ગેસ બુકિંગની હોય છે 4 રીત, જો આ કંપનીનો સિલિન્ડર હોય તો જાણી લો જલદી નવો બુકિંગ નંબર, નહિં તો..
દરેક ઘરમાં ગૃહિણીઓ ગેસનો ઉપયોગ કરતી જ હોય છે. ગેસ સિલિન્ડર ખતમ થાય અને તરત જ તમે તેને બુક કરાવવા માટે ફોન ઉપાડો છો. એક ફોન અને તમારું કામ પૂરું. પરંતુ હવે જો તમે ઈન્ડેન કંપનીના ગ્રાહક છો તો તમમારે સતર્ક થવાની જરૂર છે. એ એટલા માટે કે કંપનીએ ગેસ બુકિંગ માટેનો નંબર બદલી દીધો છે. તમે પણ આ નવો નંબર નોટ કરી લો જેથી તમને તકલીફ ન રહે અને તમારું કામ સરળ રીતે ચાલતું રહે.
જો તમે ઘરેલૂ એલપીજી રિફિલને માટે મોબાઈલ નંબરનો ઉપયોગ કરો છો તો આ ન્યૂઝ તમારા માટે કામની છે. જો તમે ઈન્ડેનના ગ્રાહક છો તો તમે તમારા જૂના નંબર પર ગેસ સિલિન્ડર બુક નહીં કરાવી શકો. ઈન્ડેને પોતાના ગ્રાહકો માટે તેમના રજિસ્ટર્ડ નંબર પર નવો નંબર મોકલ્યો છે. આ નંબર પર તમે ગેસ રિફિલ કરાવવા માટે સિલિન્ડર બુક કરાવી શકો છો.
તમે કુલ 4 રીતે ગેસ સિલિન્ડરનું બુકિંગ કરાવી શકો છો. પરંતુ જો તમે ફક્ત ફોન કરીને બુકિંગ કરાવો છો તો નવો નંબર જાણી લેવો તમારા માટે જરૂરી છે જેથી તમને મુશ્કેલી ન રહે.
આ છે ગેસ સિલિન્ડર બુકિંગ કરાવવાની 4 રીત
પહેલું ડિસ્ટ્રીબ્યુટર પાસે જઈને
બીજું ફોન નંબર પર ફોન કરીને
ત્રીજું ઓનલાઈન
ચોથું કંપનીના વોટ્સ એપ નંબર પર
જો તમે ઈન્ડેનના ગ્રાહક છો તો તમારા નવા નંબર 7718955555 પર કોલ કરીને ગેસ બુક કરાવી શકો છો. અન્ય રીત છે વોટ્સએપનો. તમારા વોટ્સ એપ મેસેન્જર પર REFILL ટાઈપ કરો અને તેને 7588888824 પર મોકલો, ધ્યાન રાખો તમારા વોટ્સએપ નંબર તમારા રજિસ્ટર્ડ નંબર પર હોય.
સબ્સિડીમાં છેલ્લા એક વર્ષથી થઈ રહ્યો છે ઘટાડો
એક નવેમ્બરથી એલપીજી ઘરેલી સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર આવી રહ્યા છે. રસોઈ ગેસ પર સબ્સિડીમાં એક વર્ષમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આ સમયે સબ્સિડી વાળા સિલિન્ડર રૂ. 100 મોંઘો થયો છે અને સબ્સિડી ઘટી છે. રાજધાની દિલ્હીમાં ગયા વર્ષે જુલાઈમાં રસોઈ ગેસ સિલિન્ડરનું મૂલ્ય એટલે કે સબ્સિડી વિનાના સિલિન્ડરની કિંમત 637 રૂપિયા હતી જે ઘટીને 594 રૂપિયા થઈ છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "ગેસ બુકિંગની હોય છે 4 રીત, જો આ કંપનીનો સિલિન્ડર હોય તો જાણી લો જલદી નવો બુકિંગ નંબર, નહિં તો.."
ટિપ્પણી પોસ્ટ કરો