ઓળખી બતાવો આ હિરોને, જેને બદલી નાખ્યો પોતાનો આખો લુક અને સલમાન સાથે કરી સરખામણી

અભિનેતા કાર્તિક આર્યને પોતાની હેર સ્ટાઇલ બદલી નાખી છે. કાર્તિક આર્યનની આ હેર સ્ટાઈલની સરખામણી ફેન્સ ફિલ્મ તેરે નામના સલમાન ખાનના લુક સાથે કરી રહ્યા છે. સલમાન ખાન વર્ષ 2003માં એ સમયે ઘણા ચર્ચામાં રહ્યા હતા જ્યારે પોતાની સુપરહિટ ફિલ્મ તેરે નામમાં અલગ હેર સ્ટાઇલમાં દેખાયા હતા. સલમાન ખાનના ઘણા બધા ફેન્સ એમની હેર સ્ટાઈલને તેરે નામ લુક પણ કહે છે.

image source

હવે સલમાન ખાનના આ લુકમાં જાણીતા અભિનેતા કાર્તિક આર્યન નજરે ચડ્યા છે. હાલમાં જ કાર્તિક આર્યન મુંબઈમાં સ્પોટ થયા હતા. એ દરમિયાન એ ઘણા જ અલગ લુકમાં દેખાયા હતા. કાર્તિક આર્યને ફિલ્મ તેરે નામમાં સલમાન ખાનની જેમ પોતાની હેર સ્ટાઇલ કરેલી હતો. સાથે સાથે એ બ્લેક ડ્રેસમાં દેખાયા હતા.

image source

કાર્તિક આર્યનના આ લુકના વિડીયોએ વિરલ ભિયાનીએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. કાર્તિક આર્યનનો આ લુક સામે આવ્યા પછી સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ અને એમના ફેન્સ કાર્તિક આર્યનના આ લુકને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. સાથે સાથે આ વાયરલ વિડીયો પર કમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

image soucre

ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે એમના લુકની સરખામણી ફિલ્મ તેરે નામના સલમાન ખાનના લુક સાથે કરી છે. તમને જણાવી દઈએ કે ફિલ્મ તેરે નામમાં સલમાન ખાનની સાથે અભિનેત્રી ભૂમિકા ચાવલા અને અભિનેતા રવિ કિશન સહિત ઘણા કલાકારો મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મમાં સલમાન ખાનનો જબરદસ્ત અભિનય દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો. ફિલ્મમાં સલમાન ખાનના પાત્રનું નામ રાધે હતું જે આજ સુધી ખૂબ જ ફેમસ છે.

image soucre

હવે વાત કરીએ કાર્તિક આર્યનની તો કાર્તિક લોકડાઉન દરમિયાન સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય જોવા મળ્યા હતા. કાર્તિક પોતાના ફેન્સ માટે પોતાના ખાસ ફોટા અને વીડિયો શેર કરતા રહેતા હતા. કાર્તિક આર્યન છેલ્લીવાર લવ આજકલમાં દેખાયાં હતા.આ ફિલ્મમાં એમની સાથે સૈફ અલી ખાંનની દીકરી અને અભિનેત્રી સારા અલી ખાન મુખ્ય ભૂમિકામાં હતી. આ સિવાય રણદીપ હુડાનું પણ આ ફિલ્મમાં યોગદાન હતું. જ્યારે લવ આજ કલનું નિર્દેશન ઈમ્તિયાઝ અલીએ કર્યું હતું.

image source

આ સિવાય કાર્તિક આર્યન પતિ પત્ની ઓર વો, સોનુ કે ટિટુ કી સ્વીટી, લુકા છુપી, પ્યાર કા પંચનામાં વગેરે જેવી ફિલ્મોમાં પણ દેખાયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

0 Response to "ઓળખી બતાવો આ હિરોને, જેને બદલી નાખ્યો પોતાનો આખો લુક અને સલમાન સાથે કરી સરખામણી"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel