આ છે વિશ્વની સૌથી મોંઘી ચૂંટણી, ખર્ચનો આંકડો જાણીને આંખોના ડોળા આવી જશે બહાર, જાણો વધુ વિગતો
કોરોના સંકટની વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવવા જઈ રહી છે. આ સમયે જે રીતે ખર્ચ કરવામાં આવી રહ્યો છે તે જોતાં લાગે છે કે આ ચૂંટણી તમામ રેકોર્ડ તોડશે. કદાચ આ વિશ્વની સોથી મોંઘી અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી ગણાશે.
અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે 79 હજાર કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવશે. આ ખર્ચ ભારતના લોકસભા ચૂંટણીથી 50 ટકા વધુ હશે એમ માનવામાં આવી રહ્યું છે. આ કારણે તેને દુનિયાની સૌથી મોંઘી ચૂંટણી ગણવામાં આવી રહી છે.
ઓપન સીક્રેટ્સ ડોટ ઓઆરજીના એક રિપોર્ટ અનુસાર ફેડરલ કમેટી હવે કોઈ ખર્ચ કરતી નથી તો પણ અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી અત્યાર સુધીની મોંઘી ચૂંટણી બનશે. ફેડરલ કમિટીએ અત્યાર સુધીમાં 7.2 બિલિયન ડોલરનો ખર્ચ કર્યો છે. આ આંકડા 15 ઓક્ટોબર સુધીના છે અને તે હજુ પણ વધી શકે છે. જ્યારે કેન્ડીડેટ્સ એક જુલાઈથી 30 સપ્ટેમ્બર સુધીમાં ખર્ચના આંકડા રજૂ કરાયા છે.
કોરોના મહામારીએ પ્રેસિડેન્શિયલ કેમ્પેનમાં રૂપિયા ખર્ચ કરવાની રીત બદલી છે. ઉમેદવારોએ 2016ની ચૂંટણીની સરખામણીએ આ વખતે ટ્રાવેલ અને ઈવેન્ટ્સ પર ઓછો ખર્ચ કર્યો છે. પરંતુ આ વખતે મીડિયા પર ખર્ચ અનેકગણો વધાર્યો છે. ટ્રમ્પ અને બાઈટેન વર્સેટાઈલ ઓનલાઈન એડ્સ પર રેકોર્ડ તોડ ખર્ચ કરી રહ્યા છે.
આ કંપીઓના ઉપયોગ નવા ડોનર્સને આકર્ષિત કરકવા અને સપોર્ટ્ર્સને મેલ ઈન બેલેટનો ઉપયોગ કરવાની અપીલ કરવા માટે કરવામાં આવી રહ્યો છે. 2020ની ચૂંટણીમાં ડેમોક્રેટ્સે રિપબ્લિકનને પાછળ મૂક્યું છે. અત્યારસુધીના ખર્ચમાં ડેમોક્રેટસની ભાગીદારી 54 ટકા રહી હતી પરંતુ રિપબ્લિકનનો ભાગ 39 ટકા રહ્યો છે. તેમાં અરબપતિ બ્લૂમબર્ગ અને ટોમ સ્ટેયરના પ્રેસિડેન્શિયલ કેમ્પેન પર ખર્ચ કરાયો તે પણ સામેલ છે.
આ પહેલાં ભારતની 2019ની લોકસભા ચૂંટણી ગણાતી હતી સૌથી મોંઘી
ભારતીય ચૂટણી સાથે તુલના કરીએ તો તમામ બાબતો કહે છે કે 2019ના લોકસભા ચૂંટણીમાં પણ લગભગ 50 હજાર કરોડ રૂપિયા ખર્ચ થયા હતા. આ પહેલાના અમેરિકી રાષ્ટ્રપતિ ઈલેક્શનની વાત કરીએ તો તેમાં પણ 45 હજાર કરોડ રૂપિયા ખર્ચ થયા હતા. આ કારણે 2019ની લોકસભાની ચૂંટણીને સૌથી મોંઘી ચૂંટણી કહેવાતી હતી. આ વખતે અમેરિકાના રાષ્ટ્રપતિએ ચૂંટણીમાં થયેલા તમામ ખર્ચનો રેકોર્ડ તોડી દીધો છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "આ છે વિશ્વની સૌથી મોંઘી ચૂંટણી, ખર્ચનો આંકડો જાણીને આંખોના ડોળા આવી જશે બહાર, જાણો વધુ વિગતો"
ટિપ્પણી પોસ્ટ કરો