6 મહિનાથી વધુ સમય બાદ ખુલ્યું દિલ્હીનું અક્ષરધામ મંદિર, દર્શનના સમયમાં કરાયો આ ફેરફાર
લાંબા સમય બાદ દિલ્હીનું અક્ષરધામ મંદિર ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના સંક્રમણના કારણે અક્ષરધામ મંદિરને દર્શન માટે બંધ કરવામાં આવ્યું હતું. કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને લઈ 24 માર્ચે દેશવ્યાપી લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદથી અક્ષરધામ મંદિર બંધ હતું.
લગભગ સાડા છ મહિના બાદ મંદિરના દ્વાર શ્રદ્ધાળુઓ માટે ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, મંદિરમાં પ્રવેશ કરતાં પહેલા લોકોને કેટલીક શરતોનું પાલન કરવું પડશે નહીં તો તેમેન એન્ટ્રી નહીં આપવામાં આવે. તો આવો જાણીએ મંદિરમાં જતા પહેલા તમારે ક્યાં નિયમોનું પાલન કરવું પડશે.
આ શરતો સાથે મળશે મંદિરમાં પ્રવેશ
કોરોનાના કારણે કેટલીક શર્તો રાખવામાં આવી છે. જેનું દરેક શ્રદ્ધાળુંએ પાલન કરવું પડશે. હવે એ જ લોકો મંદિરમાં જઈ શકશે જેઓએ માસ્ક પહેરી રાખ્યું હશે. માસ્ક પહેરવુ અનિવાર્ય કરવામાં આવ્યુ છે. તેની સાથે જ પોતાની સાથે સેનિટાઇઝર પણ રાખવું પડશે. નવી ગાઈડલાઈન હેઠળ શ્રદ્ધાળુઓને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પણ કડકકાઈથી પાલન કરવું પડશે. આ ઉપરાંત એન્ટ્રી ગેટ પર થર્મલ સ્કેનિંગ પણ કરવામાં આવશે. કોરોના વાયરસના સંક્રમણ ફેલાવાને રોકવા માટે આ તમામ સુરક્ષા ઉપાય અપનાવવામાં આવશે, જેથી લોકો સંક્રમણથી સુરક્ષિત રહી શકે. જો તમે નિયમોનું પાલન નહિં કરો તો તમને એન્ટ્રી નહિં મળે.
મંદિરના સમયમાં કરાયો ફેરફાર
કોરોનાના કહેરના કારણે અક્ષરધામ મંદિરના દર્શનના સમયમાં બદલાવ કરવામાં આવ્યો છે. મળતી જાણકારી મુજબ, સાંજે 5:00થી 6:30ની વચ્ચે જ મંદિરમાં પ્રવેશ કરી શકાશે. સાડા છ વાગ્યા બાદ મંદિર પરિસરમાં પ્રવેશની મંજૂરી નહીં મળે.
આ ઉપરાંત મોડી સાંજે 8:15 વાગ્યા સુધીમાં મંદિર બંધ કરી દેવામાં આવશે. તેનો અર્થ એ થયો કે નિર્ધારિત સમયમાં જ દર્શન કરી બહાર આવવું પડશે. જોકે, ઝાંકી, પ્રદર્શની અને અભિષેક મંડપને હાલ બંધ જ રાખવામાં આવશે. શ્રદ્ધાળુઓમાં લોકપ્રિય વૉટર શૉને સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે શરૂ કરવામાં આવ્યો છે. જેથી કરીને લોકોને કોરોનાનું સંક્રમણ ન ફેલાય.
દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો 72 લાખે પહોંચ્યો
દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો 72 લાખે પહોંચ્યો છે. એક દિવસમાં મળેલા નવા કેસની તુલનાએ 23,500થી વધુ દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે. અત્યાર સુધીમાં 62 લાખ દર્દી સ્વસ્થ થયા છે, જ્યારે 1 લાખ 9 હજાર 606 દર્દીઓના મોત થઈ ચુક્યા છે. રિકવરીનો આંકડો વધવાથી એક્ટિવ કેસ પણ ઓછા થયા છે. છેલ્લાં 25 દિવસમાં તેમાં 15 ટકાનો ઘટાડો નોધાયો છે. આ 16 સપ્ટેમ્બરે 10.17 લાખની પીક પર હતા, જે હવે 8.61 લાખે પહોંચી ગયા છે. આ આંકડા covid19india.org મુજબ છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "6 મહિનાથી વધુ સમય બાદ ખુલ્યું દિલ્હીનું અક્ષરધામ મંદિર, દર્શનના સમયમાં કરાયો આ ફેરફાર"
ટિપ્પણી પોસ્ટ કરો