કારમાં સેનિટાઈઝરને કારણે ભભૂકી ઉઠી આગ, NCP પાર્ટીના નેતાનું બળીને મોત
મહારાષ્ટ્રમાં એક દર્દનાક દુર્ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે. જેમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા સંજય શિંદેની કારમાં હેંડ સેનિટાઇઝરના કારણે આગ લાગી. આ દૂર્ઘટનામાં NCP નેતા શિંદેનું સળગી જવાથી મૃત્યું થયું છે.
મળી રહેલી તમામ પ્રાથમિક માહિતિ અનુસાર કારમાં શોર્ટ સર્કિટ થયું હતું અને હેન્ડ સેનિટાઇઝના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ.
સંજય શિંદેની ગાડીમાં જે સમયે આગ લાગી તે સમયે તેઓ મુંબઇ-આગ્રા હાઇવે પર પિંપલગામ બસવંત ટોલ પ્લાઝા પાસે હતા. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
સૂત્રોને મળતી જાણકારી મુજબ NCP નેતા સંજય શિંદેની કાકરમાં જ્યારે આગ લાગી, ત્યારે શિંદે દરવાજો ખોલવા તેમજ બારી તોડવાનો પ્રયત્ન કરવા લાગ્યા, પરંતુ કાર સેન્ટ્રલ લોક થઇ જવાના કારણ તરત દરવાજો ખોલી ના શક્યા અને તેઓની અંદર જ સળગી જવાથી મોત થઇ ગઇ.જો કે પ્રાપ્ત મળતી વિગત અનુસાર સંજય શિંદે નાસિક જેલના તેઓ દ્રાક્ષના નિકાસકાર હતા.
જાણો પોલીસે શું કહ્યું
પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના મંગળવારના બપોરના રોજ પિંપલગામ બસવતં ટોલ પ્લાઝા પાસે થઇ, જ્યારે શિંદે કિટનાશ ખરીદવા માટે પિંપલગામ જઇ રહ્યાં હતા. પોલીસે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં વાયરિંગમાં શોર્ટ સર્કિટના કારણે તેમની કારમાં આગ લાગી.
સ્થાનિકોએ સંજય શિંદેને બચાવવાનો પ્રયાસ કર્યો પણ નિષ્ફળ રહ્યા લોકો
પોલીસના જણાવ્યા મુજબ કારમાં જ્યારે આગ લાગી તો સ્થાનિક લોકો દોડીને કાર પાસે પહોંચ્યા અને અંદર બંધ સંજય શિંદેને બચાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડુ થઇ ગયું હતું. સ્થાનિક લોકોએ તરત ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી. જો કે ત્યાર બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "કારમાં સેનિટાઈઝરને કારણે ભભૂકી ઉઠી આગ, NCP પાર્ટીના નેતાનું બળીને મોત"
ટિપ્પણી પોસ્ટ કરો