જાણો આ દેશ વિશે, જ્યાં ફ્રીમાં મળે છે ઈન્ટરનેટ, છતાં નહિવત છે સાઇબર ક્રાઈમ
ભારતમાં ભલે ઈન્ટરનેટ સસ્તા ભાવે ઉપલબ્ધ હોય પરંતુ સ્પીડની દ્રષ્ટિએ આપણું ઈન્ટરનેટ ક્યાંય પાછળ છે. મોબાઈલ એનાલિટિક્સ કંપની ઓપનસિગ્નલએ વિશ્વભરના દેશોની ઈન્ટરનેટ સ્પીડની સરખામણી કરી જેમાં ભારતને ટોપ 10 માં ક્યાંય સ્થાન ન મળ્યું. આ સાથે જ સસ્તા દરે ઈન્ટરનેટ ઉપલબ્ધ કરાવવાના લિસ્ટમાં પણ ભારત ક્યાંય પાછળ છે. નોંધનીય છે કે યુરોપ એક એવો દેશ છે જ્યાં ઈન્ટરનેટ પુરી સ્પીડથી વાપરવા મળે છે.
અસલમાં યુરોપના એસ્ટોનિયામાં ઈન્ટરનેટ મફતમાં વાપરવા મળે છે અને અહીંની મોટાભાગની સુવિધાઓ ઓનલાઈન છે. ટેક્સ રિટર્ન ભરવાથી લઈને કાર પાર્કિંગનું પેમેન્ટ હોય કે ડોગ બોર્ડિંગની ચુકવણી અહીંના નાગરિકો એ રકમ ઓનલાઈન જ ચૂકવે છે. મફત ઈન્ટરનેટ માટે આ દેશ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. જો કે ઈન્ટરનેટ સિવાયની પણ અમુક બાબતો એવી છે જે આ દેશને ખાસ બનાવે છે.
એસ્ટોનિયા એક નાનકડો દેશ છે અને અહીંનું ચલણ યુરો છે. રશિયાથી અલગ પડ્યા બાદ આ દેશનો આર્થિક દ્રષ્ટિએ ઘણો ઝડપી સુધારો થયો હતો. આજની સ્થિતિએ આ દેશની ગણના યુરોપિયન યુનિયનના એ દેશો પૈકી થાય છે જ્યાં આર્થિક વિકાસનો દર સૌથી વધુ છે. આજથી 20 વર્ષ પહેલાં જ એટલે કે વર્ષ 2000 થી જ અહીંની સ્કૂલો અને કોલેજમાં ઈન્ટરનેટ ફ્રી કરી દેવામાં આવ્યું હતું. આ દેશની સરકારનું એવું લક્ષ્ય છે કે ચાલુ વર્ષના અંત સુધીમાં દેશના તમામ નાગરિકો ફ્રી ઇન્ટરનેટ વાપરવાનું શીખી શકે.
એસ્ટોનિયામાં ઈન્ટરનેટની સાથે સાથે ટ્રાન્સપોર્ટ પણ મફત છે. પબ્લિક ટ્રાન્સપોર્ટને મફત કરવા પહેલા અહીં જનમત લેવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં સમર્થન મળતા દેશમાં પબ્લિક ટ્રાન્સપોર્ટની બસ અને ટ્રામ સેવાને ફ્રી કરી દેવામાં આવી હતી.
એસ્ટોનિયામાં ઈન્ટરનેટ ભલે ફ્રી હોય તેમ છતાં અહીં સાઇબર ક્રાઈમનો ગ્રાફ નહિવત જ છે. એસ્ટોનિયા સરકાર દ્વારા સમયાંતરે ઈન્ટરનેટનો સાચો ઉપયોગ કઈ રીતે કરવો તેના માટેના અભિયાન ચલાવે છે. અહીં ઘરેલુ અને ગૈબલિંગ સાઇટ માટે સ્પેશિયલ લાયસન્સ જરૂરી છે લાયસન્સ વગરની વેબસાઈટને પ્રતિબંધિત કરી દેવામાં આવે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "જાણો આ દેશ વિશે, જ્યાં ફ્રીમાં મળે છે ઈન્ટરનેટ, છતાં નહિવત છે સાઇબર ક્રાઈમ"
ટિપ્પણી પોસ્ટ કરો