જો 35 વર્ષની વય પછી માતા બનતા સમયે ખાસ આ બાબતોનું ઘ્યાન રાખશો તો બેબી આવશે એકદમ હેલ્ધી

માતા બનવાની યોગ્ય વય 35 વર્ષ પહેલાંની છે કે જો કોઈ સ્ત્રી 30 વર્ષની વય પછી માતા બને છે,તો પછી તે સ્ત્રીને કસુવાવડ થવાનું જોખમ તથા અકાળ ડિલિવરી થવાની સંભાવના રહે છે.આ સિવાય જો તમે 35 વર્ષની વય પછી માતા બનવા જઈ રહ્યા છો,તો અહીં જણાવેલી ટિપ્સ જરૂરથી અપનાવો.

સૌ પ્રથમ તમારા ડોક્ટરની તપાસ કરાવો,જો તમને કોઈ રોગ છે,તો પહેલા તે રોગને નિયંત્રિત કરો.વધારે આરામ ન કરો.આરામ કરવાથી વધુ સમસ્યાઓ થઈ શકે છે તબીબી સલાહ સાથે તમારું સામાન્ય કાર્ય કરો.

image source

ગર્ભાવસ્થા દરમિયાન કોઈ પણ સમસ્યાને અવગણશો નહીં જો કોઈ સમસ્યા હોય તો તરત જ તમારા ડોક્ટરને કહો.

જો તમારી ઉંમર 35 વર્ષ કે તેથી વધુ છે અને તમે ગર્ભવતી છો,તો ધ્યાન રાખો કે વધુ ઉંમરને લીધે તમારે વધારાના પરીક્ષણો કરાવવાની જરૂર પડી શકે છે અને તમારે ડોક્ટરોના સંપર્કમાં રેહવું જરૂરી છે.ડિલિવરી દરમિયાન તમારે ખાસ ડોક્ટરની મદદની પણ જરૂર પડી શકે છે.આજકાલ ઘણી સ્ત્રીઓ મોડી માતા બનવાનો નિર્ણય લે છે.જો તમે 35 કે તેથી વધુ ઉંમર પછી માતા બની રહ્યા છો,તો તમે ગર્ભાવસ્થા અને બાળજન્મ પર વધતી ઉંમરના પ્રભાવથી ચિંતિત થઈ શકો છો.

image source

આજકાલના સમયમાં સ્ત્રીઓ પેહલા ફરવામાં પોતાનો સમય પસાર કરે છે અને ત્યારબાદ તેમનો પરિવાર આગળ વધારવાનું વિચારે છે,પણ ત્યારે તેમના માં બનવાનો સમય જતો રહ્યો હોય છે,પરંતુ ચિંતા કરશો નહીં. ઘણી સ્ત્રીઓ પોતાનો પરિવાર શરૂ કરવાનો નિર્ણય મોડો લે છે,તેથી તેમણે ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે અને ઘણીવાર એવું બને છે કે તે ખૂબ જ સ્વસ્થ ગર્ભાવસ્થામાં હોય છે અને બાળક ખૂબ જ સરળતાથી બાળકને જન્મે છે.પરંતુ તો પણ આ સમય દરમિયાન તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

ચાલો અમે તમને અહીં જણાવીએ કે 35 વર્ષ પછી માં બનવા જતી સ્ત્રીઓને કઈ બાબતોનું જોખમ થઈ શકે છે તથા તમારે કઈ બાબતોની કાળજી લેવાની જરૂર છે.

ડાયાબિટીસનું જોખમ

image source

30 વર્ષથી ઓછી ઉંમરને ગર્ભાવસ્થા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.આવી સ્થિતિમાં જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ સ્ત્રીઓના શરીરમાં થતા ફેરફારોને કારણે તેમના શારીરિક ફેરફારો પણ વધતા જાય છે.35 વર્ષની ઉંમરે ગર્ભાવસ્થામાં હોવાથી ડાયાબિટીઝ અને હાઈ બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓના વધુ જોખમ રહેલું છે.આ તમારા સ્વાસ્થ્ય તેમજ ગર્ભાવસ્થા અને ડિલિવરીને અસર કરી શકે છે.વધુ ઉમરવાળી મહિલાઓમાં કસુવાવડ થવાની સંભાવના વધારે છે.ઉપરાંત,ગર્ભાવસ્થામાં જટિલતાઓ જેમ કે પ્લેસેન્ટા પ્રોવીઆ એટલે કે ગર્ભાશયને વધુ નીચે આવવાની સમસ્યા તથા હાઈ બ્લડ પ્રેશર અને અકાળ જન્મ પણ વધુ ઉમરવાળી સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે.

વધુ કાળજીની જરૂર છે

image source

વધતી ઉંમર સાથે તમારે આવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે તે જરૂરી નથી.ઘણી વાર સ્ત્રીઓને મોટી ઉંમરે પણ સામાન્ય ડિલિવરી થઈ શકે છે,કારણ કે દરેક સ્ત્રીનું શરીર અને ગર્ભાવસ્થા અલગ હોય છે,કેટલીક સ્ત્રીઓને વધારાની સંભાળની જરૂર પડી શકે છે.તેથી ડોક્ટરની સલાહને અવગણશો નહીં.

બાળક પર અસર થઈ શકે છે

image source

લગભગ 45 વર્ષની ઉંમરે પણ એક એક સંભાવના રહે છે કે તમે સ્વસ્થ બાળકને જન્મ આપશો,પરંતુ જો તમે મોટી ઉંમરે માતા બનશો તો બાળકમાં કેટલીક આનુવંશિક વિકૃતિઓ થવાનું જોખમ રહેલું છે.આ અસામાન્યતાઓમાં ડાઉન સિન્ડ્રોમ અથવા દુર્લભ રંગસૂત્રીય સ્થિતિઓ જેવી કે એડવર્ડ્સ સિન્ડ્રોમ અથવા પટાઉજ સિન્ડ્રોમ વગેરે શામેલ છે.બધી સ્ત્રીઓ તેમની ઉંમર અનુલક્ષીને,રંગસૂત્રીય અસામાન્યતા માટે સ્ક્રીનીંગ પરીક્ષણો કરવાનું કહેવામાં આવે છે.જ્યારે પરીક્ષણના પરિણામો દ્વારા તમારા બાળકમાં સમસ્યા હોવાના જોખમનો અંદાજ લગાવતી વખતે તમારી ઉંમરને પણ ધ્યાનમાં લેવામાં આવે છે.આ પરીક્ષણ દ્વારા જો તમારા બાળકમાં કોઈ અસામાન્યતા છે,તો ડોક્ટર તમને તેના વિશે ચેતવણી આપે છે જેથી તમે તેના વિશે નિર્ણય લઈ શકો.

સિઝેરિયન થવાની સંભાવના

image source

35 વર્ષની ઉંમરમાં ગર્ભાવસ્થાના અંતમાં ડિલિવરી સમયે બાળકની પરિસ્થિતિ એવી હોઈ શકે છે કે સામાન્ય ડિલિવરી મુશ્કેલ છે.આ ખાસ કરીને એટલા માટે થાય છે,કારણ કે તમે મોટી ઉંમરે ગર્ભ ધારણ કર્યું છે.આવા સમય પર ડોકટરો પણ સિઝેરિયન ઓપરેશનની સલાહ આપે છે.એક અધ્યયન મુજબ 25 થી 29 વર્ષની મહિલાઓમાં 15 થી 24 વર્ષની સ્ત્રીઓ કરતા સિઝેરિયન ઓપરેશનની સંભાવના 1.8 ગણી વધારે છે.બીજી બાજુ 30 થી 40 વર્ષની સ્ત્રીઓમાં આ સંભાવના ચાર ગણી વધારે હોઈ શકે છે.કેટલાક સંશોધન દ્વારા જાણવામાં આવ્યું છે કે જયારે વધુ ઉંમરની મહિલાઓ માતા બને છે,ત્યારે બાળક કરતા માતામાં વધુ તકલીફ જોવા મળે છે,ખાસ કરીને એવી સ્ત્રીઓમાં જે 40 વર્ષથી વધુ ઉંમરમાં પ્રથમ વખત માતા બને છે.આ વય જૂથમાં સિઝેરિયન ઓપરેશનની સંભાવના 99% વધુ હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

0 Response to "જો 35 વર્ષની વય પછી માતા બનતા સમયે ખાસ આ બાબતોનું ઘ્યાન રાખશો તો બેબી આવશે એકદમ હેલ્ધી"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel