હવે આ તારીખ સુધી ટેક્સ સાથે જોડાયેલા વિવાદ ઉકેલી શકાશે, કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

લોકડાઉન બાદ કેન્દ્ર સરકાર દ્વારા ઈન્ટમટેક્સને લઈને ઘણી જાહેરાત કરવામાં આવી રહી છે. ઈન્કમટેક્સ ભરવાની તારીખ પણ લંબાવવામાં આવી છે. હવે આ કડીમાં કેન્દ્ર સરકારે ટેક્સપેયર્સને મોટી રાહત આપી છે. ઈન્કમ ટેક્સ સાથે જોડાયેલા વિવાદને ઉકેલવા માટે શરુ કરવામાં આવેલી ‘વિવાદ સે વિશ્વાસ’ સ્કીમની છેલ્લી તારીખ એક વાર ફરી આગળ ધપાવવામાં આવી છે. હવે ટેક્સપેયર્સ 31 ડિસેમ્બર 2020થી વધારીને 31 માર્ચ 2021 સુધી ટેક્સ સાથે જોડાયેલા વિવાદ ઉકેલી શકાય છે. આ સ્કીમને લાવવાનો હેતુ લંબિત કરી વિવાદોનું સમાધાન કરવાનું છે.

વ્યાજ અને દંડની રકમમાં સંપૂર્ણ છુટ આપવામાં આવશે

image source

તમામ કોર્ટમાં પ્રત્યક્ષ કર સાથે જોડાયેલા 9.32 લાખ કરોડ રુપિયાના 4.83 લાખ કેસ પેન્ડિંગ છે. આ સ્કીમ હેઠળ કરદાતાઓને ફક્ત વિવાદિત ટેક્સ રકમની ચૂકવણી કરવાની રહેશે. તેમણે વ્યાજ અને દંડની રકમમાં સંપૂર્ણ છુટ આપવામાં આવશે. સત્તાવાર નિવેદનમાં જણાવ્યાનુંસાર વિવાદથી વિશ્વાસ યોજના હેઠળ ટેક્સ સાથે જોડાયેલા મામલાને પહોંચી વળવા કરદાતાઓને આગ વધારે રાહત આપવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. સરકારે મંગળવારે કોઈ પણ વધારાની રકમ વગર સમયસીમા 31 ડિસેમ્બર 2020થી વધારીને 31 માર્ચ 2021 કરી દીધી છે. જો કે આ ચૂકવણી ફક્ત કરવામાં આવેલી જાહેરાતના સંદર્ભમાં કરવામાં આવી છે.

આ યોજના કરદાતાઓને લાભ અને તેમની સુવિધા માટે છે

image soucre

તો બીજી તરફ નાણા સચિવ અજય ભૂષણ પાંડેએ વિવાદથી વિશ્વાસ યોજના હેઠળ ટેક્સ નિકાલને લઈને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સમીક્ષા કરી હતી. આ પ્રસંગે સીબીડીટી ચેરમેન અને બોર્ડના અન્ય સભ્ય તથા પ્રધાન મુખ્ય કર આયુક્ત હાજર હતા. પાંડેએ કહ્યું કે આ યોજના કરદાતાઓને લાભ અને તેમની સુવિધા માટે છે. કેમ કે આના દ્વારા તાત્કાલિક વિવાદોનું સમાધાન થઈ શકશે.

image source

ઉલ્લેખનીય છે કે આ પહેલા સરકારે મેમાં નાણા વર્ષ 2019-20 માટે ભરવામાં આવનાર ITR ની તારીખ વધારીને 30 નવેમ્બર કરી હતી. આ ઉપરાંત આ યોજના હેઠળ તેને વધારી 31 ડિસેમ્બર 2020 કરી હતી.

31 ડિસેમ્બર 2020 સુધીમાં રિટર્ન ફાઇલ કરી શકશે

image source

વ્યક્તિગત કરદાતા માટે નાણાંકીય વર્ષ 2019-20નું આવકવેરા રિટર્ન ભરવાની સમય મર્યાદા વધારીને 31 ડિસેમ્બર કરવામાં આવી છે. નાણા મંત્રાલયે શનિવારે કહ્યું હતું કે જે કરદાતાના ખાતાનું ઓડિટ કરવાની જરૂર છે તે પણ હવે 31 જાન્યુઆરી 2021 સુધી તેમનું આવકવેરા રિટર્ન ભરી શકશે. કોરોનાને કારણે લૉકડાઉન થતાં આઈટી રિટર્ન ભરવાની મુદત વધારીને 30 નવેમ્બર કરાઈ હતી.

image source

કેન્દ્રીય નાણાં મંત્રાલય પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, હવે જે કરદાતાઓના રિટર્નમાં ઓડિટ રિપોર્ટ ફાઇલ ન થયો હોય તેઓ 31 ડિસેમ્બર 2020 સુધીમાં રિટર્ન ફાઇલ કરી શકશે. જો કે, ટેક્સપેયર્સ જેમના રિટર્નમાં ઓડિટ રિપોર્ટ ફાઇલ કરવો પડતો હતો તેમના માટે IT રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2021 નક્કી કરવામાં આવી છે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

0 Response to "હવે આ તારીખ સુધી ટેક્સ સાથે જોડાયેલા વિવાદ ઉકેલી શકાશે, કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel