હીંગની ખેતી પ્રથમવાર થશે ભારતમાં, જાણો શા માટે હીંગનો ઉપયોગ ખોરાકમાં કરવામાં આવે છે…
તીવ્ર ગંધ અને નાનકડા કાંકરા જેવી દેખાતી હીંગ ખૂબજ થોડા પ્રમાણમાં પણ તમારા ખોરાકનો સ્વાદ બદલી નાખે છે. ભારતના દરેક રસોડામાં હીંગ હોવી ખૂબ જરૂરી છે. હીંગનો ઉપયોગ સમગ્ર ભારતમાં મોટા પ્રમણમાં કરવમાં આવે છે. જો કે ઘણા લોકો હીંગની ગંધને પસંદ નથી કરતા હોતા પણ તે પાચન માટે ખૂબ જ સારી હોય છે.
હીંગને સૂર્ય પ્રકાશથી દૂર એરટાઇટ ડબ્બામાં રાખવામાં આવે છે. અચાનક હીંગની ચર્ચા એટલા માટે શરૂ થઈ ગઈ છે કારણ કે હિમાચલ પ્રદેશમાં હીંગની ખેતી શરૂ કરવામા આવી છે. કાઉન્સિલ ફોર સાઇન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચનુ કહેવું છે કે એવું પહેલી વાર થયું છે કે ભારતમાં હીંગની ખેતી થઈ રહી છે. સીએસઆઈઆર એ પાલમપુર સ્થિત ઇન્સ્ટીટ્યૂટ ઓફ હિમાલયન બાયોરિસોર્સ ટેક્નોલોજીએ
સેમવારથી ખેતી શરૂ કરવાની જાહેરાત કરી છે. હિમાચલના લાહૌલ સ્પિતી ક્ષેત્રમાં હીંગની ખેતી શરૂ કરવામાં આવી છે. સીએસઆઈઆરના ડીરેક્ટર શેખર માંદેનો દાવો છે કે ભારતમાં પહેલીવાર હીંગની ખેતી કરવામા આવી રહી છે.
Historic day as Asafoetida cultivation starts in India for the first time. Despite essential ingredient of most Indian cuisine, it’s all imported. Thanks to @CSIR_IHBT this is going to change.@AgriGoI @CSIR_IND @icarindia pic.twitter.com/i49Onw9SFH
— Shekhar Mande (@shekhar_mande) October 17, 2020
શું ખરેખર ભારતમા હીંગની ખેતી કરવી ખૂબ મુશ્કલે છે ? જો ભારતમાં હિંગની ખેતી નથી થતી તો હિંગ ભારતમાં આવે છે ક્યાંથી અને તે પણ આટલા મોટા પ્રમાણમા.
ભારતમાં હિંગ ક્યાંથી આયાત થાય છે ?
ભારતમાં હીંગની ઉપજ નથી થતી પણ ભારતમાં તેનો ઉપયોગ મોટા પ્રમાણમાં થાય છે. એક અનુમાન પ્રમાણે વિશ્વમાં ઉત્પન્ન થતી હીંગનો 40 ટકા ભાગ ભારત વાપરે છે. ભારતમાં ઉપયોગમાં લેવાતી હીંગ ઇરાન,અફ્ઘાનિસ્તાન અને ઉઝ્બેકિસ્તાન જેવા દેશોમાંથી આયાત થાય છે. કેટલાક વેપારીઓ કઝાકીસ્તાનથી પણ હીંગ મંગાવે છે. અફઘાનિસ્તાનથી આવતી હીંગની માંગ ભારતમાં સૌથી વધારે હોય છે.
સીએસઆઈઆરના જણાવ્યા પ્રમાણે ભારતમાં દર વર્ષે 1200 ટન હીંગ આ દેશોમાંથી 600 કરોડ રૂપીયાના ખર્ચે આયાત કરવામા આવે છે. માટે જો ભારતમાં હીંગની ઉપજ સફળ રહી તો જેટલા પ્રમાણમાં હિંગની આયાત કરવામાં આવે છે તેમાં ઘટાડો થશે અને તેની કીંમત પણ ઘટશે. જો કે હીંગનું ઉત્પાદન તેટલુ સરળ નથી.
શા માટે હિંગ આટલી મોંઘી હોય છે ?
હીંગનો છોડ ગાજર અને મૂળાની શ્રેણીમાં આવે છે. ઠંડા અને શુષ્ક વાતાવરણમાં તેનું ઉત્પાદન સારું થાય છે. આખા વિશ્વમા હિંગના લગભગ 130 પ્રકાર છે. તેમાંથી કેટલીક પંજાબ, કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં ઉત્પન્ન થાય છે પણ તેની મુખ્ય જાતિ ફેરુલા એસાફોઇટીડા ભારતમાં નથી ઉપજતી. સીએસઆઈઆર જે બીજની મદદથી હીંગની ખેતી કરી રહ્યું છે તે ઇરાનથી મંગાવવામાં આવ્યું છે.
દિલ્લી સ્થિત નેશનલ બ્યૂરો ઓફ પ્લાંટ જેનેટિક રિસોર્સિસ ઇરાન પાસેથી હીંગની નવ જાતિ મંગાવી છે. આઈસીએઆર-એનબીપીજીઆરે એ સ્પષ્ટતા કરી છે કે ત્રિસ વર્ષમા પહેલીવાર હીંગના આ બીજને
ભારતમાં લાવવામાં આવ્યું છે.
પણ છોડવા વાવવાનો અર્થ એ નથી થતો કે તેમાંથી હીંગ પણ ઉત્પન્ન થશે. જો કે બીજ વાવ્યા બાદ ચારથી પાંચ વર્ષ વાસ્તવિક ઉપજ મેળવવામાં લાગશે. એક છોડમાંથી લગભગ અરધો કીલો હીંગ નીકળે છે અને તેમાં લગભઘ ચાર વર્ષનો સમય લાગે છે. માટે હીંગની કીંમત આટલી વધારે હોય છે. હીંગની કીંમત તેના પર પણ નિર્ભર કરે છે કે તેને કેવી રીતે ઉત્પન્ન કરવામાં આવે છે. ભારતમાં શુદ્ધ હીંગની કીંમત હાલ લગભગ 35થી 40 હજાર રૂપિયા છે. માટે સીએસઆઈઆરના વૈજ્ઞાનિકોને લાગે છે કે જો હીંગની ખેતીમાં સફળતા મળશે તો ખેડૂતોને ખૂબ લાભ થશે.
હીંગનું ઉત્પાદન કેવી રીતે થાય છે ?
હીંગ ફેરુલા એસાફોઇટીડાના મૂળમાંથી નકળેલા રસથી તૈયાર કરવામા આવે છે પણ તે તેટલુ સરળ નથી. એક વાર જ્યારે મૂળિયાથી રસ નિકાળી લેવામા આવે ત્યારે હીંગ બનાવવાની પ્રક્રિયા શરૂ થાય છે. સ્પાઇસીસ બોર્ડની વેબસાઇટ પ્રમાણે બે પ્રકારની હીંગ હોય છે – કાબુલી સફેદ હીંગ અને લાલ હીંગ. સફેદ હીંગ પાણીમાં પીગળી જાય છે જ્યારે લાલ તેમજ કાળી હીંગ તેલમાં ઓગળે છે.
કાચી હીંગની ગંધ અત્યંત તીવ્ર હોય છે માટે તેને ખાવાલાયક નથી માનવામા આવતી. હીંગને ખાવા લાયક બનાવવા માટે તેમાં ગુંદર તેમજ સ્ટાર્ચ ભેળવીને તેમાંથી નાના-નાના ટુકડા તૈયાર કરવામાં આવે છે. વેપારીઓનું કહેવું છે કે હીંગની કીંમત એ વાત પર પણ નિર્ભર કરે છે કે તેમાં શું મેળવવામાં આવ્યું છે. હીંગ પાઉડર પણ મળે છે. દક્ષિણ ભારતમાં હીંગને પકવવામાં આવે છે અને તે પાકેલી હીંગના પાઉડરનો ઉપયોગ મસાલામાં કરવામાં આવે છે.
ભારતમાં હીંગ કેવી રીતે આવી ?
કેટલાક લોકોનું કહેવું છે કે હીંગ મુઘલ કાળ દરમિયાન ભારત આવી કારણ કે ઇરાન અને અફઘાનિસ્તામાં તે થતી હતી. પણ દસ્તાવેજો દ્વારા એ જાણવા મળે છે કે હીંગ મુઘલોના આવ્યા પહેલાં જ ભારતમાં વપરાતી આવી છે. સંસ્કૃતમાં તેને હીંગુના નામથી ઓળખવામાં આવે છે.
ઇન્ડિયન સ્ટડી સેન્ટરનું કહેવું છે કે એવી શક્યતા છે કે કેટલીક જનજાતિઓ ઇરાનથી હીંગને ભારતમાં લઈને આવી હોય. તેને લઈ સંશોધન ચાલી રહ્યું છે. હીંગ આ જનજાતિઓના ખાનપાનની આદતના કારણે ભારતમાં આવી હોય તેવું બની શકે છે. શરૂઆતમા હીંગ ઇરાન અને અફ્ઘાનિસ્તાનથી આવતા વેપારીઓ દ્વારા ભારતના લોકો તેને મંગાવતા હશે. અને તે જ રીતે તે દક્ષિણ ભારતમાં પણ વાપરવામાં આવતી હશે.
આયુર્વેદમાં હીંગનું મહત્ત્વ
આયુર્વેદમાં હીંગનું ઘણું મહત્ત્વ છે. આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે હીંગ શરીરમાં વાત અને કફને ઠીક કરે છે પણ તે શરીરમાં પિત્તના સ્તરને વધારે પણ છે. તે ગરમ હોય છે અને ભૂખને વધારે છે. તે સ્વાદ વધારનારી છે પણ જે લોકોનો સ્વાદ જતો રહ્યો હોય તેઓ પાણીમાં હીંગ ભેળવીને પી શકે છે. આયુર્વેદમાં સૌથી જુનુ પુસ્તક ચરક સંહિતા છે. તેમાં પણ હીંગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે માટે એટલું તો નક્કી જ છે કે હીંગનો ઉપયોગ ઇ.સ પૂર્વે ભારતમાં થતો આવ્યો છે.
હીંગ એક પાચક છે, તે પાચનમા સહાયક છે. તેના ઉપયોગથી ગેસની સમસ્યા ઓછી થાય છે. બીજી બાજુ ભારતના ખોરાકમાં સ્ટાર્ચ અને ફાયબરનુ પ્રમાણ વધારે હોય છે માટે હિંગ વધારે ઉપયોગિ સાબિત થઈ છે.
શા માટે ભારતીયો હીંગનો આટલો બધો ઉપયોગ કરે છે ?
દિલ્લીનું ખારી બાવલી એશિયાનું સૌથી મોટું મસાલા માર્કેટ છે. અહીંની એક ગલીમાં તો માત્રને માત્ર હીંગની જ ગંધ આવતી હોય છે. જો કે આ બજારમાં અસલી હીંગ શોધવી એ અઘરું કામ છે. અને અહીંની માર્કેટમાં હીંગના ઢગલા જોઈ તમને થશે ભારતના લોકો આટલી બધી હીંગ ખાય છે. જો કે કેટલાક લોકો છે જેઓ હીંગનો ઉપયોગ નથી કરતાં પણ કેટલાક લોકોના ખોરાકમાં હિંગ એ એક અભિન્ન ભાગ છે. ડુંગળી, લસણ વાળા ખોરાક, વિવિધ પ્રકારના દાળના વઘાર વેગેરમાં હીંગનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવે છે.
માત્ર ભારતમાં જ નહીં પણ પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને અરબના દેશોમાં પણ હીંગનો ઉપયોગ ખોરાક તેમજ દવા તરીકે કરવામા આવે છે. કેટલાક લોકોને હીંગની ગંધ નથી ગમતી હોવાથી તેને ડેવિલ્સ ડંગ પણ કહેવાય છે. જો કે તેને વઘારમાં ઉમેરવથી તેની ગંધ ઓછી થઈ જાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "હીંગની ખેતી પ્રથમવાર થશે ભારતમાં, જાણો શા માટે હીંગનો ઉપયોગ ખોરાકમાં કરવામાં આવે છે…"
ટિપ્પણી પોસ્ટ કરો