વુમન ક્રિકેટરે સાડીમાં કરાવ્યું પ્રિ વેડિંગ ફોટો શૂટ, એક વાર આ તસવીરો જોશો તો વારંવાર થશે જોવાનું મન
માણસના જીવવમાં લગ્નની ઘટના એ અત્યંત મહત્ત્વની હોય છે. અહીંથી તેના જીવનને એક નવો જ વણાંક મળે છે અને માટે જ આખીએ દુનિયામાં અને બધા જ ધર્મોમાં લગ્નને મોટાપાયે સેલિબ્રેટ કરવામાં આવે છે અને સમયના બદલાવાની સાથેસાથે આ ઉજવણીની રીતોમાં પણ પરિવર્તન આવ્યું છે. આજે લોકો પોતાના લગ્ન પહેલાં પ્રિ વેડિંગ ફોટો શૂટ કરાવે છે. કોઈ કુદરતી સૌંદર્યથી ભરપુર જગ્યા પર જઈને ફોટો શૂટ કરાવે છે તો વળી કોઈ ઐતિહાસિક જગ્યા પર જઈને ફોટો શૂટ કરાવે છે. કોઈ સુંદર વેસ્ટર્ન આઉટફીટમાં તસ્વીરો ખેંચાવે છે તો વળી કોઈ પરંપરાગત વસ્ત્રોમાં ફોટો શૂટ કરાવે છે.
માત્ર સામાન્ય લોકો જ નહીં પણ સેલેબ્રીટીઝ તેમજ અન્ય ક્ષેત્રોની જાણીતી વ્યક્તિઓ પણ પ્રિવેડિંગ ફોટોશૂટ ખૂબ જ હોંશથી કરાવે છે. તાજેતરમાં બાંગ્લાદેશની ઇન્ટરનેશન વુમન ક્રીકેટરે પણ આવો જ એક સુંદર પ્રિ વેડિંગ ફોટો શૂટ કરાવ્યો છે. તેણીનું નામ છે સંજીદા ઇસ્લામ. તેણી તાજેતરમાં જ લગ્નગ્રંથીથી જોડાઈ છે. તેણી 24 વર્ષની છે. તેણીએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર મિમ મોસાદક સાથે લગ્ન કર્યા છે. પણ આજકાલ તેણી પોતાના લગ્નના કારણે નહીં પોતાના પ્રિ-વેડિંગ ફોટોશૂટના કારણે ભારે ચર્ચામાં છે અને તેની તસ્વીરો પણ ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહી છે. સંજીદા અને મિમના લગ્ન 18મી ઓક્ટોબરે આયોજિત કરવામા આવ્યા હતા.
શું છે સંજીદાના પ્રિવેડિંગ ફોટો શૂટની ખાસિયત
સંજિદા એક ક્રિકેટર છે તે પણ આંતરરાષ્ટ્રિય માટે તેણીના ફોટો શૂટમાં તે પોતાની ફેવરીટ રમતનો ટચ આપે તે તો સ્વાભાવિક છે. પણ તેમાં પણ તેણીએ એક ખાસ ટ્વીસ્ટ કર્યો છે. તેણીએ આ પ્રિવેડિંગ શૂટ એક ક્રીકેટ ગ્રાઉન્ડમાં કરાવ્યું છે. અને તેણીના હાથમાં બેટ પણ છે. પણ અહીં તેણીએ કોઈ ક્રીકેટ યુનિફોર્મ નથી પહેર્યો પણ સુંદર મજાની સાડી પહેરી છે. અને સાડી પહેરીને તેણી ફટકા મારી રહી છે અને તેની તસ્વીરો લેવામાં આવી છે જે લોકોને ખૂબ પસંદ આવી રહી છે.
તમને જણાવી દઈએ કે સંજીદાનો પતિ મિમ મોસાદક ઢાકા ફર્સ્ટ ડિવિઝન અને રંગપુર ડિવિઝન તરફથી ક્રીકેટ રમે છે. આ પહેલાં તે ઉદયાચલ તેમજ રૂપગંજ પાર્ટેક્સ ક્લબ તરફથી પણ ક્રીકેટ રમી ચુક્યો છે. તે એક બેટ્સમેન અને એક વિકેટકીપર છે.
સંજિદા એક આંતરરાષ્ટ્રિય ક્રીકેટર છે તેણીએ પોતાની પહેલી ઇન્ટરનેશનલ રમત 2012માં આયરલેન્ડ સામે રમી હતી. ત્યારે તેણી માત્ર 16 વર્ષની જ હતી. તેણી અત્યારસુધીમાં બાંગ્લાદેશ તરફથી 16 વન ડે ઇન્ટરનેશનલ અને 54 ટી-20 મેચ રમી ચુકી છે. તેણીએ વન ડેમાં 164 રન કર્યા છે જ્યારે ટી-20માં 520 રન કર્યા છે.
સંજિદાનો જન્મ 1996ની 1લી એપ્રિલે બાંગ્લાદેશના રંગપુરમાં થયો હતો. સંજીદા ઇસ્લામ ઘરમાં સૌથી નાની છે તેણીને ત્રણ ભાઈ-બહેન છે. તેણી નાનપણથી જ ક્રિકેટમા રસ ધરાવતી હતી અને શાળામા પણ તેણી અલગ અલગ સ્તરે વિવિધ રમતોમાં તેમજ એથ્લેટિક્સમાં ભાગ લેતી રહી છે.
2009માં એક મહિલા ક્રીકેટર તરીકે તેણીને બાંગ્લાદેશના સ્પોર્ટ્સ શિક્ષા પ્રતિષ્ઠાનમાં સમાવિષ્ટ કરવામા આવી હતી. ક્રીકેટમાં તેણીએ હજું ઘણી લાંબી રમત રમવાની છે. પણ હાલ તો તેણીના ફોટો શૂટના કારણે લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "વુમન ક્રિકેટરે સાડીમાં કરાવ્યું પ્રિ વેડિંગ ફોટો શૂટ, એક વાર આ તસવીરો જોશો તો વારંવાર થશે જોવાનું મન"
ટિપ્પણી પોસ્ટ કરો