જો તમે પણ ગર્ભ નિરોધક ગોળી લેવાનું વિચારી રહ્યા હોવ તો વાંચી લો પહેલા ‘આ’, અને હવે બદલી નાખો તમારો આ વિચાર
ઘણી છોકરીઓ અનિચ્છનીય ગર્ભાવસ્થાને ટાળવા માટે ગર્ભનિરોધક ગોળીઓનો ઉપયોગ કરે છે,પરંતુ શું તમને ખબર હોય છે કે ગર્ભ નિરોધક ગોળીઓ ખાવાથી તમને ઘણી હાનિકારક અસરો થશે.જેમ કે તે તમારો મૂડ બદલી દેશે અથવા જ્યારે તમને જાતીય સંબંધો પરથી મન પણ ઉઠી જશે,તમને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા પણ થઈ શકે છે.આ સિવાય પણ ઘણી સમસ્યાઓ થઈ શકે છે.તો ચાલો અમે તમને જણાવીએ કે ગર્ભ નિરોધક ગોળીઓનો ઉપયોગ કરવાથી શું મુશ્કેલીઓ થઈ શકે છે.
ગર્ભ નિરોધક ગોળીઓની આડઅસર: –
ગર્ભ નિરોધક ગોળીઓમાં કૃત્રિમ માત્રામાં પ્રોજેસ્ટેરોન અને એસ્ટ્રોજન હોય છે જે ટેસ્ટોસ્ટેરોનના સ્તરને ઘટાડીને અનિચ્છનીય ગર્ભાવસ્થા સામે રક્ષણ આપે છે ,પરંતુ આ દવા યોનિમાર્ગમાં શુષ્કતાની સાથે જાતીય ઇચ્છાને પણ ઘટાડશે.
ગર્ભનિરોધક ગોળીઓ એસ્ટ્રોજનનું સ્તર ઘટાડશે,જે પેટના ચેપનું જોખમ બની શકે છે,સાથે તે રોગપ્રતિકારક શક્તિને પણ નબળી પાડે છે.
ગર્ભ નિરોધક ગોળીઓના ઉપયોગથી આંખોમાં શુષ્કતા આવશે,જે આંખોને પાણીયુક્ત અથવા લાલ રાખશે, કેટલીક વાર તેની ભયાનક અસર આંખોની રોશની પણ સમાપ્ત કરે છે.
ગર્ભ નિરોધક ગોળીઓનું સેવન કરવાથી શરીરમાં એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનમાં ફેરફાર આવશે.જેના કારણે તમારો મૂડ બદલાશે,જે તમને તણાવપૂર્ણ બનાવશે,કેટલીક વખત આ ગોળીના વધુ સેવનથી માથામાં દુખાવાની સમસ્યા પણ થઈ શકે છે,જે આધાશીશી જેવી બીમારીનું કારણ પણ બને છે.
જો તમે કોઈ ગંભીર હૃદય અથવા લીવરના રોગના દર્દી છો અથવા તમે અનિયંત્રિત હાઈ બ્લડ પ્રેશરથી પીડિત છો તો તમારે ગર્ભ નિરોધક ગોળીઓના સેવનથી બચવું જોઈએ.આ ગોળી તમારી સમસ્યામાં વધારો કરી શકે છે.
જો તમને સ્તન કેન્સરની સમસ્યા છે,તો તમારે ગર્ભ નિરોધક ગોળીથી દૂર રેહવું જોઈએ.
જાડાપણું ધરાવતી સ્ત્રીઓએ આ ગોળીથી દૂર જ રેહવું જોઈએ.કારણ કે ગર્ભ નિરોધક ગોળી શરીરના ઘણા ભાગમાં નુકસાન પોહચાડી શકે છે,જો તમારા શરીરમાં વધુ ચરબી છે તો આ ચરબી વધુ વધારશે અને તમારું જાડાપણું ક્યારેય દૂર નહીં થાય.જાડાપણાના કારણે તમને ભવિષ્યમાં હૃદયના જોખમો પણ થઈ શકે છે.
એક અધ્યયનમાં ઉલ્લેખ છે કે ગર્ભ નિરોધક ગોળીઓમાં ઉપયોગમાં લેવામાં આવતા અમુક પ્રકારના પ્રોજેસ્ટિન હોર્મોન્સ લોહીના ગંઠાવાનું જોખમ વધારે છે.ગર્ભ નિરોધક ગોળીમાં પ્રોજેસ્ટિન્સ,ડ્રોસ્પીરેનોન અને ડેસોજેસ્ટ્રલ નામના તત્વો જોવા મળે છે.આ લોહીના વિકારના એક પ્રકારનું કારણ હોઈ શકે છે.આ લોહીની નળીઓમાં લોહી ગંઠાઈ જવાનું કારણ બને છે,જે રુધિરવાહિનીઓને બંધ કરી શકે છે.
એક વાત હંમેશા ધ્યાનમાં રાખો કે ગર્ભનિરોધક ગોળીઓ અનિચ્છનીય ગર્ભાવસ્થાને અટકાવી શકે છે,પરંતુ 100 ટકા નહીં.જો ગર્ભનિરોધક ગોળીઓ વધુ લેવામાં આવે તો ગર્ભાવસ્થામાં સમસ્યા અથવા ગર્ભાવસ્થામાં કેન્સરનું કારણ પણ બને છે.એક અધ્યયનમાં જાણવા મળ્યું છે કે દર વર્ષે 100 માંથી 9 મહિલાઓ ગર્ભ નિરોધક ગોળીઓ ખાવા છતાં ગર્ભવતી બની છે.તેથી જો તમે કોઈપણ કારણોસર આ ગોળીનો ઉપયોગ કરો જ છો,તો પેહલા તમારા ડોક્ટરની સલાહ જરૂરથી લો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "જો તમે પણ ગર્ભ નિરોધક ગોળી લેવાનું વિચારી રહ્યા હોવ તો વાંચી લો પહેલા ‘આ’, અને હવે બદલી નાખો તમારો આ વિચાર"
ટિપ્પણી પોસ્ટ કરો