આને કહેવાય સક્સેસ, માતા ફેક્ટરીમાં સુપરવાઇઝર અને પોતે રસ્તા વચ્ચે પેમ્ફલેટ વેચતો, હવે કરે છે 20 લાખનું ટર્નઓવર

આજે એક એવા શખ્સિયતની વાત કરવી છે કે જે લાખો લોકોને પ્રેરણા આપવા માટે પુરતો છે. કારણ કે આ માણસે માત્ર 22 વર્ષે જ એવી કંપની ઉભી કરી લીધે કે જે વર્ષે 20થી 22 લાખનું ટર્નઓવર કરે છે અને લોકોને રોજગારી પણ આપે છે. પરંતુ તે અહીંયા સુધી પહોંચ્યા એમાં તેણે ઘણી મુશ્કેલીઓ વેઠી છે અને તેના ઘરની પરિસ્થિતિ પણ કંઈ જ સારી નહોતી. તો આવો જાણીએ આ શખ્સની જોરદાર સંઘર્ષ કહાની. 22 વર્ષના શૌર્ય ગુપ્તાએ થોડા દિવસ પહેલાં જ ગ્રેજ્યુએશન કમ્પ્લિટ કર્યું છે. માત્ર 17 વર્ષની ઉંમરમાં તેઓએ પોતાનું કામ શરૂ કરી દીધું હતું.

image source

હાલમાં શોર્યની કંપનીનું 20થી 22 લાખ રૂપિયાનું ટર્નઓવર છે અને 8 લોકોને રોજગારી આપે છે. કોલેજમાં અભ્યાસની સાથે શૌર્યએ આ બધું કઈ રીતે કર્યું એ લોકો માટે ખુબ જ મોટો પ્રશ્ન છે. તો એના વિશે ખુદ શૌર્યએ વાત કરી છે. શૌર્ય કહે છે, નાનપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવી હતી. માતાએ ઘણી મુશ્કેલીથી પાલનપોષણ કર્યું. તે એક ફેક્ટરીમાં સુપરવાઈઝરનું કામ સંભાળતી હતી. અમે એ જ ફેક્ટરીમાં એક નાનકડા ઘરમાં રહેતાં હતાં. માતાનું એક જ સપનું હતું કે અમે બંને જુડવા ભાઈઓને સારું એજ્યુકેશન અપાવવાનું છે. વિપરીત સ્થિતિ છતાં માતાએ અમારું એડમિશન નોયડાની પ્રાઈવેટ સ્કૂલમાં કરાવ્યું, જેથી અભ્યાસ સારી રીતે થાય.

શૈર્યની માતા તેમને નાનપણથી જ કહ્યા કરતી હતી કે તે માત્ર સારો અભ્યાસ અને ખાવાનું ખવડાવી શકે છે, બાકી તમારું જીવન તમારે પોતે બનાવવાનું હોય છે. કંઈક કમાશો તો ખાઈ શકશો, નહીંતર રસ્તા પર જ ભટકવું પડશે. માતાની વાતો સાંભળીને અમે બંને ભાઈઓનાં દિલમાં એ વાત ઘર કરી ગઈ કે મોટો માણસ તો બનવું જ છે અને આપણું પોતાનું કંઈક કરવું છે. અમે બંને અભ્યાસમાં હંમેશાં એવરેજ રહ્યા, પરંતુ ક્રિએટિવ મામલાઓમાં અમારું મગજ ઘણું સારું ચાલતું હતું. 10મા ધોરણમાં સારા માર્ક્સ આવ્યા તો માતાએ સાયન્સ સબ્જેક્ટમાં એડમિશન અપાવ્યું, પરંતુ મેં તેમને જણાવ્યા વગર જ સ્ટ્રીમ ચેન્જ કરીને કોમર્સ લઈ લીધું.

image source

શૌર્યને પોતાના વિશે વાત કરતાં જણાવ્યું કે, મને બિઝનેસમાં જ ઈન્ટરેસ્ટ હતો. હું એ જ વિચારતો રહેતો કે કયો બિઝનેસ કરું? કઈ રીતે કરું? કંઈક કરવાનું ગાંડપણ એટલું હતું કે બંને ભાઈઓએ સ્કૂલ ટાઈમથી જ એક મિત્ર સાથે મળીને વેબસાઈટ બનાવી લીધી હતી. જોકે એનાથી કંઈ અર્નિગ ન થયું અને થોડા જ દિવસોમાં એ બંધ થઈ ગઈ. 12માં મારા માર્ક્સ ઓછા આવ્યા તો મને કોમર્સની સારી કોલેજમાં એડમિશન જ મળતું ન હતું. બીએમાં એડમિશન મળતું હતું. માં એ કહ્યું, બીએ કરી લે, પરંતુ મારે કોમર્સ સિવાય કંઈ ભણવું જ ન હતું. મેં કોઈ કોલેજમાં એડમિશન જ ન લીધું અને 12મા ધોરણ પછી નોકરીની શોધમાં લાગી ગયો. રોજ આમતેમ ભટકતો હતો કે ક્યાંક કામ મળી જાય. ઘણા ઈન્ટરવ્યુ આપ્યા. કન્સલ્ટન્સીવાળાઓએ પૈસા લીધા પણ નોકરી ન મળી.

