Alert: તમારી બેન્ક ડિટેલ્સથી લઈને તમારી દરેક ખરીદી પર બાજ નજર રાખી રહ્યું છે ગૂગલ, જાણો અને ખાસ રાખજો હવેથી ધ્યાન નહિં તો..
વર્તમાન સમયમાં બહુ ઓછા લોકો હશે જે ગૂગલના નામથી પરિચિત ના હોય. એમ માનો કે ગૂગલ અત્યારે દરેકના જીવનનનો એક પાર્ટ બની ગયું છે. 20 વર્ષ પહેલાંની વાત છે. જ્યારે ઘણા લોકોએ કમ્પ્યૂટરના વેબ બ્રાઉઝર પર Google.com પ્રથમ વખત ટાઈપ કર્યું હશે. પેજ લોડ થયા બાદ સ્ક્રીન પર એક સર્ચ બાર અને બટન જોવા મળતું હતું. ત્યાં જે સર્ચ કરવાનુ હોય તેને ટાઈપ કરી સર્ચ બટન પર ક્લિક કરવાનું હતું. ત્યારબાદ નીચેની તરફ તેને સંબંધિત પરિણામની લિંક આવતી હતી. તેમાં એ લિંક પણ હતી, જેમાં આપણને તેની જરૂર હોય છે.
યુઝર્સ પણ હવે ગૂગલના કન્ટ્રોલમાં

ગૂગલના આ સમયગાળા દરમયિાન તેને અલ્ટાવિસ્ટા, યાહૂ અને લાઈકોસનો સામનો કરવો પડતો હતો. ત્યારે કહી શકાય કે ગૂગલ તેની ઓળખ બનાવવાના પ્રયાસમાં હતી. જોકે, ગૂગલ ઝડપી અને સચોટ સર્ચિંગના દમ પર સતત આગળ આવી. હવે 20 વર્ષ બાદ કહાણી સંપૂર્ણ બદલાઈ ગઈ છે. સર્ચ એન્જીનનો ક્રાઉન ગૂગલને શિરે ચડ્યો છે, હવે તેના યુઝર્સ પણ તેને કન્ટ્રોલમાં છે. આ વાત એટલા માટે કહેવામાં આવી રહી છે કારણ કે ગૂગલની ટેક્નોલોજીએ સામાન્ય માણસની આખી લાઈફ બદલી નાખી છે. તે માત્ર તમારા જીમેલ અકાઉન્ટથી તમારી પસંદ-નાપસંદ, સૂવા-જાગવાનો સમય, ખાનપાન જ નહિ બલકે તમારા ખર્ચા સુધીની તમામ વાતો જાણે છે.
યુઝરની એક્ટિવિટીને ટ્રેક કરે છે

તમારા પાસે એન્ડ્રોઈડ સ્માર્ટફોન છે તો તેમાં એપ્સના એક્સેસ માટે જીમેલ અકાઉન્ટની આવશ્યકતા રહેશે. જીમેલ આઈડી પ્લે સ્ટોર, યુટ્યુબ, મેપ્સ, ફોટોઝ, કેલેન્ડર, કોન્ટેક્ટ્સ સહિતની તમામ એપ્સ પર કામ કરે છે. ગૂગલ આ જ આઈડીથી તમને ટ્રેક કરે છે.
આજકાલ ઘણી ટેક કંપનીઓ AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહી છે. આ એવી ટેક્નોલોજી છે જે યુઝરની એક્ટિવિટીને અલગ અલગ પ્લેટફોર્મ પર ટ્રેક કરે છે, ત્યારબાદ તેની પસંદ અને નાપસંદનો ડેટા તૈયાર કરે છે.
તમે જોયેલા દરેક વીડિયોની માહિતી ગૂગલ પાસે
હવે તમે માની લો કે યુઝરે [email protected] નામથી આઈડી બનાવ્યું અને ફોન પર લોગઈન કર્યું. હવે તે યુટ્યુબ જોશે. ત્યારે યુઝરે કયો વીડિયો જોયો, કેટલા સમય સુધી જોયો, કયો વીડિયો જલ્દી બંધ કર્યો. તે આઈડીથી વીડિયો એક્ટિવિટીને ટ્રેક કરવામાં આવે છે. જ્યારે યુઝર [email protected] આઈડીથી કોઈ ફોન અથવા PC પર લોગ ઈન કરશે તો તેને પંસદ હોય તેવા વીડિયો યુટ્યુબ પર જોવા મળશે. જેવું તમારી સાથે થાય છે.
તમારા પડછાયાની જેમ પીછો કરે છે ગૂગલ
આ જ રીતે ગૂગલ મેપ્સની મદદથી [email protected] આઈડીવાળો યુઝર ક્યાંય પણ જાય છે તો ગૂગલ પાસે તેનો ડેટા હોય છે. જેમ કે મહિનામાં યુઝરે કઈ કઈ હોટેલ્સ વિઝિટ કરી? કઈ શૉપ પર ગયો? કઈ જગ્યાએ ટ્રાવેલ કર્યું? આ સહિતની અનેક માહિતી AIની મદદથી ગૂગલ પાસે રહે છે. તમે એક વાત ધ્યાનમાં દોરી હશે કે જ્યારે પણ તમે કોઈ ઈ-કોમર્સ વેબસાઈટ પર કોઈ પ્રોડક્ટ સર્ચ કરી હશે તો તે પ્રોડક્ટ અન્ય વેબસાઈટ પર પણ જોવા મળે છે. તે પણ તમારી એક્ટિવિટીનો પાર્ટ છે. જ્યારે તે પ્રોડક્ટ વાંરવાર તમારી સામે આવશે તો બની શકે તમે તેની ખરીદી કરી લો. My Google Activity પર જઈને તમે તમામ હિસ્ટ્રી જોઈ શકો છો. અર્થાત તમે કેવા વીડિયો જોયા, કેવા સમાચારો વાંચ્યા, ગૂગલ સર્ચ એન્જીન પર શું સર્ચ કર્યું, કઈ એપ્સ ડાઉનલોડ કરી વગેરે.
વોઈસ કમાન્ડ ગૂગલ પાસે સેવ થઇ જાય છે

હાલના દિવસોમાં મોટાભાગે એન્ડ્રોઈડ યુઝર્સ ગૂગલ અસિસ્ટન્ટ ફીચરનો ઉપયોગ કરે છે. આ ફીચરનો ઉપયોગ વોઈસ કમાન્ડ કે ટેક્સ્ટની મદદથી કરવામાં આવે છે. એટલે કે વોઈસ કોઈ પણ વસ્તુને સર્ચ કરી લે છે. જો કે, તમે આપેલા દરેક વોઈસ કમાન્ડ ગૂગલ પાસે સેવ થઇ જાય છે. તમે ગૂગલ અસિસ્ટન્ટને કમાન્ડ આપીને શું સર્ચ કરી રહ્યા છો? અને તમે તેને કઈ જાણકારી યાદ કરાવવા માટે કહ્યું છે તે બધું અહિયાં સેવ થતું રહે છે.
તમારા સ્માર્ટફોનથી જોડાયેલી તમામ એક્ટિવિટી પર ગૂગલની નજર

દેશમાં એન્ડ્રોઈડ OSનો માર્કેટ શેર 95.85% અને iOSનો માર્કેટ શેર 3.24% છે. અર્થાત મોટા ભાગના યુઝર્સ એન્ડ્રોઈડ સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. એન્ડ્રોઈડ OS પણ ગૂગલની પ્રોડક્ટ છે. તેથી તમારા સ્માર્ટફોનથી જોડાયેલી તમામ એક્ટિવિટી પર ગૂગલની નજર રહે છે. ગૂગલની તમામ એપ્સ જીમેલ આઈડીથી જોડાયેલી છે. તમારા ફોનનું કોન્ટેક્ટ લિસ્ટ પણ જીમેલ સાથે લિંક થાય છે એટલ કે તમારા ફોનના દરેક કોન્ટેક્ટ જીમેલ પાસે હોય છે. તેવી જ રીતે તમારા ફોનના વીડિયો અને ફોટોઝ પણ ગૂગલમાં સિન્ક થાય છે. ગૂગલ તેને પોતાના ક્લાઉડ સ્ટોરેજ એટલે કે ગૂગલ ડ્રાઈવ પર સેવ કરી લે છે. એવું સમજો કે કોઈ યુઝર ગૂગલ અસિસ્ટન્ટ ફીચરનો ઉપયોગ કરી રહ્યો છે, ત્યારે ગૂગલ અસિસ્ટન્ટને પોતાની ઘણી વાતો યાદ કરાવવા માટે બોલી શકે છે જે પછી નાના-મોટા રિમાઈન્ડર પણ યાદ કરાવવા અને યાદ અપાવવા માટે બોલી શકે છે.
10 કરોડ ભારતીય યુઝર્સ ગૂગલ પેનો ઉપયોગ કરી રહ્યા છે
દેશમાં 10 કરોડ ભારતીય યુઝર્સ ગૂગલ પેનો ઉપયોગ કરી રહ્યા છે એટલે કે આ યુઝર્સના બેંકના ખાતા સુધી ગૂગલ પહોંચી ગયું છે. જ્યારે તમે ગૂગલ પે એપથી કોઈ ટ્રાન્જેક્શન કરો છો ત્યારે તેની બધી ડીટેલ ગૂગલ પાસે આવી જાય છે. ભલે ગૂગલ પે સિક્યોર હોય પણ તમારા ખર્ચ અને બેંક બેલેન્સની માહિતી ગૂગલ કંપની પાસે છે. જો તમે ક્રેડિટ કાર્ડ બિલ, વીજળીનું બિલ કે અન્ય કોઈ બિલ ગૂગલ પેથી કર્યું છે તો ગૂગલ દર વખતે તેનું રિમાઈન્ડર યુઝર્સને આપશે.
તમારી પર્સનલ માહિતી પણ હવે જોખમમાં

મોટા ભાગે ઓફિસના લોકો જરૂરી વાતો ગૂગલ ચેટ કે હેંગઆઉટની મદદથી કરે છે. ગૂગલ પર તમારી ચેટ હંમેશા માટે સેવ થઇ જાય છે. જો તમે તમારા તરફથી ડિલીટ કરી દો તો પણ સામેના યુઝર પાસે તે સેવ હોય છે. એટલે કે બંને યુઝર ચેટ ડિલીટ કરે તો પણ ગૂગલ પાસે સેવ રહે છે. ગૂગલે વીડિયો અને મ્યુઝિક માટે પણ એપ્સ બનાવી છે. તમે એક વાર આ એપ્સનો ઉપયોગ કરો છો તો તમારા એન્ટરટેઈનમેન્ટ સાથે જોડાયેલી દરેક પસંદ તેને ખબર પડી જાય છે. યુટ્યુબ સૌથી મોટું વીડિયો હોસ્ટિંગ પ્લેટફોર્મ છે. તેની પર આશરે 215 મિલિયન અમેરિકન યુઝર્સ રોજ એવરેજ 27 મિનિટ સુધી વીડિયો જોવે છે. EMarketer પ્રમાણે, થોડા સમય પહેલાં આ આંકડો 22 મિનિટનો હતો. ગૂગલના જણાવ્યા પ્રમાણે, ગયા વર્ષે યુટ્યુબ પર 2 મિલિયનથી વધારે યુઝર્સની સંખ્યા વધી છે.
પ્લે સ્ટોર પર ગૂગલની 135 એપ્સ હાજર

ગૂગલ પ્લે સ્ટોર પર ગૂગલની 135 એપ્સ હાજર છે. તેમાંથી આશરે 50 એપ્સ એવી છે જે ઘણા યુઝર્સ ઉપયોગ કરી રહ્યા છે. મોટાભાગની એપ્સ ગૂગલની ઓપરેટિંગ સિસ્ટમનો ભાગ હોય છે. તો ઘણી એપ્સ યુઝર્સ જરૂરિયાત પ્રમાણે ફોનમાં ઇન્સ્ટોલ કરી લે છે કારણ કે ગૂગલ પાસે તમારી પસંદની દરેક ડીટેલ હોય છે. તે તમને ગમતું કન્ટેન્ટ દેખાડે છે, પરંતુ તેની પાસે એવું કન્ટ્રોલ પણ આવી ગયું છે કે તે અનેક વસ્તુઓ તમારા પર લાદી શકે છે.
તમારી દરેક વાત ગૂગલ પાસે

ગૂગલે ઓનલાઈન ગૂગલ શીટ આપીને માઈક્રોસોફ્ટ ઓફિસનું કામ પૂરું કરી દીધું છે. ઓનલાઈન શીટ પર તમે જે કામ કરો છો તે બધું ક્લાઉડ સ્ટોરેજમાં સેવ થઇ જાય છે. એ પછી શીટને તમે ગમે ત્યારે ઓપન કરી શકો છો. એટલે કે તમે શીટ પર જે પણ કામ કર્યું તે બધી જાણકારી ડાયરેક્ટ ગૂગલને આપી દીધી. ગૂગલ મીટની મદદથી તમે તમારા મિત્રો અને સંબંધીઓ સાથે વીડિયો કોલથી જોડાઈ શકો છો, પરંતુ તમારી દરેક વાત ગૂગલ પાસે રહે છે. મતલબમાં હવે તમે ગૂગલની જાળમાં ફસાઈ ગયા છો અને તેમાથી બહાર નિકળું મુશ્કેલ છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "Alert: તમારી બેન્ક ડિટેલ્સથી લઈને તમારી દરેક ખરીદી પર બાજ નજર રાખી રહ્યું છે ગૂગલ, જાણો અને ખાસ રાખજો હવેથી ધ્યાન નહિં તો.."
ટિપ્પણી પોસ્ટ કરો