કોરોના સંકટ વચ્ચે PM મોદી આવશે ગુજરાત, એક ક્લિકે જાણી લો તારીખ અને સાથે સંપૂર્ણ કાર્યક્રમ વિશે
વડાપ્રધાન મોદી આવી શકે છે ગુજરાત, કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસની થઈ શકે છે ઉજવણી!
લોકડાઉન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચમી વખત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી રહ્યા છે. તેમણે પોતાના પ્રારંભિક નિવેદનમાં કહ્યું હતું કે, દેશના રાજ્યો કોરોના સામેના યુદ્ધમાં સાથે મળીને કામ કરી રહ્યા છે. કોરોના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરો, સક્રિયતામાં વધારો કરો. સંતુલિત વ્યૂહરચના સાથે આગળ વધો. આગળના પડકારો શું છે, આ માર્ગ પર કાર્ય કરો.
તમારા બધાના સૂચનોના આધારે માર્ગદર્શિકા નિર્ધારિત કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની આગામી પેટાચૂંટણી પહેલા બે દિવસીય પ્રવાસે આવી રહ્યાં છે. PM મોદી 30 ઓક્ટોબરની સાંજે ગુજરાત આવશે. 31 ઓક્ટોબરના રોજ અમદાવાદ સાબરમતી નદીથી સી-પ્લેનમાં કેવડિયા પહોંચી ઉડાનનો પ્રારંભ કરાવશે. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરના રોજ કેવડિયા ખાતે એક્તા દિવસની ઉજવણીમાં ભાગ લેવા ગુજરાત આવી રહ્યાં છે. જો કે 30મી ઓક્ટબરની સાંજે ગુજરાત આવી જશે. 19 ઓગસ્ટે મુખ્ય સચિવની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક થશે. કોરોનાની સ્થિતિને ધ્યાને રાખીને કાર્યક્રમ નક્કી કરાશે.
હાલની સ્થિતિને જોતા કાર્યક્રમનું કદ નાનું રહે તેવી શક્યતા છે.સૂત્રોને મળતી જાણકારી મુજબ 30મી રાતે હીરાબાના આશીર્વાદ લેવા જાય તેવી શક્યતા છે. આ સાથે જ તેમનો આ ગુજરાત પ્રવાસ નીચે મુજબનો હશે.
30 ઓક્ટોબર સાંજે 3 કલાકે કેવડિયા હેલિપેડ પર આગમન
– પ્રથમ જંગલ સફારી પાર્કનું ઉદ્ધઘાટન કરશે
– ફેરી બોટ (ક્રુઝ ) નું ઉદ્ધઘાટન
– ભારતભવન, એકતા મોલ, ચિલ્ડ્રન પાર્ક, ગ્લો ગાર્ડન,કેકટર્સ ગાર્ડન,એકતા નર્સરીનું પણ ઉદ્ઘાટન કરશે
– સાંજે 6 કલાક બાદ કેવડિયા ખાતે જ કરશે રોકાણ
બીજો દિવસ (31 ઓક્ટોબર)
– સવારે 7 કલાકે આરોગ્ય વનનું ઉદ્ઘાટન
– સવારે 7.30 કલાકે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર ચરણ પૂજા
– સવારે 8 કલાકે રાષ્ટ્રીય એકતા પરેડ સલામી નિરીક્ષણ
– સવારે 8.45 કલાકે રાષ્ટ્રીય જોગ પ્રવચન
– સવારે 9 કલાક પછી IAS વર્ચ્યુઅલ સંવાદ
– બાદમાં તળાવ નંબર 3 પર જશે
– સી પ્લેનનું ઉદ્ઘાટન કરી અમદાવાદ જવા રવાના થશે
રાજ્યમાં 3 નવેમ્બરે યોજાશે ચૂંટણી
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવા જઇ રહી છે. રાજ્યમાં 3 નવેમ્બરના રોજ પેટાચૂંટણી માટે મતદાન થશે. જો કે 30-31 ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે ત્યારે તેની અસર પેટાચૂંટણી પર પણ જોવા મળી શકે છે.
મોદીના પ્રવાસને લઇને ફરી લહેર જોવા મળી શકે
રાજ્યમાં પેટાચૂંટણીના મતદાનમાં પીએમ મોદીના પ્રવાસને લઇને ફરી લહેર જોવા મળે અને ભાજપને 8 બેઠકો પર ફાયદો જોવા મળે તેવું વિશ્લેષકોનું માનવું છે. જો કે પીએમ મોદી દર વર્ષની જેમ આ વર્ષે પણ સરદાર પટેલ જયંતી ઉજવશે. રાજ્યમાં પીએમ મોદીના આગમનને લઇને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન મોદી તરફથી અત્યાર સુધીમાં અનેકવાર રાષ્ટ્રને સંબોધન કરવામાં આવી ચૂક્યું છે, જેમાં જનતા કર્ફ્યૂ, 21 દિવસનું લૉકડાઉન, કોરોના વોરિયર્સ માટે દીપ પ્રગટાવવાની અપીલ સમયે પણ પીએમ મોદી રાષ્ટ્રને સંબોધિત કરી ચૂક્યા છે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના કાળની વચ્ચે અનેક વાર રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી છે. થોડા દિવસો પહેલા જ વડાપ્રધાને દેશમાં ચાલી રહેલા કોરોના વેક્સીનના ટ્રાયલ પર બેઠક કરી હતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "કોરોના સંકટ વચ્ચે PM મોદી આવશે ગુજરાત, એક ક્લિકે જાણી લો તારીખ અને સાથે સંપૂર્ણ કાર્યક્રમ વિશે"
ટિપ્પણી પોસ્ટ કરો