આર્થિક મંદીનો સામનો કરી રહેલા ટુરિઝમ સેક્ટરને બેઠુ કરવા મોદી સરકાર લઈ શકે છે મોટો નિર્ણય
કોરોના મહામારી અને લોકડાઉના કારણે ભારતના અર્થતંત્રને મોટો ફટકો પડયો છે. જેને ઉગારવા માટે કેન્દ્ર સરકાર સમયે સમયે વિવિધ રાહત પેકેજની જાહેરાત કરતું રહે છે.
એવમાં એવું માનવામાં આવે છે કે ફૂડ, ટ્રાવેલ અને ટુરિઝમ સેક્ટર માટે મોટા રાહત પેકેજની જાહેરાત કરી શકાય છે. કારણે કે મહામારીમાં આ ક્ષેત્રોને સૌથી વધુ ફટકો પડ્યો છે.
લોકડાઉન પછી એક બાજુ અન્ય ક્ષેત્રોમાં રિકવરી જોવા મળી છે પરંતુ લોકો બહારનું ખાવામાં અને મુસાફરી કરવામાં હજુ પણ અચકાય છે. અપેક્ષા છે કે નવા પેકેજ પર રોજગારની નવી તકો ઉભી કરવા પર ભાર મૂકવામાં આવશે. આ ઉપરાંત સરકાર માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે. 6 મહિનાથી આ સેક્ટરમાં કોઈ હલચલ જોવા મળી નથી. જો કે, આ રાહત પેકેજનું ક્યા પ્રકારનું સ્તર હશે, અર્થાત કેટલું હશે, તેને લઈને પણ કેટલાય પ્રકારની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. સરકાર પોતાના નાણાકીય લક્ષ્યાંક સાથે વધારે પડતી છેડછાડ પણ કરવા માંગતી નથી. ખોટનું લક્ષ્ય પહેલાથી જ દૂર થતું જઈ રહ્યું છે.
ઓટોમોબાઇલ્સ સૌથી મહત્વપૂર્ણ
આ અંગે નીતિ આયોગના CEO અમિતાભ કાંતના જણાવ્યા અનુસાર ફેસ્ટીવ સીઝનના સેલ્સને લઇને આશાઓ રાખવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે “જો તમે પરચેઝિંગ મેનેજર ઇન્ડેક્સ પર નજર નાખો તો તમને જોવા મળશે કે તે 56.8 છે. સપ્ટેમ્બરમાં તે 8 વર્ષના ઉચ્ચતમ સ્તરે છે. આ આશાવાદનું પરિણામ છે. ઓટોમોબાઇલ્સ સૌથી મહત્વપૂર્ણ છે અને આ મહિનામાં તે વધુ સારું રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે,”અમે મોનિટાઇઝેશનમાં રેલ્વે, ઉડ્ડયન, નવા રેલ્વે સ્ટેશનો, એરપોર્ટ શામેલ કર્યા છે. આ સાથે, નાણાંમંત્રી દ્વારા 78,000 કરોડની LTCની જાહેરાતનો પણ લાભ થશે. આ ઘોષણાથી અપેક્ષા વધી છે કે હવે કેન્દ્રીય કર્મચારીઓ થોડો ખર્ચ કરશે.
સરકારે કરેલ 4 મોટી જાહેરાત
ફેસ્ટીવલ લોન
કેન્દ્ર સરકારના તમામ કર્મચારીઓને 10,000 રૂપિયાનું વન ટાઈમ વ્યાજ મુક્ત લોન મળશે. એક કરોડ કેન્દ્રીય કર્મચારીઓને જેનો લાભ મળશે. રાજ્ય સરકારો તેને લાગૂ કરશે. તો વધુ લોકોને તેનો ફાયદો થશે.
68,000 કરોડ રૂપિયાનું પેકેજ
કેન્દ્રીય કર્મચારીઓ 10,000 રૂપિયાનું વન ટાઈમ સ્પેશય ફેસ્ટીનવ લોન, બજારમાં 12,000 કરોડ રૂપિયાની માગ વધી શકે છે. એલટીસી કૈશ વાઉચર સ્કીમ અંતર્ગત 12 ટકા અથવા તેનાથી વધારે ટેક્સ વાળા કોઈ પણ સામાન ખરીદી શકે છે અને ટેક્સમાં પણ છૂટ-56,000 કરોડ રૂપિયાની માગ વધી શકે છે.
કેપેક્સ બજેટમાં 25,000 કરોડ રૂપિયાના વધારો
કેન્દ્ર સરકારના 4.13 લાખ કરોડ રૂપિયાના કેપિટલ એક્સપેંડીચર બજેટમાં 25,000 કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ રકમ સડક, રક્ષા, પાણી, શહેરી વિકાસ અને દેશમાં બનતા કેપિટલ ઈક્વિપમેંટ પર ખર્ચ થશે.
50 વર્ષ સુધી વ્યાજ લોન
રાજ્ય સરકારોને આગામી 50 વર્ષ સુધી 12,000 કરોડ રૂપિયાના વ્યાજ મુક્ત લોન મળશે. પૂર્વોત્તરના 8 રાજ્યોમાં દરેક ને 200 કરોડ રૂપિયા. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશને 450 કરોડ રૂપિયા. આત્મનિર્ભર ભારત પૈકેજમાં બતાવ્યા પ્રમાણે 4માંથી 3 સુધારા લાગૂ કરનારા રાજ્યોને 2,000 કરોડ રૂપિયા વધારાના આપવામાં આવશે.
અર્થવ્યવસ્થાની સ્થિતિ ખરાબ
કોરોના સંકટને કારણે અર્થવ્યવસ્થાની સ્થિતિ ખરાબ છે. જૂન ત્રિમાસિક ગાળામાં ભારતીય અર્થવ્યવસ્થામાં આશરે 24 ટકાનો ઘટાડો થયો હતો, જેના પગલે વધુ એક પગલું ભરવા આગળની કાર્યવાહી કરવાની સરકારને ફરજ પડી છે. નાણાં મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ગયા મહિના સુધી સરકાર કોઈ નવું પેકેજ આપવા માટે તૈયાર જણાતી નહોતી. પરંતુ અનલોકનો અમલ તમામ રાજ્યોમાં એકસરખી રીતે કરવામાં આવ્યો નથી અને હજી પણ માલસામાન અને લોકોની અવરજવર પર ઘણા નિયંત્રણો છે. આને કારણે હવે સરકારને લાગે છે કે રાહત પેકેજ અર્થવ્યવસ્થા માટે વધુ પ્રભાવી થઈ શકે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "આર્થિક મંદીનો સામનો કરી રહેલા ટુરિઝમ સેક્ટરને બેઠુ કરવા મોદી સરકાર લઈ શકે છે મોટો નિર્ણય"
ટિપ્પણી પોસ્ટ કરો