જાણો લક્ષ્મણદાસ મિત્તલની LICના એજન્ટથી લઈને અબજોપતિ બનવા સુધીની સફર
કોરોનાકાળમાં પણ કેટલાક ઉદ્યોગપતિઓની સંપત્તિમાં ધરખમ વધારો થયો છે. જેમા મુકેશ અંબાણી મોખરે છે. તેમણે દર કલાકે 90 કરોડ રૂપિયાની આવક કરી છે. IIFL વેલ્થ હૂરૂન ઈન્ડિયા રિચ લિસ્ટ 2020માં કેટલાક ભારતીય ઉદ્યોગપતિઓને જગ્યા મળી છે. પરંતુ તેમાં એક નામે સૌને ચોંકાવી દીધા હતાં. આ વખતે સોનાલિકા ટ્રેકટરના માલિક લક્ષ્મણદાસ મિત્તલે અમીરોની આ યાદીમાં જગ્યા બનાવી છે.
લક્ષ્મણ દાસ મિત્તલ 164માં નંબર ઉપર
તાજેતરમાં સામે આવેલા IIFL વેલ્થ હુરૂન ઈન્ડિયા રીચ લિસ્ટ 2020માં લક્ષ્મણ દાસ મિત્તલ 164માં નંબર ઉપર છે. આ લિસ્ટમાં 1000 કરોડ રૂપિયાથી વધારાની સંપત્તિ વાળા ભારતીય અમીરોની જગ્યા દેવામાં આવે છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ટોપ ઉપર છે. મુકેશ અંબાણીની કુલ આવક 658400 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. 2020ના હુરૂન ઈન્ડિયા રિચ લિસ્ટ એડિશનમાં કુલ 828 ભારતીયોને જગ્યા મળી છે. આ લિસ્ટમાં બીજા નંબર ઉપર હિંદુજા બ્રધર્સ છે. લંદન સ્થિત હિંદુજા બ્રધર્સ 143700 કરોડ રૂપિયાની સંપત્તિ આંકવામાં આવી છે. ત્રીજા સ્થાન ઉપર 141700 કરોડ રૂપિયાની સંપત્તિની સાથે HCLના સંસ્થાપક શિવ નાડર છે.
ગૌતમ અદાણી ચોથા નંબર ઉપર
મુકેશ અંબાણી બાદ ગુજરાતના ઉદ્યોગપતિમાં ગોતમ અદાણીનું નામ મોખરે આવે છે.
ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને તેનો પરિવાર ચોથા નંબર ઉપર છે. તેની સંપત્તિ 140200 કરોડ રૂપિયા જણાવવામાં આવી છે. પાંચમાં સ્થાન ઉપર વિપ્રોના ચેરમેન અજીમ પ્રેમજી છે. અજીમ પ્રેમજીની કુલ સંપત્તિ 114400 કરોડ રૂપિયા છે.
ગુજરાતના ધનકુબર
LICના એજન્ટ હતા લક્ષ્મણ દાસ મિત્તલ
સોનાલિકા ગ્રુપના ચેરમેન લક્ષ્મણ દાસ મિત્તલ આજે દેશના 164 સૌથી અમીર વ્યક્તિ છે. 89 વર્ષના લક્ષ્મણદાસ મિત્તલની જિંદગી ઘણી સંઘર્ષપૂર્ણ રહી હતી. પંજાબના હોશિયારપુરના રહેનારા લક્ષ્મદાસ મિત્તલે 1962માં થ્રેસર બનાવવાનું શરૂ કર્યું હતું. તે પહેલા તે LICના એજન્ટ હતા. પહેલી વખતમાં થ્રેસરનો વ્યવસાય ચાલ્યો નહીં, બિઝનેસમાં નુકશાનીના કારણે લક્ષ્મણદાસ મિત્તલે પોતાના પિતાને રોતા જોયા. તે બાદ તેણે ફરીથી થ્રેસર બનાવવાનું કામ શરૂ કર્યું અને પછી આગળ ચાલીને 1969માં સોનાલિકા ગ્રુપની ઈંટ રાખી. આજે સોનાલિકા ગ્રુપ ભારતની ત્રીજી મોટી ટ્રેક્ટર બનાવનારી કંપની છે.
મુકેશ અંબાણીની સંપતિ દર કલાકે 90 કરોડ રૂપિયા વધી
રિલાયન્સના માલિક મુકેશ અંબાણીની સંપતિ દર કલાકે 90 કરોડ રૂપિયા વધી દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણીએ લોકડાઉન થયા પછી દર કલાકે 90 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તેની કુલ સંપત્તિ વધીને 6,58,400 કરોડ રૂપિયા થઈ ગઈ છે. IIFL વેલ્થ હુરૂન ઈન્ડિયા રિચ લિસ્ટ 2020માં આ દાવો કરવામાં આવ્યો છે કે 12 મહિનામાં તેમની સંપતિ 73 ટકા વધીને 2.77 લાખ કરોડ રૂપિયાથી 6.58 લાખ કરોડે પહોંચી ગઈ છે. તેઓ ફક્ત એશિયાના નહિં પરંતુ દુનિયાના ચોથી સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે.
આ લિસ્ટમાં 862 ભારતીયો સામેલ
ઈન્ડિયા ઈન્ફોલાઇન ફાઇનાન્સ લિમિટેડ વેલ્થ હુરૂન ઈન્ડિયા રિચ લિસ્ટ 2020 અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં રૂ. 1000 કરોડથી વધુની સંપત્તિ ધરાવતા ભારતીયોની સંખ્યા ત્રણ ગણી વધીને 828 થઈ ગઈ છે. જોકે વર્ષ 2019માં આ સંખ્યા 953 હતી અને 2018માં 831 હતી. જો તમે યુએસ ડોલરની દ્રષ્ટિએ અબજોપતિઓ પર નજર નાખો તો, ગયા વર્ષે 138ની સરખામણીમાં આ વર્ષે તેમની સંખ્યા 179 પર પહોંચી ગઈ છે. હારૂન ઈન્ડિયાના એમડી અને ચીફ રિસર્ચર અનસ રેહમાન જુનેદેએ કહ્યું કે, આ સૂચિમાં લગભગ 28 ટકા સંપત્તિ એકલા મુકેશ અંબાણીને કારણે છે. તેલથી ટેલિકોમ બિઝનેસમાં અંબાણીને જબરદસ્ત સફળતા મળી છે. તેવી જ રીતે, ફાર્મા કંપનીઓના વડાઓના કારણે 21 ટકાની સંપત્તિમાં વધારો આવ્યો છે. તેનું કારણ એ છે કે કોવિડ -19 ને કારણે હેલ્થ કેર પાછળનો ખર્ચ વધ્યો છે. સામૂહિક રીતે, આ વર્ષે પાછલા વર્ષના સંપત્તિના આંકડામાં લગભગ 20 ટકાનો વધારો થયો છે. આશરે 674 બિઝનેસમેન્સની સંપત્તિમાં વધારો થયો છે. આ સિવાય આ યાદીમાં 162 નવા લોકો જોડાયા છે.
ગુજરાતીઓનો દબદબો વધ્યો
આ યાદીમાં રૂ. 1.40 લાખ કરોડની વેલ્થ સાથે અદાની ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીનું નામ સૌથી ઉપર છે જયારે રૂ. 33,800 કરોડ સાથે નિરમાના કરસન પટેલ બીજા ક્રમે અને ઝાયડસ ગ્રુપના પંકજ પટેલ રૂ. 33,700 કરોડ સાથે ત્રીજા ક્રમે છે. આ સાથે ગુજરાતી ઉદ્યોગપતિઓનું લિસ્ટ પણ જાહેર કરાયું છે, જેઓએ ગુજરાતનું નામ ગુંજતુ કર્યું છે. IIFL હુરુન રિપોર્ટ ઇન્ડિયાએ ભારતીય અમીરોની જે યાદી બહાર પાડી છે. તેમાં ટોપ-10 ભારતીય ધનકુબેરોમાં 5 ગુજરાતી છે. જેમાં મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, અઝિમ પ્રેમજી, ઉદય કોટક અને દિલીપ સંઘવી સામેલ છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "જાણો લક્ષ્મણદાસ મિત્તલની LICના એજન્ટથી લઈને અબજોપતિ બનવા સુધીની સફર"
ટિપ્પણી પોસ્ટ કરો