આ 10 કિરદારોએ વિલનની ભૂમિકા ભજવી બદલી નાખ્યું સિરિયલનું સ્વરૂપ, 10મું નામ તો બાપ રે…

ટેલિવિઝન સિરિયલોમાં પણ ફિલ્મોની જેમ હીરો, હિરોઇન અને વિલનનો કોન્સેપ્ટ હોય છે. ટેલિવિઝનમાં પણ આ દિવસોમાં ખુંખાર વિલન બતાવવામાં આવે છે. સિરિયલોમાં વિલનના પાત્ર, અભિનયની સાથે સાથે તેના લુકની પણ સારી રીતે કાળજી લેવામાં આવી છે. જેટલો ખુખાર વિલન એટલો જ સ્ટાઇલિશ લૂક, ટેલિવિઝનના આવા આઇકોનિક વિલન વિશે આજે અમે તમને જણાવવાના છીએ જે જામીને તમે ફરીવાર ટેલીવિઝન પર તેને જોવાનું પલંદ કરશો.

ઉર્વશી ધોળકિયા (કમોલિકા)

image source

કમોલિકાની ભૂમિકા અભિનેત્રી ઉર્વશી ધોળકિયાએ સીરિયલ ‘કસૌટી જિંદગી’માં ભજવી હતી. ઉર્વશીના આ પાત્રને ખુબ પસંદ કરવામા આવ્યું હતું. તેના આ નેગેટીવ પાત્રએ સારી એવી ચર્ચા જગાવી હતી. તેના અભિનયની સાથે ઉર્વશીનો લૂક પણ ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો.

સુધા ચંદ્રન (રમોલા સિકંદ)

image source

રામોલાનું પાત્ર દરેક વેમ્પ માટે એક સીખ છે. સ્ટાર પ્લસ પર પ્રસારિત થનારી ‘કહિં કોઈ રોજ’માં સુધા ચંદ્રનને શ્રેષ્ઠ દેખાવ સાથે તેના મેક-અપે તેના પાત્રને વધુ ખતરનાર બનાવી દીધુ હતું.

મેઘના મલિક (અમ્માજી)

image source

સિરિયલ ‘ના આના ઇસ દેસ મેરી લાડો’ માં મેઘના મલિક અમ્માજીની ભૂમિકામાં જીવ રેડી દીધો હતો. જ્યારે મેઘના પહેલી વાર અમ્માજીની ભૂમિકામાં જોવા મળી હતી, ત્યારે તે માત્ર 38 વર્ષની હતી. પરંતુ તેમણે 60 વર્ષીય અમ્માજીનું પાત્ર સારી રીતે ભજવ્યું હતું. તમે હરિયાણવી અમ્માજીને નફરત પણ કરશો અને તેની એક્ટિંગના પ્રેમમાં પણ પડી જશો.

કામ્યા પંજાબી (સિંદુરા)

image source

કામ્યા પંજાબી તેના નેગેટિવ પાત્ર માટે પ્રખ્યાત છે. કામ્યાએ ઘણી સિરિયલોમાં નકારાત્મક ભૂમિકાઓ ભજવી છે. આજે પણ લોકો ઝી ટીવી સીરીયલ ‘બનુ મેં તેરી દુલ્હન’માં સિંદુરા પ્રતાપસિંહના પાત્રને યાદ કરે છે. આ શોમાં તેને બેસ્ટ નેગેટિવ કેરેક્ટરનો એવોર્ડ પણ મળ્યો હતો.

અશ્વિની કાલેસ્કર (જિજ્ઞાસા)

image source

ઘણી ટીવી સિરિયલોમાં ગ્લેમરસ ખતરનાક ભાભીનો રોલ નિભાવનાર જિત્રાસા એક જાણીતો ચહેરો છે. ‘કસમ સે’માં તેમણે નિભાવેલું પાત્ર આજે પણ લોકોના મનમાં તાજું છે. આ સિવાય તેણે ઘણી ટીવી સિરિયલોમાં વિલનની ભૂમિકા પણ ભજવી છે. તેની મુખ્ય ફિલ્મો ગોલમાલ સિરીઝ, ફંક, બદલાપુર અને જોની ગદ્દાર છે.

અનુપમ શ્યામ (સજ્જન સિંહ)

image source

‘મન કી આવાઝ પ્રતિજ્ઞા’ થી પોતાની ઓળખ ઉભી કરનાર અનુપમ શ્યામે આ સીરિયલમાં નકારાત્મક પાત્ર ભજવ્યું હતું. આ સિરિયલમાં તેમનો અભિનય એટલો પસંદ આવ્યો હતો કે પ્રેક્ષકો આજે પણ તેમને તેમના પાત્રના નામથી ઓળખે છે.

આકાશદીપ સહગલ (અંશ ગુજરાલ)

image source

સિરિયલ ‘ક્યોકી સાસ ભી કભી બહુ થી’ માં અંશે ગુજરાલના નેગેટિવ પાત્રમાં લોકોને એક સ્ટાઇલિશ વિલન જોવા મળ્યો હતો. આ ભૂમિકા નિભાવ્યા પછી, છોકરીઓમાં આકાશદીપની ફેન ફોલોઇંગમાં નોંધપાત્ર વધારો થયો હતો.

આમ્રપાલી ગુપ્તા (તનવીર)

image source

જો તમે સુંદરતાની વાત કરો તો તેમાં જે નામ આવે છે તેમાં પહેલું નામ સીરીયલ ‘કુબૂલ હૈ’ ની તનવીર નું. જે આમ્રપાલી ગુપ્તાએ ભજવ્યું હતું. આમ છતાં પણ આમ્રપાલીએ કુબૂલ હૈ સિરિયલમાં વિલનની ભૂમિકા ભજવી હતી, પણ તેને પ્રેક્ષકો તરફથી ખૂબ પ્રેમ મળ્યો હતો.

સુદેશ (લોહા સિંઘ)

image source

રતન રાજપૂતની ‘અગલે જનમ મોહે બિટિયા ના કીજો’ માં લોહા સિંહનું નકારાત્મક પાત્ર અભિનેતા સુદેશે ભજવ્યું હતું. આ પાત્રમાં સુદેશ ખૂબ જ શાનદાર લાગી રહ્યા હતા.

રશ્મી દેસાઈ (તપસ્યા)

image source

અભિનેત્રી રશ્મિ દેસાઈને ‘ઉતરન’ સીરિયલથી ઘરે ઘરે ઓળખ મળી હતી. તેની સુંદરતાની બધે ચર્ચા થઈ હતી. આ સિવાય તેમના દ્વારા ભજવવામાં આવેલ તપસ્યાનું નેગેટિવ પાત્ર પણ ખુબ પસંદ કરવામાં આવ્યું હતું.

0 Response to "આ 10 કિરદારોએ વિલનની ભૂમિકા ભજવી બદલી નાખ્યું સિરિયલનું સ્વરૂપ, 10મું નામ તો બાપ રે…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel