લ્યો સાંભળો, ભારતમાં આ જગ્યાએ દશેરાના દિવસે થાય છે રાવણની પુજા, મહિલાઓ મૂર્તિ સામે જાય તો તાણે ઘૂંઘટ

હાલમાં જ દશેરાનો પર્વ ગયો છે અને લોકોએ આ વખતે તો માત્ર ફાફડા જલેબી ખાઈને પર્વની ઉજવણી કરી હતી. કારણ કે કોરોનના કારણે રાવણના દહનની તો મનાઈ હતી. પરંતુ સામાન્ય રીતે આપણે આ દિવસે સમગ્ર દેશમાં રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે. જ્યારે મધ્ય પ્રદેશમાં એક જગ્યા એછી છે જ્યાં રાવણના પૂતળાનું દહન નથી કરવામાં આવતું. પરંતુ રાવણની પ્રતિમાની પૂજા કરવામાં આવે છે. અહીં રાવણને જમાઈ માનવામાં આવે છે. મધ્ય પ્રદેશના મંદસૌર જિલ્લાના ખાનપુર ક્ષેત્રમાં રાવણની પૂજા ધૂમધામથી કરવામાં આવે છે.

image source

દશેરાના દિવસે અહીંનો માહોલ કંઈલ અલગ જ જોવા મળતો હોય છે. તે દિવસે હાથોમાં આરતીની થાળી લઈને, ઢોલ અને નગારા વગાડતાં રાવણની પ્રતિમાની પૂજા દર વર્ષે અહીં થાય છે. દશેરા પર્વ પર સવારથી જ લોકો પૂજા કરવા આવે છે અને રાવણની આરતી ઉતારે છે. મૂળે મંદસૌરમાં નામદેવ સમાજ છેલ્લા 300થી વધુ વર્ષોથી દશાનન રાવણની પૂજા કરતો રહ્યો છે.

image source

જો વિગતથી વાત કરીએ તો નામદેવ સમાજ રાવણની પત્ની મંદોદરીને પોતાની દીકરી માને છે. આ કારણે સમુદાયના લોકો રાવણને પોતાના જમાઈ માને છે અને પૂજા પણ કરે છે. મંદસૌરમાં નામદેવ છિપા સમાજના અધ્યક્ષ રાજેશ મેડતવાલે જણાવ્યું કે વર્ષોથી સમાજના લોકો રાવણની પૂજા કરતા આવ્યા છે.

image source

તેમાં પણ સ્થાનિક કર્મકાંડી વિદ્યાન શ્યામ પંડ્યાનું તો એવું કહેવું છે કે એક માન્યતા છે કે રાવણની પત્ની મંદોદરી નામદેવ પરિવારની જ દીકરી હતી, તેથી રાવણને જમાઈની જેમ સન્માન આપવામાં આવે છે અને તેમની પૂજા પણ કરવામાં આવે છે. નામદેવ સમાજન તનિષ્ક બઘેરવાલનું કહેવું છે કે અહીં મહિલાઓ દશાનન રાવણને જમાઈ માને છે. એ નાતે ઘૂંઘટ કાઢીને જ રાવણની પ્રતિમાની સામેથી પસાર થાય છે.

image source

રાવણના વિશે આ વિસ્તારમાં એક માન્યતા એવી પણ છે કે અહીં એકાંતરો તાવ આવે છે તો પગમાં રક્ષા સૂત્ર બાંધવાથી તે ઠીક થઈ જાય છે. લોકો અહીં આવે છે અને રાવણના પગમાં લચ્છો જેનો લાલ દોરો કહે છે, તેને બાંધવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, દિશા જિલ્લાના પણ નટેરન તાલુકામાં એક અનોખુ રાવણ નામનું ગામ આવેલું છે. અહીં ભક્તિભાવ પૂર્વક રાવણની પૂજા કરવામાં આવે છે. વર્ષોથી ચાલી આવી રહેલા આ પરંપરામાં ગ્રામવાસીઓ શ્રદ્ધા પૂર્વક ભક્તિ કરે છે

image source

. રાવણ નામના આ નાના ગામમાં રાવણને દેવતાઓની જેમ પૂજવામાં આવે છે. ગામમાં કોઈ પણ શુભ કાર્ય હોય, લગ્ન કે બાળકનો જન્મ દિવસ ત્યારે સૌથી પહેલા અહીં આવીને ગ્રામજનો દંડવત કરે છે અને પછી કામની શરૂઆત કરે છે. વિજયા દશમીના અવસરે આ મંદિરમાં પૂજા અર્ચના અને ભંડારાનું આયોજન કરવામાં આવે છે. રાવણ બબ્બાના નામથી અહી રાવણનું મંદિર ખુબ જ જાણીતું છે. અહીં જો કોઈ નવું વાહન ખરીદીને લાવે છે, તો તેના પર ‘જય લંકેશ’ લખવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

0 Response to "લ્યો સાંભળો, ભારતમાં આ જગ્યાએ દશેરાના દિવસે થાય છે રાવણની પુજા, મહિલાઓ મૂર્તિ સામે જાય તો તાણે ઘૂંઘટ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel