કોરોના વાયરસ બન્યો વધારે ઘાતક, શરીરમાં પ્રવેશવા શોધ્યો આ નવો રસ્તો, જાણો નહિં તો પસ્તાશો
સમગ્ર વિશ્વમાં ફેલાઈ ચુકેલી કોરોના વાયરસની મહામારીમાં કોઈ જ રાહત નથી મળી રહી. તો બીજી બાજુ દિવસેને દિવસે કોરોનાના નવા લક્ષણો બહાર આવી રહ્યા છે. અને સાથે સાથે કોરોના સંક્રમીતોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. યુરોપમાં પણ ફરી એકવાર કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે તો અમેરિકા પણ ફરી વાર સંક્રમિતોની સંખ્યાની દ્રષ્ટિએ પ્રથમ ક્રમે આવી ગયું છે. અને દીવસેને દિવસે કોરોના વાયરસ ઘાતક બની ગયો છે.
અત્યાર સુધીમાં કેહવામા આવ્યું હતું કે કોરોના માનવ શરીરમાં મોઢા, તેમજ નાક દ્વારા પ્રવેશી શકે છે પણ હવે કોરોના વાયરસે માણસના શરીરમાં પ્રવેશવાની એક નવી જ રીત શોધી છે. આ જાણકારી વૈજ્ઞાનિકો દ્વારા થયેલા એક સંશોધન દ્વારા મળી છે. તેમના સંશોધનમાં જાણવા મળ્યું છે કે કોરોના વાયરસ હવે પ્રોટીનની મદદથી શરીરમાં પ્રવેશ કરે છે. એક ખાસ પ્રોટીન કોરોનાને શરીરમાં પ્રવેશવા દેવા માટે રસ્તો કરી આપે છે. આ સંશોધન એક સાયન્સ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે.
વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે કોરોના વાયરસનો બહારનો ભાગ સ્પાઇક જેવો હોય છે. જેની બહારની સપાટી પર એક વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન હોય છે. જે માણસના શરીરમા હાજર કોષોના પ્રોટીન ACE-2 સાથે ભળે છે. અને આ રીતે તે માનવ શરીરના કોષોની અંદર પ્રવેશે અને તેના કારણે સંખ્યામાં વધારો થાય છે. અને ત્યાર બાદ ધીમે ધીમે આ વાયરસ સમગ્ર શરીર પર કબજો કરી લે છે.
આ વિષય પર વૈજ્ઞાનિકો દ્વારા બે સંશોધન કરવામા આવ્યા છે. વૈજ્ઞાનિકોએ માનવ શરીરના કોષોમાં હાજર ન્યુરોપિલિન -1 નામનું એક પ્રોટીન શોધ્યું છે. અને આ પ્રોટીન શરીરમાં કોરોના વયારસના રીસેપ્ટર તરીકે કામ કરે છે. ઇંગ્લેન્ડની બ્રિસ્ટોલ યુનિવર્સિટિના સંશોધકો દ્વારા કરવામા આવેલા સંશોધનમાં ન્યુરોપિલિન -1 પ્રોટીનથી શરીરમાં પ્રવેશતા કોરોના વાયરસ તેમણે શોધ્યા છે.
આ સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે કોષોમાં હાજર ન્યુરોપિલિન -1 પ્રોટિનનાં અંશ કોરોના વાયરસ પર હજર જોવા મળ્યા હતા. અને વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે આ બાબત ત્યારે જ શક્ય બને છે જ્યારે વાયરસમાં આ પ્રોટીનને ઇન્ફેક્ટ કરવાની એટલે કે સંક્રમીત કરવાની ક્ષમતા રહેલી હોય. બીજી બાજુ જર્મની તેમજ ફિનલેન્ડના વૈજ્ઞાનિકોએ પણ આવો જ મત વ્યક્ત કર્યો છે કે શરીરમાં મોઢા તેમજ નાક ઉપરાંત વાયરસના પ્રવેશની બીજી રીત ન્યુરોપિલિન -1 પ્રોટીન પણ છે.
કોરોનાના વાયરસમાં દર થોડા દિવસે એક નવું જ લક્ષણ જોવા મળે છે. વૈજ્ઞાનિકો સંશોધનના આધાર પર વેક્સિન બનાવી રહ્યા છે. તેમજ કોરોના સંક્રમીતોની સારવાર પણ તેના આધારે જ કરવામાં આવી રહી છે. પણ જેમાં AEC-2 રિસેપ્ટર અને સ્પાઇક પ્રોટીનને ટાર્ગેટ કરીને સારવાર કરવામા આવતી હતી. પણ હવે જ્યારે વૈજ્ઞાનિકોને ન્યુરોપિલિન-1 પ્રોટીન નામનું નવું કોરોના વાયરસ રિસેપ્ટર મળ્યું છે ત્યારથી ફરી એક વાર તેમણે સંક્રમીતોના ઉપચારની પદ્ધતિ બદલવી પડશે તેવુ લાગી રહ્યું છે. કોરોના વાયરસે પ્રથમવાર દેખા દીધી તેને હવે વર્ષ પુર્ણ થવા આવશે. લાખો લોકો આ વાયરસના કારણે જીવ ગુમાવી બેઠા છે તો આજે લાખો લોકો તેનાથી સંક્રમિત છે અને આ આંકડો ઓર વધારે વધી રહ્યો છે ત્યારે આવા નવા પડકારો ઓર વધારે નિરાશા ઉપજાવી રહ્યા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "કોરોના વાયરસ બન્યો વધારે ઘાતક, શરીરમાં પ્રવેશવા શોધ્યો આ નવો રસ્તો, જાણો નહિં તો પસ્તાશો"
ટિપ્પણી પોસ્ટ કરો