ગુજરાતના આ સ્થળો દિવાળી વેકેશન માટે છે બેસ્ટ, જાણો નામ અને કરો પ્લાન

દિવાળીના વેકેશન માટે ફરવા માટે લોકો અગાઉથી પણ પ્લાનિંગ કરીને રાખે છે. ગુજરાતના લોકો તો પહેલાથીજ ખાવાના અને ફરવાના શોખીન હોય છે. ત્યારે હવે ગુજરાતીઓનો ટ્રેડ બદલાયો હોય તેવું લાગી રહ્યું છે. હવે ગુજરાતીઓ રાજ્ય બહાર પ્રવાસ કરવાનું ટાળી રહ્યા છે. કારણ કે, ગુજરાતમાં હવે પ્રવાસના સ્થળો વિકાસ પામી રહ્યા છે. ગુજરાતમાં હોટ ફેવરીટ ગણાતા પ્રવાસ સ્થળોમાં દીવ, પાટણની રાણકી વાવ, જૂનાગઢ, દ્વારકા, તીથલ બીચ, કચ્છ, સુરતનું ડુમ્મસ, અને સોમનાથનો સમાવેશ થાય છે. ત્યારે આ સ્થળો પર ફરવા જશો તો મુશ્કેલી પડી શકે છે. કારણ કે વેકેશનમાં આ સ્થળો પર ભીડનું પ્રમાણ વધી રહ્યું છે. જેના કારણ રહેવાની અને જમવાની પણ તકલીફ પડી રહી છે.

દીવનો દરિયા કિનારે લોકો ઉમટ્યા

image source

દિવાળી અને નુતન વર્ષની રજા માણવા માટે અનેક પ્રવાસીઓ દીવ પહોંચ્યા હતા. અને રજાની મજા માણી હતી. દિવનાં સુપ્રસિદ્ધ એવા નાગવા બીચ, જાલંધર બીચ, લાલકિલ્લો સહિતનાં અનેક સ્થળોએ લોકોએ નિહાળ્યા હતા. જો કે મોટા પ્રમાણમાં પ્રવાસીઓનો પ્રવાહ વધતાં લોકોને રહેવામાં થોડી ઘણી અગવડનો પણ સામનો કરવો પડી રહ્યો છે. તેમ છતાં લોકોએ મનભરીને દિવનાં દરિયાની મજા માણી હતી. સામાન્ય રીતે દીવ એટલે લોકોનાં મનમાં બે જ પ્રકારની માન્યતા છે..દરિયો અને દારૂ…જો કે હવે આ માન્યતા જૂની થઇ ગઇ છે. દિવમાં આ સિવાય પણ પ્રવાસીઓ માટે અનેક જોવાલાયક સ્થળો જેવા કે કિલ્લા, સનસેટ પોઇન્ટથી માંડી નાઇડા કેવ્સનો પણ સમાવેશ થાય છે.

રાણકી વાવ ફેવરીટ સ્પોટ

image source

પાટણની વિશ્વ પ્રસિદ્ધ રાણકી વાવની મુલાકાતે આવનારા પ્રવાસીઓમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. રાણકી વાવ વિશ્વ ફલક પર સ્થાન પામ્યા બાદ રૂપિયા 100ની નવી ચલણી નોટ પર સ્થાન મળ્યા બાદ લોકોનો ધસારો વધ્યો છે. દેશવિદેશથી પ્રવાસીઓએ રાણકી વાવની મુલાકાત લીધી હતી. અને રાણકી વાવની કલાત્મક કોતરણી જોઇને પ્રવાસીઓ મંત્રમુગ્ધ થઇ ગયા હતા.

સંતોની ભૂમી અને પૈરાણિક જૂનાગઢ

image source

જૂના અને જાણીતાં એવા સંતોની ભૂમિ ગણાતા જૂનાગઢમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો. દિવાળી અને નવા વર્ષની રજાને લઇને પ્રવાસીઓએ જૂનાગઢની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત ખાસ કરીને જૂનાગઢનાં આકર્ષણ સમાન સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય, દામોદર કુંડ, અશોકનો શિલાલેખ, ઉપરકોટનો કિલ્લો, સોનાપુર સ્મશાન, ગરવો ગિરનાર, દાતાર, તુલસીશ્યામ, ભવનાથ, ભૂતનાથ મહાદેવ સહિત અનેક જોવાલાયક સ્થળોએ પ્રવાસીઓનો ભારે વધારો જોવા મળ્યો હતો. સાસણના ગીર વિશ્વ વિખ્યાત છે.

કૃષ્ણનગરી દ્વારકાધીશના દર્શને લોકોની ભીડ

image source

કૃષ્ણનગરી દ્વારકામાં દિવાળીની રજાઓ દરમિયાન પ્રવાસીઓનો પ્રવાહ છલકાયો હતો. એકબાજુ પ્રવાસીઓએ કૃષ્ણમંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તો બીજી બાજુ પતિત પાવન ગણાતી ગોમતી નદીમાં પૂજા અર્ચના કરી આરતી ઉતારી હતી. હજારો પ્રવાસીઓએ દિવાળીની રજાઓ દરમિયાન ધાર્મિક સ્થળ દ્વારકાની મુલાકાત લીધી હતી.

તીથલ બીચ પર પર્યટકોએ માણી ન્હાવાની મઝા

image source

દિવાળીનાં વેકેશનને લઇને હાલ વલસાડ નજીક તીથલ બીચ પર પ્રવાસીઓ ઉમટી પડયા હતા. દિવાળીથી સતત અહીં પ્રવાસીઓનો વધારો જોવા મળ્યો હતો. તીથલ બીચ પર પર્યટકોએ મોટી સંખ્યામાં નહાવાની મજા માણી હતી. સાથે જ તીથલ બીચે સહેલાણીઓએ મન મુકીને પ્રવાસની મજા માણી હતી.

ડાયમંડ સીટી પણ પ્રવાસ માટે ફોવરિટ

image source

દિવાળીના વેકેશનની રજાના કારણે પર્યટન સ્થળોએ પર્યટકોનો ધસારો જોવા મળ્યો છે. ત્યારે ડાયમંડ સીટી ગણાતાં સુરતના ડુમ્મસમાં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. હજારોની સંખ્યામાં સહેલાણીઓ સનસેટની મજા માણવા માટે ડુમ્મસ બીચે પહોંચ્યા હતા.

પ્રથમ જ્યોતિલિંગ સોમનાથમાં વેકેશનમાં ભીડ

image source

પ્રસિદ્ધ અને પ્રથમ જયોતિર્લિંગ ગણાતા સોમનાથ તીર્થક્ષેત્રમાં પ્રવાસીઓનો અવિરત પ્રવાહ ચાલુ છે. ભગવાન સોમનાથ દાદાનાં આશિર્વાદ મેળવવા રાજય સહિત વિવિધ સ્થળોએ પ્રવાસીઓએ સોમનાથની મુલાકાત લીધી હતી. મોટી સંખ્યામાં ભકતોનો પ્રવાહ જોવા મળ્યો હતો. સોમનાથ દાદાનાં સાનિધ્યમાં લોકોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તો બીજી બાજુ દરિયા કિનારે પણ ન્હાવાની અને સહેલવાની મજા પ્રવાસીઓએ માણી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

0 Response to "ગુજરાતના આ સ્થળો દિવાળી વેકેશન માટે છે બેસ્ટ, જાણો નામ અને કરો પ્લાન"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel