આ રહી સુશાંતની કરોડોની આવક અને રિયા પાછળ કરેલ ખર્ચની સમગ્ર માહિતી, જાણો A to Z માહિતી
સુશાંત સિંહ રાજપૂતના મોતને ઘણા મહિનાઓ વીતી ગયા છે. પરંતુ અભિનેતાના મોત પર હજુય ઘમાસાણ એમનેમ ચાલુ જ છે. ત્યારે કોઈ કહે છે કે તેનું મર્ડર કરવામાં આવ્યું છે તો કોઈ કહે છે કે આએક આત્મહત્યા છે. ત્યારબાદ દેશની મોટી મોટી એજન્સીઓ પણ આ મામલે તપાસ હાથ ધરી રહી છે ત્યારે હવે AIIMSની ફોરેન્સિક ટીમે સુશાંત ડેથ કેસમાં તેનો નિર્ણય આપીને જણાવી દીધું છે કે આ ક્લિયર કટ આત્મહત્યા છે. હવે બીજી બાજુ તેનાં બેન્ક ખાતાંના ફોરેન્સિક ઓડિટ રિપોર્ટમાં પણ કઈ શંકાસ્પદ નથી મળ્યું. સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ, સુશાંતનાં બધાં બેન્ક ખાતાંમાં છેલ્લાં 5 વર્ષ દરમિયાન 70 કરોડ રૂપિયાની આપ-લે થઈ છે, એમાં માત્ર 55 લાખ રૂપિયા જ રિયા ચક્રવર્તી સાથે જોડાયેલા મળ્યા છે.
આ સાથે જ માહિતી મળી રહી છે કે, સુશાંતના મોટા ભાગના પૈસા ટ્રાવેલિંગ, સ્પા અને ગિફ્ટ ખરીદવામાં ખર્ચ થયા હતા. આત્મહત્યાનો કેસ સ્પષ્ટ થયા બાદ CBI હવે તેનાં કારણોની તપાસ કરશે. એમાં રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિકનો રોલ, બોલિવૂડમાં પ્રોફેશનલ રાઈવલરી અને નેપોટિઝ્મ, નશીલી દવાઓનો દુરુપયોગ અને સુશાંતનું માનસિક સ્વાસ્થ્યના એન્ગલ સામેલ છે. એક તરફ ડ્રગ્સ કેસમાં મુંબઈની ભાયખલા જેલમાં બંધ રિયા વિરુદ્ધ સુશાંતના પિતા કેકે સિંહે પટણામાં 15 કરોડ રૂપિયાનો ફ્રોડનો કેસ ફાઈલ કરાવ્યો હતો. ત્યાર બાદ EDએ મની લોન્ડરિંગનો કેસ ફાઈલ કર્યો હતો અને એક્ટ્રેસની ત્રણ વખત પૂછપરછ કરી.
ઉલ્લેખનીય છે કે હજુ EDએ તેનો ફાઇનલ રિપોર્ટ જાહેર કર્યો નથી. આ કેસની તપાસ દરમિયાન રાજપૂતનાં બેન્ક ખાતાંનું ફોરેન્સિક ઓડિટ કરવામાં આવ્યું હતું. પરંતુ હાલની પરિસ્થિતીની વાત કરીએ તો સૂત્રોના જણાવ્યા મુજબ, આ રિપોર્ટ CBIને પણ મોકલી દેવાયો છે. એમાં એવું ક્યાંય સાબિત નથી થતું કે રિયાએ સુશાંતના પૈસા પોતાના કે પોતાના પરિવાર માટે લીધા હતા. મોટા ભાગના પૈસા સુશાંતની મરજી અથવા તેની જાણકારીથી જ ખર્ચ કરવામાં આવ્યા હતા. આ પૈસા સુશાંતની કુલ આવકની સરખામણીએ ઘણા ઓછા છે. જોકે ખાતાં સાથે જોડાયેલી અન્ય જાણકારી હજુ પણ જાહેર થવાની બાકી છે. હાલમાં CBI આ કેસમાં બે ડઝનથી પણ વધુ લોકોની પૂછપરછ કરી ચૂકી છે.
CBIની તપાસની વાત કરીએ તો આ કેસમાં રિયા ચક્રવર્તી અને તેના ઘરના સભ્યો, સુશાંત રાજપૂતના ઘરના સભ્યો, તેનો સ્ટાફ, હાઉસ મેનેજર, તેના ડોક્ટર્સ અને અમુક મિત્રો અને જાણીતા લોકોની સઘન પૂછપરછ કરવામાં આવી હતી. એજન્સીને પાવના ડેમ રિસોર્ટના કર્મચારીઓની પણ પૂછપરછ કરી, જ્યાં સુશાંત વેકેશન માટે ગયો હતો.
કારણ કે ત્યાંથી પણ ઘણા સુરાગ મળવાની આશા સેવાઈ રહી હતી. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ કેસમાં હવે કોઈ નક્કર નિર્ણય આવે છે કે કેમ, અને આવે તો પણ અસલી ગુનેગારોને સજા મળે છે કેમ?
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "આ રહી સુશાંતની કરોડોની આવક અને રિયા પાછળ કરેલ ખર્ચની સમગ્ર માહિતી, જાણો A to Z માહિતી"
ટિપ્પણી પોસ્ટ કરો