રાવણને પણ થઇ ગયો કોરોના વાયરસ, એમ્બ્યુલન્સ પર સવાર થઈને જઈ રહ્યો છે હોસ્પિટલ! શું તમે જોયો આ VIDEO?
આ વર્ષે કોરોના વયારસની મહામારીના કારણે તહેવારોની ઉજાવણી ખૂબ જ મર્યાદીત પ્રમણમાં કરવામાં આવી રહી છે. દશેરાના દિવસે પણ વધારે માનવ મહેરામણ ભેગું ન થાય તે હેતુથી ઘણી જગ્યાઓએ રાવણ દહન કરવામાં નથી આવ્યું. પણ તાજેતરમાં રાવણના પુતળાનો એક વિડિયો વાયરલ થયો છે અને લોકો તેના પર ખૂબ રમૂજ કરી રહ્યા છે. તમે પણ જુઓ આ વાયરલ વિડિયો.
Ravana has tested Covid positive.😂 pic.twitter.com/MhcsV6cDgs
— Awanish Sharan (@AwanishSharan) October 24, 2020
એંબ્યુલન્સની ઉપર બાંધેલા રાવણના પુતળાનો એક વડિયો સોશિયલ મિડાય પર ખૂબ વયારલ થઈ રહ્યો છે. આ વિડિયો હરિયાણાનો છે તેવુ કેહવામાં આવી રહ્યું છે. આ વિડિયો બહોળા પ્રમાણમાં સોશિયલ મિડિયા પર શેર થઈ રહ્યો છે જેમાં તેવુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે રાવણેને પણ કોરોના વાયરસ થઈ ગયો છે. વિડિયોમા રાવણના એક પૂતળાને એમ્બ્યુલન્સની ઉપર બાંધેલુ છે, જે તમે જોઈ શકો છો. વિડિયો બીજા વાહનમાંથી શૂટ કરવામાં આવ્યો છે. એમ્બ્યુલન્સ પર ડો. સેઠી અમર હોસ્પિટલ, ખરખૌદા, સોનીપત જિલ્લા લખ્યું છે.
આઈએએસ અધિકારી અવનીષ શરણે આ વિડિયોને ટ્વિટર પર શેર કર્યો છે. સાથે સાથે તેમણે રમુજી રિએક્શન પણ આપ્યું છે. તેમણે કેપ્શનમાં લખ્યું છે, ‘રાવણને પણ કોરોના થઈ ગયો છે.’
આ વિડિયોને તેમણે 25મી ઓક્ટોબરની સવારે શેર કર્યો હતો, જેને અત્યાર સુધીમાં હજારો વ્યૂઝ મળી ગયા છે. આ વિડિયોને ટ્વિટર ઉપરાંત ફેસબુક અને વ્હોટ્સએપ પર પણ શેર કરવામાં આવી રહ્યો છે. ઘણા લોકો મઝાક ઉડાવતા કહે છે કે રાવણને કોરોના વાયરસ થવાના કારણે દશેરાની ઉજવણી 14 દિવસ બાદ કરવામાં આવશે. તો વળી કેટલાક લોકોએ પૂછ્યું કે રાવણના કુટુંબીજનોના ટેસ્ટ કરવામાં આવ્યા કે નહીં.
એક યુઝરે લખ્યું છે, ‘હવે સમજાયું કે દહનના સમયે કેમ બોલવામાં આવતુ હતું કે રાવણથી દૂર રહો.’ તો વળી બીજા યુઝરે લખ્યું છે, ‘બધા જ સાથીઓને દુઃખ સાથે જણાવવાનું કે આ વખતે દશેરાની ઉજવણી નહીં થાય, કારણ કે રાવણને કોરોના થઈ ગયો છે અને તેને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે.’ તો ત્રીજા યુઝરે પણ મઝાક કરતાં લખ્યું છે. ‘એટલે કે આ રાવણ 14 દિવસ બાદ બાળવામાં આવશે.’
સમગ્ર વિશ્વ માટે 2020નું વર્ષ અનલકી સાબિત થયું છે. અને ભારતવાસીઓ કે જેઓ તહેવાર પ્રિય પ્રજા છે તેમના માટે પણ આ સમય કપરો જ છે. કારણ કે સંક્રમણને વધતું અટકાવવા માટે સરકાર દ્વારા વિવિધ તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ મુકાયા છે. અને તે કારણે ગુજરાત જેવા ગુજરાતમાં કે જ્યાં નવરાત્રીના પર્વની હર્ષોલ્લાસ સાથે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવતી હતી, ગરબા રમવામાં આવતા હતા તે પણ ન થઈ શક્યા. હવે દિવાળીના તહેવારો બાબતે પણ સરકારે માર્ગદર્શિકા બહાર પાડી છે અને દિવાળીનો તહેવાર પણ લોકોએ સંયમી બનીને જ ઉજવવો પડશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "રાવણને પણ થઇ ગયો કોરોના વાયરસ, એમ્બ્યુલન્સ પર સવાર થઈને જઈ રહ્યો છે હોસ્પિટલ! શું તમે જોયો આ VIDEO?"
ટિપ્પણી પોસ્ટ કરો