હિમાલયથી લઈને દિલ્હી સુધી આવશે ક્યારેય જોયો ના હોય તેવો ભૂકંપ, સૌથી મોટી આગાહી થતાં હાહાકાર મચી ગયો
હાલમાં એક તરફ કોરોનાએ બધાને પાયમાલ કરી નાંખ્યા તો બીજી તરફ વરસાદે પણ ભારે નુકસાન કરાવ્યું. ત્યારે હવે ફરી એક ગંભીર આશંકા વ્યક્ત કરવામાં આવી છે અને મોટી મુસીબત આવવાની શક્યતા છે. હિમાલયથી લઈને રાજધાની દિલ્હી સુધી ભયાનક ભૂકંપ આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હિમાલયની પર્વતમાળાઓમાં આવનાર સમયમાં એક પછી એક અનેક ભિષણ ભૂકંપ આવી શકે છે જેની તિવ્રતા 8 કે તેનાથી પણ વધારે રિક્ટર સ્કેલની હોઈ શકે છે.

સૌથી મોટી બીક એ છે કે આ ભૂકંપમાં એટલી હદે લોકોના મોત થઈ શકે છે જેટલા અગાઉ કોઈ પણ ભૂકંપના થયા નહીં હોય. હિમાલયથી લઈને રાજધાની દિલ્હી સુધી ભયાનક ભૂકંપ આવવાનું મહત્વનું કારણ આ વિસ્તારમાં સઘન વસ્તી હશે. આ ચેતવણી તાજેતેરમાં હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં આપવામાં આવી છે. આ અભ્યાસમાં જિયોલોજિકલ , હિસ્ટોરિકલ અને જિયોફીઝિકલ ડેટાની સમીક્ષા કરીને ભવિષ્યવાણી કરવામાં આવી છે.

આ અભ્યાસમાં નિષ્ણાંતોએ દાવો કર્યો છે કે, એ વાતમાં કોઈ વાતમાં શંકાને કોઈ સ્થાન નથી કે આટલો ભયાનક ભૂકંપ આપણા જીવનકાળમાં ક્યારેય નહીં આવ્યો હોય. ઓગસ્ટ મહિનામાં સેસ્મોલૉજિકલ રિસર્ચ લેટર્સમાં પ્રકાશિત સમીક્ષામાં મૂળભૂત ભૂગર્ભીય સિદ્ધાંતોનો ઉપયોગ કરીને પૂર્વ ઐતિહાસિક ભૂકંપોને આકાર અને સમયનું આકંલન કરીને તથા ભવિષ્યમાં આવનાર મોટા ખતરા વિષે અનુમાન લગાવતા આ વાત બહાર આવી છે.

આ રિચર્સમાં તેમ પણ કહેવામાં આવ્યું છે કે ભવિષ્યમાં હિમાલય પર્વતમાળામાં આવનાર ભૂકંપ 20મી સદીનો અલેઉટિયન સબડક્શન ઝોનમાં આવેલા ભૂકંપની સમાન હશે. જેનો વિસ્તાર અલાસ્કાની ખાડીથી દૂર પૂર્વ રશિયાના કામચટકા સુધી રહેશે. અધ્યયનની લેખિકા સ્ટીવન જી વેસ્નૌસ્કીએ જણાવ્યું હતું કે, સમગ્ર હિમાલય પર્વતમાળાઓ, પૂર્વમાં આવેલા અરુણાચલ પ્રદેશથી લઇને પશ્ચિમમાં પાકિસ્તાન સુધી વિસ્તારોમાં મોટા ભૂકંપ આવી શકે છે. ભૂગર્ભ વિજ્ઞાનના પ્રોફેસર તથા અમેરિકામાં રેનો સ્થિત નેવાડા વિશ્વવિદ્યાલયમાં સેન્ટર ફોર નિયોટેક્ટોનિક સ્ટડીઝના નિર્દેશક વેસ્નૌસ્કી કહ્યું હતું કે, આ ભૂકંપ ફરીથી આવશે તેમાં કોઇ આશ્ચર્યની વાત નથી.

સિસ્મોલોજિસ્ટ અને ભારતીય વિજ્ઞાન શિક્ષણ અને સંશોધન સંસ્થાના અધ્યાપક, સુપ્રિયો મિત્રાએ જણાવ્યું હતું કે, આ અભ્યાસ અગાઉ કરેલા અભ્યાસ જેવો જ છે. અભ્યાસ મુજબ હિમાલયમાં ખામી સર્જાતાં આઠથી વધુ તીવ્રતાના ભૂકંપ આવી શકે છે. સ્નાસ્કીએ કહ્યું હતું કે, નેપાળ અને ભારત જેવા દેશોના ચંદીગઢ, દેહરાદૂન અને કાઠમાંડુ જેવા મોટા શહેરો હિમાલયના ભૂકંપના અસર ધરાવતા વિસ્તારની નજીક છે. તેમણે કહ્યું હતું કે, આવા મોટા ભૂકંપના અવકાશમાં હિમાલય સમેત દેશની રાજધાની દિલ્હીને પણ હચમચાવી મૂકવા સક્ષમ છે.

આ કોરોના કાળમાં માર્ચ મહિનામાં જ લોકડાઉનના સમયમાં દિલ્હી સમેત ગ્રેટર નોઈડામાં વારંવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બરાબર ત્યારે જ આ રિસર્ચ મુજબ દિલ્હી તેવા વિસ્તારોમાંથી એક છે જ્યાં મોટા ભૂંકપના આંચકા આવી શકે છે. ત્યારે હાલમાં આ આગાહી પછી લોકોમાં કાયદેસરનો ફફડાટ જોવા મળી રહ્યો છે અને લોકો થરથર ધ્રુજી રહ્યા છે તેમજ 2020ના વર્ષ પર ફિટકાર વરસાવી રહ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું છે કે આ આફત આવે છે કે ટળી જાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "હિમાલયથી લઈને દિલ્હી સુધી આવશે ક્યારેય જોયો ના હોય તેવો ભૂકંપ, સૌથી મોટી આગાહી થતાં હાહાકાર મચી ગયો"
ટિપ્પણી પોસ્ટ કરો