નદીમાં ડૂબી રહી હતી યુવાન છોકરી ત્યાં દેવદૂત બનીને આવ્યો વૃદ્ધ ખેડૂત અને પછી જે થયું તે….
દિવસો સારા પણ આવે છે અને ખરાબ પણ, સમય ક્યારેક સાથ આપે છે, તો ક્યારેક નથી. કેટલીકવાર આપણે સમય પ્રમાણે ચાલીએ છીએ, તો ક્યારેક આપણા પુ્રમાણે સમય ચાલે છે. કેટલીકવાર આપણે કોઈની ઉપર મહેરબાની કરીએ છીએ તો ક્યારેક કોઈ આપણા પર મહેરબાની કરે છે. આજની આ ઘટના પણ કઈક આવી જ છે. આ વાંચ્યા પછી, ઉંચ, નીચ અને જાતિ કરતા વધુ મોટો ધર્મ માનવધર્મ જ લાગવા લાગશે. આ ઘટના ભોજપુર મધ્યપ્રદેશની છે. એક દિવસ યદુનાથ બેતવા નદીના કાંઠે તેના ખેતરોમાં કામ કરી રહ્યો હતો. ત્યારે જ તેના કાનમાં કોઈ ચીસો પાડી રહ્યું તેઓ અવાજ શંભળાયો. યદુનાથ વૃદ્ધ માણસ હતા. તેણે આસપાસ જોયું પણ કાંઈ જોવા મળ્યું નહીં. યદુનાથ ફરી પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા. આ ફરીથી કોઈની ચીસો શંભળાવા લાગી.
યદુનાથ કંઈ પણ વિચાર્યા વગર બેતવામાં કૂદી ગયો
યદુનાથે આમ તેમ જોયું પણ કોઈ જોવા મળ્યું નહીં. અચાનક તેની નજર બેટવા નદી તરફ ગઈ ત્યારે તેના હોશ ઉડી ગયા. તેણે જોયું કે કોઈ નદીમાં ડૂબી રહ્યું છે. યદુનાથ નદીથી પચાસ પગથિયા દૂર કામ કરી રહ્યો હતો. તેથી તે ડૂબનાર પાસે દોડીને ગયો અને જોયું કે કોઈ છોકરી ડૂબી રહી છે. યદુનાથ કંઈ પણ વિચાર્યા વગર બેતવામાં કૂદી ગયો. જોકે યદુનાથ ખૂબ જ વૃદ્ધ હતા, પરંતુ તે હિંમત હાર્યો નહીં, તેણે છોકરીને બહાર કાઢી, પરંતુ તે પોતે જ એટલા થાકી ગયા હતા કે તેણે બાળકીને તો બચાવી લીધી, પરંતુ તે પોચે બેતવા નદીના વહેણમાં તણાઈ ગયા. ત્યાં સુધીમાં ઘણા લોકો ત્યાં આવી ગયા હતા અને યદુનાથને બહાર કાઢવામાં આવ્યા, પરંતુ યદુનાથ હવે આ દુનિયામાં રહ્યા નહોતા. લોકો યુવતી અને યદુનાથને લઈને હોસ્પિટલ પહોંચ્યા.
યદુનાથને ડોકટરોએ મૃત જાહેર કર્યા
હોસ્પિટલમાં બાળકી તો બચી ગઈ પરંતુ યદુનાથને ડોકટરોએ મૃત જાહેર કર્યા. યદુનાથના ઘરના લોકોને જાણ કરવામાં આવી હતી. યદુનાથનો એક છોકરો 5-6 વર્ષનો હતો અને તેની પત્ની. તે બંનેની રડવાથી હાલત ખરાબ થઈ ગઈ હતી, કારણ કે યદુનાથ જ ઘરમાં કમાવવા વાળો વ્યક્તિ હતો. યદુનાથના છોકરાનું નામ રોહિત વર્મા હતું. તે સમયે આ સમાચારને ટાઇમ ઓફ ઈન્ડિયા સહિતના ઘણા સમાચાર પત્રોએ પ્રકાશિત કર્યા હતા છોકરી પણ આ બધું જોઈને રડી પડી હતી. યુવતીએ તેનું નામ અંજલિ તિવારી જણાવ્યું હતું અને તેણે એમ પણ કહ્યું હતું કે મારી અને મારી માતાની બોલાચાલીથઈ હતી. તેથી જ હું ડૂબીને મરી જવા માંગતી હતી. હવે બધા લોકોએ તે છોકરીને અપમાનિત કરવાનું શરૂ કર્યું અને તેને યદુનાથના મૃત્યુ માટે જવાબદાર ગણવા લાગ્યા.
અંજલિ યદુનાથના મૃત્યુ માટે પોતાને જવાબદાર માનતી
આ સમયે કોઈએ અંજલિના માતા-પિતાને આ વાતની જાણ કરી અને તેઓ પણ હોસ્પિટલમાં આવી ગયા. જ્યારે તેને આખી વાર્તા ખબર પડી ત્યારે તેના હોશ ઉડી ગયા હતા. તેઓ પણ યદુનાથ જેવા હિંમતવાન વ્યક્તિ માટે આંસુ વહાવા માંડ્યા. યદુનાથની લાશ તેના ઘરના વ્યક્તિઓને આપી દેવામાં આવી અને તેનું કર્મકાંડ અંજલિના પિતાએ કર્યું હતી. યદુનાથ એક ગરીબ ખેડૂત હતો અને જેમ તેમ કરીને તેના પરિવારનું ગુજરાન ચલાવી અને તેના દિકરા રોહિતને ભણાવતો હતો. અંજલિ યદુનાથના મૃત્યુ માટે પોતાને જવાબદાર માનતી હતી. અંજલિ પણ તેના પિતા અશોક તિવારીની એકમાત્ર સંતાન હતી. અશોક તિવારી પણ ભોજપુરથી થોડે દૂર રેસલપુર ગામનો રહેવાસી હતો.
અંજલિએ રોહિત અને તેની માતા માટે એક નાનું મકાન લીધું
અંજલિ રાજીવ ગાંધી ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતી હતી. અંજલિનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી, તેને બેંગ્લોરની ટેક્સ્ટ્રોન ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની એક ખૂબ મોટી કંપનીમાં નોકરી મળી ગઈ. યદુનાથના મૃત્યુના 7 વર્ષ પછી, અંજલિ સીધી બેંગ્લોરથી ભોજપુર ગઈ અને યદુનાથના પુત્ર રોહિત અને તેની પત્નીને મળી. અને અંજલિ તે બંન્નેને લઈને બેંગ્લોર પાછી ફરી અંજલિએ રોહિત અને તેની માતા માટે એક નાનું મકાન લીધું જેમાં તે પણ રહેવા લાગી અને રોહિતને ભણાવવા લાગી. આજે અંજલિ તિવારી અને રોહિત વર્મા બોમ્બેની એક મોટી કંપનીમાં કામ કરે છે. આ સિવાય અંજલિ અને રોહિતનો પરિવાર એક જ મકાનમાં રહે છે. આજે પણ અંજલિ તેની ભૂલ ભૂલી શકી નથી જેના કારણે રોહિતના પિતાનું મોત નીપજ્યું હતું.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "નદીમાં ડૂબી રહી હતી યુવાન છોકરી ત્યાં દેવદૂત બનીને આવ્યો વૃદ્ધ ખેડૂત અને પછી જે થયું તે…."
ટિપ્પણી પોસ્ટ કરો