કોરોના મહામારીમાં સોનાના ભાવમાં થયો મોટો ઘટાડો
આંતરાષ્ટ્રીય અને ઘરેલૂ વાયદા બજારમાં સોના અને ચાંદીની કિંમતમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. અમેરિકામાં રાહત પેકેજ પર વાત ન બનતા ઘરેલૂ વાયદા બજાર (Futures Market)માં સોનાની કિંમત ઝડપથી નીચે આવી છે. અત્યારે વૈશ્વિક બજારોમાં મંદીને કારણે ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
એક્સપર્ટનું માનીએ તો 10 ગ્રામ સોનાના ભાવ આવનારા સમયમાં 50,000 રૂપિયા સુધી નીચે જઇ શકે છે. સોનાની કિંમતમાં 694 રૂપિયાનો ઘટાડો થયો છે. આ સાથે જ ચાંદી પણ 2500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સસ્તી થઇ છે. 3 મહિના પહેલા જે સોના ચાંદીનો ભાવ આસમાને પહોંચી ગયો હતો.
દેશમાં અત્યારે ઘટ્યો છે સોનાનો ભાવ, ગ્રાહકો લઈ રહ્યા છે લાભ
જ્યારે દેશમાં લોકડાઉન હતું ત્યારે સોનાનો ભાવ 58 હજારની સપાટીને પાર કરી ગયો હતો પરંતુ આજે સોનાના ભાવની વાત કરવામાં આવે તો 52500 છે અને 22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 48,070 રૂપિયા છે. ત્યારે ચાંદીની વાત કરવામાં આવે તો ચાંદી 1 કિલો નો ભાવ 62500 આસપાસ બોલાઈ રહ્યો છે. 3 મહિના પહેલા જે સોના ચાંદીનો ભાવ આસમાને પહોંચી ગયો હતો.
અત્યારે વૈશ્વિક બજારોમાં મંદીને કારણે ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એક તરફ તહેવારોની સિઝન આવે છે અને તેનો જ ફાયદો અત્યારે ગ્રાહકો ઉઠાવી રહ્યા છે. હાલમાં સોનાનો ભાવ 52500 પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાનો ભાવ 48070 રૂપિયા છે અને ચાંદીના ભાવ 62500 પ્રતિ કિલો છે. સોનાના ભાવમાં ઘટાડો જોવા મળતા બજારમાં ઘરાકી જોવા મળી રહી છે.
આ કારણે સોનાના ભાવ પર થઈ રહી છે અસર
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ડેમોક્રેટ્સની સાથે પ્રોત્સાહન પેકેજ લાવવા પર વાત સ્થગિત કર્યા પછી ભારતમાં સોનાની કિંમત બીજા દિવસે જ પડી છે. બુધવારે શુરૂઆતી વેપારમાં એમસીએક્સ પર ડિસેમ્બરનો સોના વાયદો 470 રૂપિયા એટલે કે 0.0 ટકા ઘટાડાની સાથે 50,088 પ્રતિ 10 ગ્રામ પર ચાલી રહ્યો હતો.
જાણકારોને આશા છે કે ભારતમાં સોનાની માંગ તહેવારોમાં વધશે
દુનિયામાં સૌથી મોટા ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ કે ગોલ્ડ ઇટીએફમાં એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટની હોલ્ડિંગ મંગળવારે 0.32 ટકા પડી 1,271,52 ટન રહી. જાણકારોને આશા છે કે અમેરિકી ડોલર અને જોખમ દ્રષ્ટિમાં વધારો થવાથી સેનામાં તેજી બની રહેશે. જાણકારોને આશા છે કે ભારતમાં સોનાની માંગ તહેવારોની સીઝનમાં વધવાની સંભાવના છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "કોરોના મહામારીમાં સોનાના ભાવમાં થયો મોટો ઘટાડો"
ટિપ્પણી પોસ્ટ કરો