પ્રધાનમંત્રી જન ધન યોજનાનો લાભ લેવા આજે જ કરાવો આધાર લિંક, નહિં તો નહિં મળે આ યોજનાનો લાભ
ભારત સરકાર દ્વારા આર્થિક રીતે નબળા લોકોને સહાય માટે વિવિધ યોજના બહાર પાડે છે. જેથી લોકોની આર્થિક મદદ થઈ શકે અને તેમનું જીવનધોરણ બદાલાય શકે. આવી એક યોજના છે પ્રધાનમંત્રી જન ધન યોજના. પ્રધાનમંત્રી જન ધન યોજના અંતર્ગત દેશના ગરીબોનું જન ધન યોજના ખાતું બેંકો, પોસ્ટ ઓફિસ અને રાષ્ટ્રીયકૃત બેંકોમાં ઝીરો બેલેન્સ પર ખોલવામાં આવે છે. પ્રધાનમંત્રી જન ધન યોજના (પીએમજેડીવાય) હેઠળ ખાતા ખોલાવવાની સાથે ગ્રાહકોને ઘણી સુવિધાઓ આપવામાં આવે છે.
લોકોના ખાતાને આધાર સાથે લિંક કરવામાં આવશે
આ યોજનાનો સૌથી મોટો ફાયદો એ છે કે જો તમારા એકાઉન્ટમાં બેલેન્સ નથી, તો પણ તમે 5 હજાર રૂપિયા ઉપાડી શકો છો. ચાલો આજે અમે તમને જણાવીશું કે આ એકાઉન્ટ સાથે કઈ આકર્ષક સુવિધાઓ ઉપલબ્ધ છે, અને આ એકાઉન્ટ કેવી રીતે ખોલવામાં આવે છે. જણાવી દઇએ કે જે લોકોના ખાતાને આધાર સાથે લિંક કરવામાં આવશે તે લોકોને જ આ ખાતામાં ઉપલબ્ધ સુવિધાઓનો લાભ મળશે. જો તમારૂ આધરા લિંક નહિ હોય તો તમને યોજનાનો લાભ નહિં મળે.
ખાતામાં બેલેન્શ નથી તો પણ મળશે પૈસા
ઓવરડ્રાફટ સુવિધા એવી સુવિધા છે કે જેના હેઠળ ખાતાધારક તેના ખાતામાં પૈસા ન હોવા છતાં પણ ખાતામાંથી પૈસા ઉપાડી શકે છે. મતલબ કે ખાતાધારકના ખાતાનું બેલેન્સ શૂન્ય હોય. જો કોઈ પીએમ જન ધન ખાતું આધારકાર્ડ સાથે લિંક કરેલુ નથી, તો તે ખાતા પર ઓવરડ્રાફ્ટ સુવિધાનો લાભ મળશે નહીં. આ યોજનાનો લાભ લેવા આધાર લિંક કરાવવુ જરૂરી છે.
આ રીત 5 હજાર રૂપિયા ઉપાડી શકશો
પ્રધાનમંત્રી જન ધન ખાતા પર, ગ્રાહકોને 5000 રૂપિયાની ઓવરડ્રાફટ સુવિધા મળે છે. ઓવરડ્રાફટની સુવિધાનો લાભ લેવા માટે આધારકાર્ડ હોવું જરૂરી છે. આ સિવાય PMJDY ખાતાને પણ આધારકાર્ડ સાથે લિંક કરવુ જરૂરી છે. આ યોજના હેઠળ પીએમ મોદીનો ઉદ્દેશ દરેક પરિવાર માટે બેંક ખાતું ખોલવાનો હતો. જન ધન યોજના હેઠળ, તમે 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકનું એકાઉન્ટ પણ ખોલી શકો છો.
આ દસ્તાવેજો જરૂરી છે
તમારે ખાતુ ખોલવા માટે આધારકાર્ડ અથવા પાસપોર્ટ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા પાનકાર્ડ, મતદાર કાર્ડ, નરેગા જોબકાર્ડ, અધિકૃતતા દ્વારા અપાયેલ પત્ર જેમાં નામ, સરનામું અને આધાર નંબર હોય, ગેઝેટેડ અધિકારી દ્વારા જારી કરાયેલ પત્ર જેના પર ખાતુ ખોલવાનો પ્રમાણિત ફોટો હોય તે રાખવા જરૂરી છે.
શું છે આખી પ્રોશેશ
જો તમારે તમારું નવું જન ધન ખાતું ખોલવું હોય તો નજીકની બેંકમાં જઈને તમે સરળતાથી આ કામ કરી શકો છો. આ માટે તમારે બેંકમાં ફોર્મ ભરવું પડશે. તેમાં નામ, મોબાઇલ નંબર, બેંક શાખાના નામ, અરજદારનું સરનામું, નોમિની, વ્યવસાય / રોજગાર અને વાર્ષિક આવક અને આશ્રિતોની સંખ્યા, એસએસએ કોડ અથવા વોર્ડ નંબર, ગામનો કોડ અથવા ટાઉન કોડ, વગેરે આપવાનું રહેશે.
આ સુવિધાનો લાભ મેળવવા આટલુ કરો
આ સુવિધાનો લાભ લેવા માટે, ખાતા ધારકે પ્રથમ 6 મહિના સુધી ખાતામાં પૂરતા પૈસા રાખવા પડશે અને આ સમય દરમ્યાન તેઓએ પણ સમય સમય પર આ ખાતા સાથે ટ્રાન્જેક્શન કરતા રહેવું પડશે. આવા ખાતા ધારકોને રૂપે ડેબિટ કાર્ડ આપવામાં આવે છે, જેનો ઉપયોગ સરળ ટ્રાન્જેક્શન માટે થઈ શકે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "પ્રધાનમંત્રી જન ધન યોજનાનો લાભ લેવા આજે જ કરાવો આધાર લિંક, નહિં તો નહિં મળે આ યોજનાનો લાભ"
ટિપ્પણી પોસ્ટ કરો