સરસવનું તેલ રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કરે છે કામ અને દૂર કરે છે આ અનેક સમસ્યાઓને, જાણો કેવી રીતે કરશો ઉપયોગ

ન્યુટ્રિનીસ્ટના કેહવા મુજબ“સરસવનું તેલ એક પ્રાચીન તેલ છે,જે આપણા શરીરની અંદર અને બહાર બંનેને ઘણા બધા સ્વાસ્થ્ય લાભ પુરા પાડે છે.”
અત્યારના ચાલતા કોરોના વાયરસના રોગચાળાને લીધે ભારતીય વૈજ્ઞાનિકો કોરોનાની રસી શોધવામાં વ્યસ્ત છે અને બીજું બાજુ એ તપાસ પણ થઈ રહી છે,કે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ક્યારે લોકોએ શું ખાવું જોઈએ ? અત્યારે આપણા ટી.વી અથવા મોબાઈલમાં આપણે ઘણી એવી જાહેરાતો જોઈએ છે,જેમાં લોકો દાવો કરે છે કે આ ચીજોનું સેવન કરવાથી આપણે કોરોનથી બચી શકીએ છે, આ ચીજોમાં આયુર્વેદના કોઈ ફોર્મ્યુલાનો પણ ઉલ્લેખ કરવામાં આવતો નથી, તો પણ તેવો દાવો કરવામાં આવે છે કે આ ઉત્પાદન રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે.આ ક્ષેત્રના નિષ્ણાતો ગ્રાહકોને આ દાવાઓ સામે ચેતવણી આપતા એમ કહેતા કે આવા બોટલબંધ શોર્ટકટ તેમના માટે શારીરિક સુરક્ષાને મજબૂત કરવા માટે આદર્શ સમાધાન નથી.

ન્યુટ્રિશનિસ્ટ જણાવે છે કે “કોરોનાવાયરસ રોગચાળા દરમિયાન ઘણી કંપનીઓ તેમના ઉત્પાદનોને પ્રતિરક્ષા બૂસ્ટર તરીકે જણાવી રહી છે.આ આપણા માટે ખૂબ જ જોખમી સાબિત થઈ શકે છે કારણ કે લોકો કોરોના ચેપથી ડરતા હોય છે અને આવી સ્થિતિમાં તેઓ એવી કોઈ પણ વસ્તુ ખરીદવા માટે તૈયાર રહે છે જેથી તેમની રોગપ્રતિકારક શક્તિ વધી શકે છે.” ડાયેટિશિયન અને ફિટનેસ એક્સપર્ટના જણાવ્યા અનુસાર “દરેક રીતે તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરો,પરંતુ કઈપણ ચીજોનું સેવન કરતા પેહલા થોડો વિચાર કરો.”

સરસવનું તેલ રોગપ્રતિકારક શક્તિ માટે અસરકારક છે

image source

ન્યુટ્રિશનિસ્ટે કહે છે કે, “આપણે બધા જાણીએ છીએ કે રોગની રોકથામ એ તેની સારવાર કરતા વધારે સારું છે! તેમાં કોઈ શંકા નથી કે તમે તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરીને કોરોના વાયરસથી બચી શકો છો. પરંતુ જ્યાં સુધી કોરોના વાયરસને રોકી શકાશે નહીં અને જ્યાં સુધી તેની રસી ન મળે,ત્યાં સુધી દરેક લોકો અંધારામાં તીર ચલાવતા રહેશે.” જો કે બધા નિષ્ણાંતોએ રસોઈ માટે સરસવના તેલનો ઉપયોગ કરવાનું કહ્યું છે અને તેઓએ એ પણ ખાતરી આપી છે કે સરસવનું તેલ આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે.

