અહિંયા છે અનોખી વાસણ બેન્ક, જે જમણવાર જેવા પ્રસંગોએ ઉપયોગ માટે વિનામૂલ્યે આપે છે વાસણો, જલદી જાણો તમે પણ આ બેન્ક વિશે

પ્લાસ્ટિક પ્રદુષણ આપણા પર્યાવરણને ઘણું ઝડપથી નુકશાન કરી રહ્યું છે. પ્લાસ્ટિક પદાર્થો દ્વારા થતા કચરાનો નિકાલ કરવો એક મુશ્કેલ કાર્ય છે અને પૃથ્વી પરના કુલ પ્રદુષણમાં પણ પ્લાસ્ટિકનો નોંધપાત્ર ફાળો રહ્યો છે જેથી આ એક વૈશ્વિક સમસ્યા બની ચુકી છે.

image source

પ્લાસ્ટિક બેગો, વાસણો અને ફર્નિચરના વધી રહેલા ઉપયોગને કારણે પ્લાસ્ટિક કચરામાં ઘણો જ વધારો થઈ રહ્યો છે અને તેને કારણે પ્લાસ્ટિક પ્રદૂષણની સમસ્યા સામાન્યથી ભીષણ થઈ રહી છે. અત્યારનો સમય એ છે કે આપણે આ બાબતે ગંભીરતા પૂર્વક વિચારવાની જરૂર છે અને તેના ઉકેલ માટેના પ્રયાસો શરૂ કરવા પણ જરૂરી છે.

image source

પ્લાસ્ટિક પ્રદુષણને રોકવા માટે સૌથી હાથવગો અને મહત્વનો ઉકેલ એ છે કે આપણે આપણા રોજિંદા જીવનમાંથી પ્લાસ્ટિકના ઉપયોગને તિલાંજલિ આપીએ. પરંતુ સમસ્યા એ છે કે મોટાભાગના લોકો પ્લાસ્ટિકના ઉપયોગને પોતાની આદત બનાવી ચુક્યા છે એટલા માટે તેના ઉપયોગને સાવ બંધ કરી દેવો પણ શક્ય નથી.

image source

તેમ છતાં પર્યાવરણને બચાવવા માટે લેવાયેલું એક નાનું પગલું પણ ખાસ મહત્વનું ગણી શકાય. કારણ કે એક નાનું પગલું જ ભવિષ્યમાં મોટા બદલાવ લાવે છે અને ત્યારે લોકો તમારા પહેલાના પગલાંની સરાહના પણ કરે છે. આવું જ કઈંક કર્યું ચાર મહિલાઓના એક ગ્રુપે. આ ગ્રુપની મહિલાઓએ જોયું કે મોટાભાગના લગ્ન કે જમણવારના અન્ય સમારંભોમાં લોકો પ્લાસ્ટિકના ગ્લાસ અને વાસણોનો છૂટથી ઉપયોગ કરી રહ્યા છે. ત્યારબાદ આ મહિલાઓએ એક વાસણ બેંક બનાવવાનું વિચાર્યું.

image source

ભોપાલ ખાતે રહેતી ઇલા ચઢ્ઢા, શ્વેતા શર્મા, સ્મિતા પટેલ અને ડોકટર મધુલિકા દીક્ષિત નામની આ ચાર મહિલાઓના ગ્રુપે સાથે મળીને વાસણ બેંક બનાવી તેઓનો હેતુ પર્યાવરણને બચાવવાનો અને તેને સંતુલિત કરવાનો હતો કારણ કે સામાજિક જમણવાર સહિતના પ્રસંગોમાં વપરાતા પ્લાસ્ટિક પદાર્થો આખરે પૃથ્વીને નુકશાન જ પહોંચાડે છે. આ મહિલા ગ્રુપની વાસણ બેન્ક દ્વારા તેઓ શહેરમાં યોજાતા જમણવાર સહિતના પ્રસંગોમાં વાસણો આપવા માંડ્યા જેથી પ્લાસ્ટિક ગ્લાસ, વાસણો વગેરેનો ઉપયોગ બંધ થઈ શકે.

image soucre

21 વર્ષોથી સાથે રહેલી આ મહિલાઓએ સૌથી પહેલા પોતે જ બજારમાંથી પોલીથીન બેગો લેવાનું બંધ કર્યું. તેઓ જયારે બજારમાં ખરીદી કરવા જતાં ત્યારે પોતાની સાથે કપડાંની થેલીઓ લઇ જતી. આ પ્રયાસને આગળ વધારતા તેઓએ વાસણ બેંક બનાવી અને અત્યારે તેની વાસણ બેંકમાં 500 જેટલા વાસણો છે જેનો બધો હિસાબ કિતાબ રજીસ્ટરમાં નોંધવામાં આવે છે.

image source

હાલ આ વાસણ બેન્ક દ્વારા ઉપરોક્ત ચારેય મહિલાઓ સામાજિક પ્રસંગોમાં ઉપયોગ માટે વિનામૂલ્યે વાસણ આપવાની સેવા કરે છે. જો કે તેઓના આ કામ પાછળ અનેક લોકોનો સહયોગ હોય છે જેના દ્વારા તે આટલા વાસણો એકઠા કરી તેની સેવા આપી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

0 Response to "અહિંયા છે અનોખી વાસણ બેન્ક, જે જમણવાર જેવા પ્રસંગોએ ઉપયોગ માટે વિનામૂલ્યે આપે છે વાસણો, જલદી જાણો તમે પણ આ બેન્ક વિશે"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel