WHOએ કોરોના મહામારીમાં માસ્કના ઉપયોગને લઈને આપી આ ખાસ ચેતવણી
દેશ અને દુનિયામાં કોરોના મહામારી અટકવાનું નામ લઈ રહી નથી ત્યારે અનેક લોકો માસ્ક અને સોશ્યલ ડિસ્ટ્ન્સિંગનું પાલન કરી રહ્યા છે. આ સમયે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ના ચીફ સાયન્ટિસ્ટ ડૉ. પ્રો. સૌમ્યા સ્વામીનાથનના જણાવ્યા અનુસાર કોરોના વાઈરસના સંક્રમણથી બચવા જ્યાં સુધી વેક્સિન ના આવે ત્યાં સુધી માસ્ક જ આપણી સુરક્ષા કરશે. હાલના સંજોગોમાં માસ્ક તમારા અને આપણા જીવનનું સૌથી મોટું સાથીદાર છે. એટલે તેનો ઉપયોગ ક્યારેય બંધ ના કરો.
માસ્ક તમને ફક્ત સંક્રમિત થવાથી નથી બચાવતું પરંતુ તમારી સામે આવતી વ્યક્તિને પણ બચાવે છેઃWHO
એકથી બીજા વ્યક્તિમાં મોઢા કે નાકમાંથી નીકળતા ડ્રોપલેટ્સથી કોરોના વાયરસ માનવશરીરમાં પ્રવેશે છે. આ ડ્રોપલેટ્સથી માસ્ક જ બચાવે છે. હેલ્થ કેર પ્રોવાઈડર્સ, કોવિડ કેર પ્રોવાઈડર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સને એન-95 અને એન-99 માસ્ક પહેરવું જોઈએ કારણ કે, તેઓ દર્દીઓના સીધા સંપર્કમાં આવે છે અને તેમને સંક્રમણનો ખતરો વધુ રહે છે. બાકી લોકો માટે કાપડનું માસ્ક કે થ્રી લેયર ધરાવતું સર્જિકલ માસ્ક હિતાવહ છે.
આ રીતે પહેરો થ્રી લેયર માસ્ક
થ્રી લેયર ધરાવતું માસ્ક બારીક તરલ પદાર્થ રોકી લે છે. માસ્ક પહેરતી અને કાઢતી વખતે નાની-નાની સાવધાની પર વિશેષ ધ્યાન રાખવું જોઈએ. માસ્કને સ્પર્શ કરતા પહેલાં હાથને પાણીથી સારી રીતે ધોઈ લેવા જોઈએ. થ્રી લેયરનું માસ્ક પહેરતી વખતે ઘાટ્ટો રંગ બહાર તરફ જ રાખો. માસ્કની બંને તરફ ગેપ ના રહે તેનું પણ ખાસ ધ્યાન રાખો અને માસ્કને પણ વારંવાર સ્પર્શ ના કરો. આ ઉપરાંત માસ્ક કાઢીને તેને ક્યારેય કોઈ સપાટી પર ના મૂકો.
માસ્ક પહેર્યા પછી પણ આ સાવધાની છે જરૂરી
માસ્કની પહેર્યું હોય તો પણ એકબીજાથી એક મીટરનું અંતર રાખવું ખૂબ જરૂરી છે. આ ઉપરાંત ભીડ ધરાવતી જગ્યાએ જવાનું ટાળો. પાર્ટી અને જાહેર કાર્યક્રમોમાં પણ ના જાઓ. અહીં જ્યાં જેટલા વધુ લોકો હશે, સંક્રમણનો ખતરો એટલો જ વધુ રહેશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "WHOએ કોરોના મહામારીમાં માસ્કના ઉપયોગને લઈને આપી આ ખાસ ચેતવણી"
ટિપ્પણી પોસ્ટ કરો