ગુજરાતમાંથી હજી નથી ગયું ચોમાસું, આ તારીખે ફરીથી આવશે વરસાદ

ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઇ રહ્યું છે ત્યારે દેશમાં હજુ પણ કેટલાંક રાજ્યોમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદ (monsoon) વરસી રહ્યો છે. ત્યારે આગામી 16 થી 19 ઓક્ટબર દરમિયાન ગુજરાતમાં પણ વાવાઝોડા સાથે ભારે વરસાદનો ખતરાને લઇને અલર્ટ આપવામાં આવ્યું છે. વરસાદને લઇ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. 16 અને 17 ઓક્ટોબરે દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયા કિનારે વરસાદની સંભાવના સેવાઈ રહી છે. આ આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે.

જાણો ક્યાં અને કઈ તારીખે થશે વરસાદ

image soucre

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. 16 અને 17 ઓક્ટોબરે દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયા કિનારે વરસાદની સંભાવના સેવાઈ રહી છે. 21થી 25 ઓક્ટોબરે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે. ખાડીમાં લો પ્રેશરને લઇ ભારે ચક્રવાત આવવાની સંભાવના છે. 21 ઓક્ટોબર બાદનું વાવાઝોડું ભારે નુકસાન સર્જાશે. 16 નવેમ્બર બાદના વાવાઝોડા દરિયા કિનારે ભારે ચક્રવાત પણ સર્જાશે.

image soucre

હાલ હૈદરાબાદ પર સક્રિય વરસાદી સિસ્ટમ મુંબઇના માર્ગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં પ્રવેશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મુંબઇથી પસાર થયા બાદ વરસાદી સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થતા ગુજરાતમાં વરસાદ આવશે, જેમાં સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જોવા મળશે તેવું હવામાન ખાતાનું કહેવું છે.

દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા

image soucre

હવામાન વિભાગના વૈજ્ઞાનિક મનોરમા મોહન્તિના જણાવ્યા અનુસાર, વરસાદી સિસ્ટમ મુજબ પોરબંદર, જૂનાગઢ, જામનગર, સુરત, વલસાડ, નવસારી, ભરૂચ સહિત વિસ્તારોમાં વરસાદ દસ્તક આપી શકે છે. ત્યારે અમદાવાદ, વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદી ઝપટા પડી શકે છે. તેથી માછીમારોને 3 દિવસ સુધી દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવાઈ છે. રાજ્યમાં વિદાય સાથે ફરી મેઘ મહેરની આગાહી કરવામાં આવી છે.

કેટલાક રાજ્યોમાં વરસાદી આફત

image source

ગુજરાતમાં હજી વરસાદનું આગમન થયું નથી, પરંતુ કેટલાક રાજ્યોમાં વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને મુંબઈમાં હિન્દમાતા, પરેલ, ભાયખલ્લા રોડ સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. મુંબઈ, થાણે, પાલઘરમાં યલો એલર્ટ જ્યારે સિંધુદુર્ગ, રત્નાગિરીમાં રેડ એલર્ટ જાહેર કરાયલી છે. કોલાબામાં અત્યાર સુધીમાં 85 મિલીમીટર, સાંતાક્રૂઝમાં 66 મિમી, વરસાદ વરસી ચૂક્યો છે.

અહીં હવામાન ખાતાએ 48 કલાકનું આપ્યું એલર્ટ

image soucre

હવામાન ખાતાએ આગામી 48 કલાકમાં એલર્ટ જાહેર કરેલી છે. મુંબઈ, થાણે, પાલઘરમાં યલો એલર્ટ જ્યારે સિંધુદુર્ગ, રત્નાગિરીમાં રેડ એલર્ટ જાહેર કરાયલી છે. તો બીજી તરફ, દક્ષિણ ભારતમાં પૂરની સ્થિતિ ઉદભવી છે. તેલંગણા અને આંધ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે આવેલા પૂરથી જનજીવન પ્રભાવિત થયું છે. પૂર અને વરસાદના કારણે અત્યાર સુધીમાં 19 લોકોના જીવ ગયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

0 Response to "ગુજરાતમાંથી હજી નથી ગયું ચોમાસું, આ તારીખે ફરીથી આવશે વરસાદ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel