આવતીકાલે FAOની 75મી વર્ષગાંઠે 75 રૂપિયાનો સ્મૃતિ સિક્કો જાહેર કરશે PM મોદી

આવતીકાલે એટલે કે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન (FAO) ની 75 મી વર્ષગાંઠ નિમિત્તે 75 રૂપિયાના સ્મૃતિ સિક્કા જાહેર કરશે. આ ઉપરાંત હાલમાં જ દેશમાં વિકસિત આઠ પાકની 17 બાયો-ખેતી જાતોને પણ તેઓ રાષ્ટ્રને સમર્પિત કરશે. આ વાતની જાણકારી બુધવારે પ્રધાનમંત્રી કાર્યાલયે જાહેર કરી છે. કાર્યક્રમમાં કોણ કોણ હાજર રહેશે તેની માહિતી પણ આ સાથે આપવામાં આવી છે.

image source

PMOની તરફથી આપવામાં આવેલી એક જાણકારીમાં બુધવારે કહેવાયું છે કે આ કાર્યક્રમ સરકાર દ્વારા કૃષિ અને પોષણ ક્ષેત્રને આપવામાં આવેલી સર્વોચ્ચ પ્રાથમિકતાને સમર્પિત છે અને સાથે ભૂખ, અલ્પ પોષણ અને કુપોષણને સંપૂર્ણ રીતે ખતમ કરવા માટે સરકારના સંકલ્પને પરિલક્ષિત કરે છે.

કોણ કોણ સામેલ થશે કાર્યક્રમમાં

image source

આ કાર્યક્રમમાં દેશભરના આંગણવાડી, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને જૈવિક અને બાગાયાતી અભિયાન સાથે જોડાયેલા લોકો સામેલ થશે. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, નાણાંમંત્રી નિર્મલા સીતારમણ અને મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની પણ આ કાર્યક્રમમાં સામેલ થશે.

શું છે FAOનું લક્ષ્ય

image source

FAOનું લક્ષ્ય લોકોને પૂરતા પ્રમાણમાં સારી ગુણવત્તાવાળું ભોજન નિયમિત રીતે આપવું જેથી તેઓ સક્રિય અને સ્વસ્થ રહે. FAOના કાર્ય પોષણ સ્તરને ઉપર લાવવાની સાથે ગ્રામીણ જનસંખ્યાના જીવનને સારું બનાવવાનું અને વિશ્વ અર્થવ્યવસ્થામાં વૃદ્ધિમાં યોગદાન આપવાનું છે. FAOની સાથે ભારતના ઐૈતિહાસિક સંબંધ રહ્યા છે. ભારતના પ્રશાસનિક સેવા અધિકારી બિનય રંજન સેને FAO મહાનિર્દેશકના રૂપમાં 1956થી 1967 સુધી કામ કર્યું હતું. તેમના કાર્યકાળના સમયે વિશ્વ ખાદ્ય કાર્યક્રમની સ્થાપના કરાઈ હતી.

image source

ડબલ્યૂએફરીએ વર્ષ 2020નું નોબલ શાંતિ પુરસ્કાર જીત્યો છે. વૈશ્વિક સ્તરે ભૂખથી લડવા અને ખાદ્ય સુરક્ષાના પ્રયાસોની સાથે સંયુક્ત રાષ્ટ્રના આ કાર્યક્રમને આ સન્માન આપવાની હાલમાં જ જાહેરાત કરાઈ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

0 Response to "આવતીકાલે FAOની 75મી વર્ષગાંઠે 75 રૂપિયાનો સ્મૃતિ સિક્કો જાહેર કરશે PM મોદી"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel