એડિટીંગનો જોરદાર કમાલ, બદલાઇ ગયું બધું જ, એમાં ખાસ જોજો ઐશ્વર્યા અને કરિનાની બદલાયેલી તસવીર
અદ્દભુત એડીટીંગ: જયારે કરીના કપૂર ખાન બની ગઈ સૈફ અલી ખાન અને અભિનેતા રણવીર સિંહ બની ગયા અભિનેત્રી દીપિકા પાદુકોણ, એડીટીંગની મદદથી બધું જ બદલાઈ ગયું.

એકબીજા પર ગયા છે..
બોલીવુડ સ્ટાર્સના ચહેરાઓની અદલા બદલી થવાથી વસ્તુઓને ઘણા ખરા અંશે મજેદાર બનાવી શકાય છે, આ MSM Edits એ આમ કરીને પોતાની સર્જનાત્મકતાને સાબિત કરી દીધી છે. આવા જ કેટલાક કમાલના એડીટીંગ ફોટોસ જોઇને આપને પણ હસવું આવી જશે…
-શુંનું શું થઈ ગયું જોતા જોતા…

આ ફોટોમાં આપ પ્રિયંકા ચોપડા અને નિક જોનસને જોઈ શકો છો પરતું આપ જોઈ શકો છો કે, નિક જોનાસના શરીર પર અભિનેત્રી પ્રિયંકા ચોપડાનો ફેસ જોવા મળી રહ્યો છે જયારે પ્રિયંકા ચોપડાના શરીર પર તેમના પતિ નિક જોનાસનો ફેસ જોવા મળી રહ્યો છે. ખરેખરમાં આ ફોટો ખુબ જ મજેદાર લાગી રહ્યો છે.
-સમજી તો ગયા જ હશો..

આપ આ ફોટામાં અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચન એકસાથે જોવા મળી રહ્યા છે. MSM Edits દ્વારા આ ફોટામાં અભિષેક બચ્ચનના બોડી પર ઐશ્વર્યા રાયનો ચહેરો જોવા મળી રહ્યો છે જયારે અભિષેક બચ્ચનનો ચહેરો ઐશ્વર્યા રાયના સાડીવાળા ગેટઅપ સાથે જોવા મળી રહ્યો છે. ખરેખરમાં આ ફોટો ઘણો મજેદાર છે.
-ક્યોંકી પ્યાર તો પ્યાર હોતા હૈ…

બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં હાલમાં જ ચર્ચામાં રહેતું કપલ મલાઈકા અરોડા અને અર્જુન કપૂર. આ ફોટોમાં અર્જુન કપૂરની મસ્ક્યુલર બોડી પર મલાઈકા અરોડાનો ચહેરો મુકવામાં આવ્યો છે અને મલાઈકા અરોડાની સ્લિમ એન્ડ ફિટ બોડી પર અર્જુન કપૂરનો સ્માર્ટ ફેસ જોવા મળી રહ્યો છે. આ ફોટોમાં બંને ઘણા મજેદાર જોવા મળી રહ્યા છે.
-આમ તો એમાં નવાઈ તો લાગવી જોઈએ નહી…

આપ આ ફોટોમાં બોલીવુડ ઇન્ડસ્ટ્રીના ચર્ચિત કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્ન અંદાજીત બે વર્ષ થઈ ગયા છે ત્યારે લગ્ન પછી ધીરે ધીરે અભિનેત્રી દીપિકા પાદુકોણ પર પોતાના પતિ અભિનેતા રણવીર સિંહનો રંગ ચઢી રહ્યો હોય તેમ જોઈ શકાય છે. આ ફોટોમાં રણવીર સિંહ- દીપિકા પાદુકોણના ફોટોમાં એકબીજાના ચહેરાને બદલી દેવામાં આવ્યા છે આ ફોટોમાં રણવીર સિંહ દીપિકાના સાડી લુકમાં જોવા મળી રહ્યા છે જયારે દીપિકા રણવીરના લુકમાં જોવા મળી રહી છે.
-કોણ એને અડ્યું છે…

શાહિદ કપૂર અને કિયારા અડવાણીનો આ ફોટો ખરેખરમાં ફિલ્મ ‘કબીર સિંહ’ના એક સીનનો ફોટો છે જેમાં શાહિદ કપૂર બાઈક ચલાવતા હોય છે અને કિયારા અડવાણી બેક સીટ પર બેઠી હોય છે જયારે આપ આ ફોટોમાં જોઈ શકો છો કે, કિયારા અડવાણી બાઈક ચાલવી રહી છે જયારે શાહીદ કપૂર પાછળ બેઠા છે.
-દેખા જો તુઝે યાર, દિલ મેં બજી ગિટાર..

જેનેલિયા ડિસોઝા અને રીતેશ દેશમુખના આ ફોટોને એડિટ કરવામાં આવ્યો છે. આ ફોટોને એડિટ કરીને રીતેશ દેશમુખના સ્માર્ટ ફેસને જેનેલિયાના સાડી લુક સાથે બતાવવામાં આવ્યો છે જયારે જેનેલિયાના બ્યુટીફૂલ ફેસને રીતેશ દેશમુખના શરીર સાથે બતાવવામાં આવ્યું છે.
-બસ કરો બહુ થઈ ગયું..

આપ આ ફોટોમાં બચ્ચન પરિવારના સેલેબ્સને જોઈ શકો છો. આપ આ ફોટોમાં જોઈ શકો છો કે, ઐશ્વર્યા રાય બચ્ચનના સાડી લુક પર અમિતાભ બચ્ચનનો ચહેરો મુકવામાં આવ્યો છે જયારે અમિતાભ બચ્ચનના સુટવાળા લુક પર ઐશ્વર્યા રાય બચ્ચનનો ફેસ મુકવામાં આવ્યો છે જયારે અભિષેક બચ્ચનનો ફેસ જયા બચ્ચનના લુક સાથે જોવા મળે છે જયારે જયા બચ્ચનનો ફેસ અભિષેક બચ્ચનના લુક સાથે જોવા મળી રહ્યો છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "એડિટીંગનો જોરદાર કમાલ, બદલાઇ ગયું બધું જ, એમાં ખાસ જોજો ઐશ્વર્યા અને કરિનાની બદલાયેલી તસવીર"
ટિપ્પણી પોસ્ટ કરો