ખેંચનારી આ મૂર્તિઓની તસ્વીરો સોશિયલ મિડિયા પર પણ ખૂબ ચર્ચા રહી હતી. તમે પણ જુઓ દુર્ગા પંડાલમાં લાગેલી ભાવુક કરી દેનારી આ તસ્વીરો.
કાનન પંડાલમાં મુકવામાં આવેલી મૂર્તિઓ લોકડાઉન દરમિયાન પોતાની કર્મભૂમિ છોડીને ભૂખ્યા-તર્સ્યા, ગરમી તેમજ પગપાળા પોતાના વતન પાછા ફરી રહેલા મજૂરોની પીડાને રજૂ કરી રહ્યા છે. તેમાં સૂટકેસ પર સૂતેલા બાળકની મૂર્તિ પણ લગાવવામાં આવી છે. જેની તસ્વીરો લોકડાઉન દરમિયાન ખૂબ ચર્ચામાં રહી હતી. તો હવે પંડાલમાં મુકવામાં આવેલી સૂટકેસ પર સૂતેલા બાળકની તસ્વીર સોશિયલ મિડિયા પર ખૂબ વયારલ થઈ રહી છે.
લોકડાઉના કારમે ઉદ્યોગોની ગતિ થંભી ગઈ હતી. કામ બંધ થઈ ગયા હતા, ખાવા પીવાના ફાંફા પડી ગયા હતા, તેવી સ્થિતિમા પ્રવાસી મજૂરો પોતપોતાના ઘરે પાછા ફરવા મજબૂર બન્યા હતા. કેટલાક લોકો હજારો કીલોમીટર પગે ચાલીને તો વળી કેટલાક સાઇકલ કે રિક્ષાથી પોતાના વતને પહોંચ્યા હતા. કોરોના સંકટના કારણે લાગૂ પાડવામાં આવેલા લોકડાઉન વચ્ચે ગરમી, ભૂખ-તરસ અને થાકી જવા છતાં પણ મજૂરો પગે ચાલીને વતને જઈ રહ્યા હતા અને તેમની આ તસ્વીરોએ લોકોના હૃદય કંપાવી દીધા હતા.
પંડાલમાં મુકવામાં આવેલી મૂર્તિઓ પ્રવાસી મજૂરોના તે જ ખરાબ સમયની યાદ અપાવે છે. આ તસ્વીરો તે પીડાને રજૂ કરે છે. તમને જણાવી દઈ કે આખા દેશમાં લગભગ દરેક મોટા શહેરમાંથી પ્રવાસી મજૂરો પોત પોતાના વતન પાછા ફરવા માટે રસ્તા પર આવી ગયા હતા. આટલી મોટી સંખ્યામાં મજૂરો પગે ચાલીને જતાં જોઈ રેલ્વેએ શ્રમિકો માટે ખાસ ટ્રેન શરૂ કરી હતી. જેથી બધા જ સુરક્ષિત રીતે પોતાના ઘરે પહોંચી જાય.
કોરોના કાળમાં બિહારની 15 વર્ષીય દીકરી જ્યોતિ કુમારી પોતાના બીમાર પિતાને સાઇકલ પર બેસાડીને હરિયાણાના ગુરુગ્રામથી 1200 કિલોમીટર દૂર આવેલા બિહારના દરભંગા લઈને પહોંચી હતી. જ્યોતીની તસ્વીરો અને વાત મિડિયામાં પણ આવી હતી, ત્યારે આખા દેશે આ દીકરીની હીમ્મતના ખૂબ વખાણ કર્યા હતા. જ્યોતીની વાત એટલી વાયરલ થઈ હતી કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની દીકરી ઇવાંકાએ પણ ટ્વીટ કરીને તેના વખાણ કર્યા હતા.
પંડાલમાં એક એવી વ્યક્તિની પ્રતિમા મુકવામાં આવતી હતી જેમણે શ્રમિકોના જીવન બદલવાની સાથે સાથે એક સામાન્ય ભારતીયને પણ પોતાના વિચારો બદલવા માટે મજબૂર કરી દીધો. લોકોને મદદનો હાથ લંબાવાવવા માટે પ્રેરિત કર્યા. સંકટના સમયે બોલીવૂડના અભિનેતા સોનુ સૂદે પ્રવાસીઓની પીડા ઓછી કરવાનો દરેક પ્રયાસ કર્યો છે. હજારો પ્રવાસી મજૂરો, વિદ્યાર્થિઓ વિદેશમા ફસાયેલા લોકોને તેમના ઘરે પોહંચાડ્યા છે. ખભાથી હળ ચલાવતી દીકરીઓના ઘરે ટ્રેક્ટર પહોંચાડ્યા છે. પંડાલમાં સોનુ સૂદની આ પ્રતિમા તેમના પ્રયાસોને સમ્માનિત કરવા માટે લગાવવામાં આવી છે.
પોતાની લાંબી યાત્રાઓ દરમિયાન કેટલાક મજૂરો બીમાર પડી ગયા હતા, તો કેટલાક કર્મભૂમિથી જન્મભૂમિ જવા માટે નિકળ્યા તો હતા પણ ક્યારેય ઘરે પાછા નહોતા પહોંચી શક્યા માત્ર તેમના શવ જ પહોંચ્યા હતા. તો કેટલાક મજૂરો થાકીને આરામ કરવા માટે રેલવેના પાટડા પર સુઈ ગયા તો તેમાંના કેટલાક તો ક્યારેય ઉઠ્યા જ નહીં. તેમની યાત્રાનો હંમેશ માટે અંત આવી ગયો. મહારાષ્ટ્રના ઓરંગાબાદમાં પાટા પર સુતેલા 19 પ્રવાસી મજૂરોના માલગાડી નીચે કપાઈને મૃત્યુ થઈ ગયા. આ પ્રતિમા તે જ ઘટનાને દર્શાવે છે.
આ ઉપરાંત પૂર્વ ભારતમાં આવેલા ઉમ્ફાન ચક્રવાતના કારણે જે તારાજી સર્જાઈ હતી તેને પણ અહીંના એક પંડાલમાં વ્યક્ત કરવામાં આવી હતી. તો બીજા એક પંડાલમાં કોરોના વયારસના સંક્રમણના ફેલાવાના કારણે આખાએ વિશ્વના ડોક્ટર કેટલાએ દિવસો સુધી પોતાના ઘરે ગયા વગર હોસ્પિટલમાં દર્દીઓના જીવ બચાવવામાં લાગ્યા હતા તેને સમર્પિત પણ એક કૃતિ રચવામાં આવી હતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "પશ્ચિમ બંગાળમાં દૂર્ગા પૂજાના પંડાલોમાં કોરોના મહામારીના પ્રભાવને આ રીતે દર્શાવવામાં આવ્યું, તસ્વીરો જોઈ તમારું હૃદય પણ દ્રવી ઉઠશે"
ટિપ્પણી પોસ્ટ કરો