સરસવના તેલની આ વિશેષતા છે

image source

નિષ્ણાંતો જણાવે છે કે “સરસવનું તેલ એક પ્રાચીન તેલ છે,જે આપણા શરીરના અંદર અને બહાર બંનેને ઘણા બધા સ્વાસ્થ્ય લાભ આપે છે.આ તેલમાં મોનો અસંતૃપ્ત ફેટી એસિડ્સ હોય છે જે આપણા શરીરમાં કોલેસ્ટરોલનું યોગ્ય સંતુલન જાળવવા માટે આવશ્યક છે.આ તેલ આલ્ફા લિનોલીક એસિડથી પણ સમૃદ્ધ છે,જે આપણા કાર્ડિયાક કાર્યને સુરક્ષિત રાખે છે ભારતીય રસોઈમાં સરસવના તેલનો ઉપયોગ કરવો એ એક યુગની પરંપરા છે અને સરસવનું તેલ આપણા આરોગ્યને ઘણા ફાયદાઓ આપે છે.”

સરસવનું તેલ શરદી,પ્રતિરક્ષા બૂસ્ટર,વાળની ​​વૃદ્ધિ અને ત્વચા માટે ફાયદાકારક છે

image source

નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર “સરસવના તેલમાં જોવા મળતી એલીલ આઇસોટિઓસાયનાટ્સ (એઆઈટીસી) ને વ્યાપક રૂપે એન્ટિમાઇક્રોબાયલ એજન્ટ માનવામાં આવે છે.તેથી સરસવનું તેલ શરદીની સમસ્યા દૂર કરે છે,રોગપ્રતિકારક શક્તિ વધારે છે,તેમજ વાળની વૃદ્ધિ,ત્વચાના પોષણ જેવી ઘણી વિશેષતા સરસવના તેલમાં જોવા મળે છે અને આયુર્વેદમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ”

સાઇનસની બીમારી પણ દૂર થાય છે

image source

“સરસવના તેલમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિફંગલ ગુણ હોય છે અને તે આપણી પાચક શક્તિને હાનિકારક ચેપથી સુરક્ષિત કરવામાં મદદ કરે છે.સરસવનું તેલ સાઈનસની બીમારી પણ દૂર કરે છે એટલું જ નહીં,સદીઓથી જ સરસવના તેલના ઘણાં ઘરેલુ ઉપાયો કરવામાં આવે છે,જેનું અગણિત વખત પરીક્ષણ કરવામાં આવ્યું છે. ” “આ ઘરગથ્થુ ઉપાય ખાસ કરીને આજના સમયમાં ખુબ જ ઉપયોગી છે.ઉદાહરણ તરીકે સરસવના તેલમાં લસણ,લવિંગ નાખીને તેને ગરમ કરવું અને પછી તે તેલ પગના તળિયામાં અને છાતી પર લગાવવું.આ ઉપાયથી શરદીની સમસ્યામાં ઘણી રાહત મળે છે.”

સરસવના દાણા પણ ફાયદાકારક છે

image source

નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર “આ વર્ષની શરૂઆતમાં જ સરસવના દાણાનો ઉપયોગ શ્વસન ચેપની સારવાર માટે કરવામાં આવ્યો હતો.આ અભ્યાસ એક સંસ્થા દ્વારા કરવામાં આવ્યો હતો.આ અધ્યયનમાં સરસવના દાણા ચેપ સામે લડતા ગુણધર્મો દર્શાવવામાં આવ્યા હતા.તેમને જણાવ્યું કે શ્વસનની સમસ્યા દૂર કરવા માટે સરસવના દાણા ખુબ ઉપયોગી છે.તેથી જ એવું લાગે છે કે સમાન ગુણધર્મો અને ઉપચાર કોવિડ -19 ને રોકવા માટે પણ લાગુ કરી શકાય છે,કારણ કે કોરોનાની શરૂઆત પણ શ્વસન દ્વારા જ થાય છે.” તેથી સારાંશ એ છે કે જો તમે ઝડપથી ફેલાતા કોરોનાવાયરસના આ યુગમાં વિશ્વસનીય પ્રતિરક્ષા બૂસ્ટરની શોધ કરી રહ્યા છો,તો સરસવનું તેલ એક શક્તિશાળી પદાર્થ તરીકે જાણીતું ઉત્પાદન છે જે તમારા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

0 Response to "સરસવનું તેલ રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કરે છે કામ અને દૂર કરે છે આ અનેક સમસ્યાઓને, જાણો કેવી રીતે કરશો ઉપયોગ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel