પથ્થર દિલ માણસને પણ રડવું આવે એવી ઘટના, એક ગલુડિયાના ચક્કરમાં બે જુડવા ભાઈઓનું મોત થયું, જાણો કેમ
હાલમાં એક એવી ઘટના સામે આવી છે કે જે સાંભળીને પથ્થર દિલ માણસ પણ પીગળી જશે. પોલીસનું માનીએ તો, ઝજ્જરના બમ્બુલિયા ગામમાં અંશ અને વંશ બે જુડવા ભાઈઓએ સાત-સાત વર્ષ પહેલા જન્મ લીધો હતો. પરંતુ મંગળવારે રમત-રમતમાં એક શ્વાનના બચ્ચાને બચાવવાના ચક્કરમાં તળાવમાં ડુબી ગયા છે.
રમતા રમત દરમિયાન શ્વાનનું બચ્ચુ એક તળાવના પાણીમાં ઘુસી ગયું. આ બચ્ચાને બચાવવાના ચક્કરમાં અંશ અને વંશ બંને તળાવમાં ઉતર્યા. પરંતુ તળાવના પાણીમાં જે જગ્યા પર તે ઘુસ્યા હતા, ત્યાં જ ઊંડો ખાડો હતો. આ ખાડામાં જ બંને ભાઈ એક સાથે ડુબી ગયા. બંને નાના બાળક હોવાથી કઈં સમજી શક્યા નહીં અને પાણીમાં ગરકાવ થઈ જતા બંનેના મોત થઈ ગયા. આ ઘટનાની લોકોને જાણ થાય તે પહેલા તો બંનેએ દમ તોડી દીધો હતો.
આવી ઘટના પછી સમગ્ર ગામમાં પણ આક્રંદનો માહોલ જોવા મળ્યો હતો. માની કૂખેથી એક સાથે જન્મ લીધા બાદ રમત-રમતમાં બાળપણ વીતાવનારા બમ્બુલિયા ગામના અંશ અને વંશ જુડવા ભાઈ હજુ તો મોટા થઈ દુનિયા જોવે તે પહેલા જ એક સાથે દુનિયા છોડી જતા કરૂણ દ્રશ્યો સર્જાયા હતા. આ જુડવા ભાઈઓના મોત પર માતા-પિતાના રોઈ-રોઈ ખરાબ હાલ થયા છે. એક સ્થાનીક દ્વારા બાળકોને પાણીમાં જોઈ ગયા બાદ મામલો સામે આવ્યો. તેણે તુરંત લોકોની મદદ લઈ બાળકના માતા-પિતાને સુચિત કર્યા અને માતા-પિતાએ બાળકોની લાશ જોઈ રોઈ-રોઈ ખરાબ હાલ કરી દીધા હતા.
જ્યારે આ દ્રશ્યો ગ્રામજનો સામે આવ્યા ત્યારે દરેક લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી. બંનેની લાશ સૂચના મળ્યા બાદ પોલીસે તળાવમાંથી બહાર કઢાવી છે. મંગળવારે ઝજ્જના નાગરીક હોસ્પિટલમાં પોસ્ટમાર્ટમ કરાવ્યા બાદ પોલીસે બંનેના શબ પરિવારજનોને સોંપી દીધા હતા. બતાવવામાં આવી રહ્યું છે કે, માસૂમ દેખાતા આ બાળકો અંશ અને વંશ મંગળવારે ગામના પાદરે એક શ્વાનના બચ્ચા સાથે રમી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ચાર દિવસ પહેલા જ આ રીતે માસૂમ બે બાળકીઓના મોતના સમાચાર ભોપાલથી સામે આવ્યા હતા.
ભોપાલમાં એક ખુબ દર્દનાક ઘટનામાં બે માસૂમ ભાઈ-બહેનના મોત થઈ ગયા છે. 5 વર્ષના આ બાળકો રમતા રમતા ગાદલાના ઢગલા નીચે દબાઈ જતા શ્વાસ રૂંધાવાથી મોતને ભેટ્યા છે. બાળકો પિતરાઈ ભાઈ-બહેન હતા. બાળકોના પિતાને ટેન્ટ હાઉસ છે. જોકે, કોરોનાના કારણે ધંધો બંધ હોવાના કારણે પિતાએ ટેન્ટ હાઉસના ગાદલા ઘરે રખાવી દીધા હતા. આ ગાદલા જ બે માસુમ બાળકોના મોતનું કારણ બન્યા હતાં
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "પથ્થર દિલ માણસને પણ રડવું આવે એવી ઘટના, એક ગલુડિયાના ચક્કરમાં બે જુડવા ભાઈઓનું મોત થયું, જાણો કેમ"
ટિપ્પણી પોસ્ટ કરો