હાય રે આવી પત્ની! દોઢ વર્ષથી ગાયબ ટેક્નિશિયનનું એના જ ઘરમાંથી હાડપિંજર મળતા ચકચાર, પત્નીનું ષડયંત્ર જાણીને તમારા ઉડી જશે હોંશ
હરિયાણાના પાણીપતમાં એક હૃદય કંપાવી નાખતો કીસ્સો સામે આવ્યો છે. અહીં દોઢ વર્ષથી ગાયબ થઈ ગયેલા ટાવર ટેક્નીશિયનનું હાડપિંજર નિર્માણ પામી રહેલા મકાનનું ખોદકામ કરતી વખતે મળ્યું. આ મામલાથી આખાએ વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. ટેક્નિશિયનના ભત્રીજાએ હાડપીંજર જોયું તો તેની પત્નીએ કહ્યું, કે તે કૂતરાનું હાડપીંજર છે, તેની ખોપડી છે, તું ડર નહીં, તારા કાકાએ જ તેને અહીં દાટ્યુ હતું.
હવે આ મામલામાં ખુલાસો થયો છે કે ગાયબ થયેલા ટેક્નિશિયનની હત્યા તેની જ પત્નીએ કરી હતી. પ્રાથમિક પોલીસ તપાસમાં આ ખુલાસો થયો છે. પત્નીએ જણાવ્યું કે તેનો પતિ દારૂના નશામાં રોજ તેની સાથે મારપીટ કરતો હતો. તેને અને બાળકોને ખાવાનું આપ્યા વગર જ તે ઘરમાંથી બહાર કાઢી મૂકતો હતો.
ઘણીવાર તો તે તેમને ઓરડામાં બંધ પણ કરી દેતો હતો. જેના કારણે તેણી ત્રાસી ગઈ હતી. અને છેવટે તેણીએ પોતાના પતિને જ મારી નાખવાની યોજના બનાવી અને પોતાના પ્રેમી સાથે મળીને તેનું ગળુ દાબી નાખીને તેની હત્યા કરી દીધી. અત્યાર સુધી પોલીસને તેના પ્રેમી વિષે કશું જ જાણવા નથી મળ્યું. પુછપરછમા મહિલાએ જણાવ્યુ કે ઘરમાં ખાડો ખોદીને તેનું શવ દાટી દીધું હતું અને કેટલાક દિવસો બાદ તે પોતાના પિયર જતી રહી હતી.
મૃતકના ભાઈઓને પહેલેથી જ તેણી પર શંકા હતી, માટે ત્રણ મહિના બાદ તેના ગાયબ હોવાની ફરિયાદ તેમણે નોંધાવી. પોલીસે ગીતાની ધરપકડ કરી લીધી છે. તો બીજી બાજુ પોલીસે હાડપીંજરને પોસ્ટમોર્ટમ માટે પણ મોકલી દીધું છે. અને તેના પ્રાથમિક અહેવાલમાં જાણવા મળ્યું છે કે તે હાડપીંજર કોઈ પુરુષનું જ છે. પોલીસે હાડપીંજરનું સેંપલ અહીંની એફએસએલ લેબમાં મોકલ્યું છે, અને બે ત્રણ દિવસમાં તેનો અહેવાલ મળી શકે છે. પોલીસે મૃતક ટેક્નિશિયનના ભાઈની ફરિયાદ પર પત્ની વિરુદ્ધ 302 તેમજ 201 હેઠળ કેસ નોંધાવ્યો છે.
આખો મામલો કંઈક આમ ઘટ્યો હતો
લગભગ દોઢ-બે વર્ષ પહેલાં હરિયાણાના પાણીપતનો રહેવાસી ટેક્નિશિયન ગાયબ થઈ ગયો હતો. ત્રણ મહિના બાદ પત્ની ગીતાએ તેના ગુમ થવાની ફરિયાદ નોંદાવી હતી. ગત શુક્રવારે ગીતા તેમજ તેનો ભત્રિજો જ્યારે ઘરમાં ટોયલેટ માટે ખાડો ખોદાવી રહ્યા હતા ત્યારે ભત્રીજાની નજર એક ખોપડી પર પડી. જે જોઈને ભત્રીજો ડરી ગયો અને તેણે ઘરે જઈને આખી વાત પોતાના પિતાને કરી.
મૃતકનો ભાઈ પોતાના દીકરાની વાત સાંભળીને પોતાની પત્ની તેમજ ભાઈઓ સાથે ત્યાં પહોંચી ગયો પણ ત્યાં સુધી મૃતકની પત્ની ગીતા હાડપીંજરને બીજા ખાડામાં દાટી ચૂકી હતી. તેમણે બળજરી પૂર્વક તે ખાડો ખોદ્યો અને અંદરથી તેમને માણસનું હાડપીંજર મળ્યું. મૃતકના ભાઈઓએ તરત જ પોલીસને જાણકારી આપી દીધી. અને ત્યાર બાદ આખીએ હકીકત બહાર આવી હતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "હાય રે આવી પત્ની! દોઢ વર્ષથી ગાયબ ટેક્નિશિયનનું એના જ ઘરમાંથી હાડપિંજર મળતા ચકચાર, પત્નીનું ષડયંત્ર જાણીને તમારા ઉડી જશે હોંશ"
ટિપ્પણી પોસ્ટ કરો