વિશ્વનું એક એવું ગામ, જ્યાં સુવિધાઓ તો છે 5 સ્ટાર હોટલ જેવી પણ રહેવા વાળું કોઈ નથી, જાણો કેમ આવું….
વિશ્વભરમાં એવી અનેક જગ્યાઓ આવેલી છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. આવી જ એક જગ્યા છે ઉત્તર કોરિયાનું કીજોંગ ડોંગ ગામ. કુદરતી સુંદરતાની સરખામણીએ આ ગામ લાજવાબ છે પરંતુ તેમ છતાં આ ગામમાં રહેવા માટે કોઈ વ્યક્તિ નથી. જો કે આ ગામમાં આલીશાન ઇમારતો, સાફ અને સ્વચ્છ રસ્તાઓ, પાણીની ટાંકી, ઇલેક્ટ્રિસિટી, સ્ટ્રીટ લાઈટ સહિત એ બધી સુવિધાઓ છે કે સામાન્ય રીતે અન્ય ગામોમાં હોય છે.
નોંધનીય છે કે કીજોંગ ડોંગ ગામ સાઉથ કોરિયા અને નોર્થ કોરિયાના મિલિટરી રહિત ઝોનમાં સ્થિત છે. વર્ષ 1953 માં કોરિયન વોર બાદ થયેલા યુદ્ધ વિરામ દરમિયાન આ ગામ બન્યું હતું. ઘણા લોકો આ ગામને પ્રોપગેન્ડા વિલેજ કહે છે. લોકોનું એવું માનવું છે કે આ ગામનું નિર્માણ એટલા માટે કરવામાં આવ્યું હતું જેથી ઉત્તર કોરિયામાં રહેતા લોકોને એમ લાગે કે અહીંના લોકોની લાઈફ સ્ટાઇલ ઘણી જ રોયલ અને લકઝરી છે.
કીજોંગ ડોંગનો ઇતિહાસ
કીજોંગ ડોંગ ગામના નિર્માણ સંબંધી કિસ્સો પણ ઘણો રોચક છે. અસલમાં ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે જ્યારે કોરિયાઈ યુદ્ધની અનૌપચારીકતા પુરી થઈ એ સમયે આ ગામનું નિર્માણ થયું. ત્રણ વર્ષ સુધી ચાલેલા આ યુદ્ધમાં 30 લાખથી પણ વધુ લોકો માર્યા ગયા હતા. આ બન્ને દેશોને અલગ કરનાર વિસ્તારને ડિમિલીટ્રાઇઝના નામથી ઓળખવામાં આવે છે. યુદ્ધ દરમિયાન બન્ને દેશોએ આ ડિમિલીટ્રાઇઝ વિસ્તારમાંથી પોત પોતાના નાગરિકો હટાવી લીધા હતા.
યુદ્ધ વિરામની જાહેરાત થઈ તે સમયે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે બન્ને દેશો સરહદે ફક્ત એક જ ગામને યથાવત રાખી શકશે અથવા નવું ગામ વસાવી શકશે. આવી પરિસ્થિતિમાં દક્ષિણ કોરિયાએ પોતાની સરહદમાં આવેલા ફ્રીડમ વિલેજના નામથી ઓળખાતા ડાઈસોન્ગ ડોંગને યથાવત રાખ્યું. અહીં લગભગ 226 લોકો રહે છે. એટલું જ નહીં આ ગામના લોકોને ખાસ પ્રકારના ઓળખકાર્ડ પણ આપવામાં આવ્યા છે અને રાત્રે 11 વાગ્યા બાદ ગામમાં કરફ્યુ લગાવી દેવામાં આવે છે.
બીજી બાજુ ઉત્તર કોરિયાએ પીસ વિલેજ સ્વરૂપે એક નવું ગામ કીજોંગ ડોંગ વસાવ્યું. આ ગામને લઈને ઉત્તર કોરિયાનો એવો દાવો છે કે અહીં 200 રહેવાસીઓ રહે છે અને ત્યાં બાળકો માટે કિન્ડરગાર્ટન, પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલ તેમજ સ્થાનિકો હોસ્પિટલની પણ સુવિધા છે. પરંતુ પર્યવેક્ષકો અનુસાર આ ગામ એકદમ સૂમસામ અને વેરાન છે અને અહીં કોઈ નથી રહેતું. લોકોમાં ભ્રમ પેદા કરવા માટે અહીં દરરોજ ઘરોમાં લાઈટો ચાલુ કરાય છે અને રસ્તાઓ પર સફાઇકર્મીઓ કામ કરતા દેખાય છે છતાં આ ગામમાં રહેતા લોકો ક્યાંય નજરે પડતા નથી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "વિશ્વનું એક એવું ગામ, જ્યાં સુવિધાઓ તો છે 5 સ્ટાર હોટલ જેવી પણ રહેવા વાળું કોઈ નથી, જાણો કેમ આવું…."
ટિપ્પણી પોસ્ટ કરો