બાઇક લઈને પ્રવાસ કરવાનું વિચારી રહ્યા હોય તો ખાસ ધ્યાન રાખજો આ બાબતોનું, નહિં તો ઘરના લોકોને આવશે રોવાનો વારો
ઘણા ખરા લોકોને બાઇક લઈને પ્રવાસ કરવાનો શોખ હોય છે. જો તમને પણ બાઇક લઈને એક શહેરથી બીજા શહેરમાં પ્રવાસ કરવાનું પસંદ હોય તો એ માટે અમુક એવી બાબતો વિશે જાણવું જરૂરી છે જેની તરફ મોટાભાગના લોકો ધ્યાન નથી આપતા. જો તમે એ બાબતે ધ્યાન આપશો તો પ્રવાસ દરમિયાન તમને કોઈ મુશ્કેલી નહીં પડે અને પ્રવાસ પણ આરામદાયક બની રહેશે.
ત્યારે આજના આ જાણવા જેવું વિભાગના આ આર્ટિકલમાં અમે આપને અમુક મૂળભૂત બાબતો વિશે જણાવીશું જે પ્રવાસ દરમિયાન ખાસ મહત્વની છે. તો ચાલો જાણીએ કે બાઇક દ્વારા પ્રવાસ કરવા પહેલા શું શું તકેદારી રાખવી જરૂરી છે.
યોગ્ય અને આરામદાયક બાઇકની પસંદગી
બાઇક પ્રવાસ કરવા માટે એવી બાઇકની પસંદગી કરવી જે પ્રવાસના અંતર માટે યોગ્ય અને આરામદાયક હોય. લાંબી મુસાફરી પર જતાં પહેલાં હમેશા એ વાતનું ધ્યાન રાખવું કે બાઇકમાં કોઈ ખામી તો નથી ને ? ઠીક અને ઠેકાણે પહોંચાડી શકે તેવી બાઇક પર પ્રવાસ કરવો હિતાવહ છે.
બાઇક ડ્રેસ પહેરવો
સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે બાઇક પર ટ્રીપ કરતા મોટાભાગના લોકો પૈકી અમુક લોકો જ બાઇક ડ્રેસ પહેરતા હોય છે, પણ જો તમારે લાંબા અંતર માટે બાઇક પ્રવાસ કરવાનો હોય તો બાઇક ડ્રેસ જરૂર પહેરવો. આ બાઇક ડ્રેસમાં રાઈડિંગ જેકેટ, એન્કલ બુટ, રાઈડિંગ પેન્ટ અથવા કેનવાસ વગેરે જરૂર પહેરવું.
જરૂરત હોય તેવો સરસામાન જ સાથે રાખવો
બાઇક ટ્રીપ પર જતાં સમયે જરૂરતથી વધારે સામાન ન લઇ જવો જોઈએ. માટે જરૂર પડે એટલો સામાન જ સાથે રાખવો. તેમાં પણ ખાસ કરીને જે અગત્યનો સામાન હોય તે જેમ કે દવાઓ વગેરે અચૂક અને યાદ કરીને સાથે લેવો.
રસ્તાની સાચી માહિતી હોવી ખાસ જરૂરી
મુસાફરી કરવા સમયે જે તે રસ્તાની સાચી જાણકારી હોવી બહુ જરૂરી હોય છે. એ માટે યાત્રા શરૂ કરતાં પહેલાં જ રસ્તાની સાચી માહિતી લઇ લેવી. જો વગર માહિતીએ યાત્રા શરૂ કરી દેવામાં આવે તો અવળા રસ્તે જઈ સમય અને શક્તિનો વેડફાટ થશે.
હવામાનની યોગ્ય માહિતી
બાઇક ટ્રીપ પર જતા પહેલા તમારે જ્યાં જવાનું છે તે અને તમે જ્યાંથી પસાર થવાના છો ત્યાંના સ્થાનિક હવામાન વિશેની પ્રાથમિક માહિતી જાણી લેવી. જો ચોમાસામાં યાત્રા કરવાની હોય તો રેઇનકોટ વગેરે ખાસ સાથે રાખવું.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "બાઇક લઈને પ્રવાસ કરવાનું વિચારી રહ્યા હોય તો ખાસ ધ્યાન રાખજો આ બાબતોનું, નહિં તો ઘરના લોકોને આવશે રોવાનો વારો"
ટિપ્પણી પોસ્ટ કરો