image source

આટલી બધી જગ્યાએ ભટક્યા બાદ શૌર્યએ કહ્યું કે મને ખબર પડી કે જોબના નામે ફ્રોડ જ ચાલે છે. હું નોકરી માટે એટલી બધી કંપનીઓમાં ફર્યો હતો કે મને ખબર હતી કે ક્યાં વેકેન્સી છે અને ત્યાં કોને મળવાનું છે? હું મારા મિત્રોને જણાવતો રહેતો હતો કે તું ફલાણા કંપનીમાં જઈ શકે છે, ત્યાં વેકેન્સી છે. આ દરમિયાન હું પોતે પણ કંપનીઓનાં ચક્કરમાં લાગેલો જ હતો. ત્યારે એક દિવસ એક કંપનીમાંથી ફોન આવ્યો કે તમારા કેન્ડિડેટનું સિલેકશન થઈ ગયું છે. તમે તમારા 2500 રૂપિયા લઈ જઈ શકો છો. તમારી કન્સલ્ટન્સીની ડિટેલ લઈને આવી જજો. હું તેમની વાત સાંભળીને શોક્ડ થઈ ગયો. તેમણે ફરી પૂછ્યું કે તમે કન્સલ્ટન્સીથી જ છો ને. મેં તેમને હા કહી દીધું. હું એ કંપનીમાં પેમેન્ટ લેવા પહોંચ્યો તો તેમણે કહ્યું, તમારે તમારી કંપનીની ડિટેલ આપવી પડશે. કંપની અકાઉન્ટમાં જ પૈસા ટ્રાન્સફર થશે.

image source

આટલું થયા બાદ શૌર્યને એક વાત સમજાઈ ગઈ અને કહ્યું કે, બસ ત્યારથી જ મારા મનમાં આઈડિયા આવ્યો કે બહાર લોકો ઈન્ટરવ્યુ કન્ડક્ટ કરવાના કેન્ડિડેટ પાસેથી પૈસા લે છે અને અહીં તો કંપની પોતે જ કેન્ડિડેટને મોકલવાના પૈસા આપી રહી છે. તો કેમ આ જ કામ કરવામાં ન આવે. .

image source

બસ ત્યારબાદ શૌર્યએ જોબખબરીના નામથી પોતાની કન્સલ્ટન્સી ખોલવાનો પ્લાન બનાવ્યો અને રજિસ્ટ્રેશન કરાવ્યું. આ વચ્ચે એક કોલેજમાં મને બીબીએમાં એડમિશન પણ મળી ગયું. હું કેન્ડિડેટ્સને જોડવા માટે પેમ્ફલેટ વેચવા લાગ્યો. એક વખત ચોકમાં પેમ્ફલેટ વેચતા એક મિત્રએ મને જોયો, તેને માતા અને ભાઈને જણાવી દીધું. ઘરમાં જ ઘણું જ ખીજાયાં, પરંતુ મેં વિચારી લીધું હતું કે હવે આ જ કામ કરવું છે. હું કોલેજ જતો હતો અને ત્યાંથી પરત ફરીને પેમ્ફલેટ વેચતો હતો. દીવાલો પર પોસ્ટર્સ ચોંટાડતો હતો અને કંપનીઓમાં જઈ રિક્રૂટમેન્ટ અંગે ડિટેલ એકઠી કરતો હતો. ઘણા દિવસો સુધી આવું કરતો રહ્યો.

પણ અફસોસ સાથે શૌર્યએ કહ્યું કે, ઘણા મહિનાઓ પછી એક કેન્ડિડેટ મને મળ્યો. તેને એક કન્સલ્ટન્સીમાં મોકલ્યો, જ્યાંથી મને પેમેન્ટ મળ્યું. પછી ધીમે ધીમે કેન્ડિડેટ્સ મળવા લાગ્યા. ચાર કંપનીઓમાં મારા કોન્ટેક્ટ હતા, જ્યાં હું કેન્ડિડેટ્સને મોકલતો હતો. મહિનાના 18-20 હજાર રૂપિયા આવવા લાગ્યા તો મેં વિચાર્યું કે એક એમ્પ્લોયી હાયર કરી લઉં છું, કેમ કે હું કોલેજ પણ જતો હતો. 15 હજારની સેલરીમાં એક યુવતીને કામ પર રાખી લીધી. 5 હજાર રૂપિયાના ભાડામાં એક નાનકડી ઓફિસ ભાડે લઈ લીધી. જો કે આ બિઝનેસે કોઈ મદદ ન કરી અને બે મહિનામાં જ બંધ થઈ ગયો. થોડા મહિના પછી કામ શરૂ કરવામાં આવ્યું, જે બાદ બે યુવતીઓને હાયર કરી, પરંતુ તે મને જણાવ્યા વગર જ કેન્ડિડેટ્સ પાસેથી કમિશન લેવા લાગી. જે બાદ ખ્યાલ આવ્યો તો તે બંનેને હટાવી દીધી અને કામ ફરી ઓછું થઈ ગયું.

image source

આ બાદ શૌર્યએ ત્રીજી વખત ફરી શરૂઆત કરી. એક આઠમું પાસ યુવતીને હાયર કરી, જેને કેન્ડિડેટ્સને કોલ કરીને ડિટેલ લેવાની હતી. આ વખતે નિષ્ફળ ન ગયો. અમને સારું કામ મળવા લાગ્યું. હું આખો દિવસ કોલેજમાં રહેતો હતો. ઓફિસમાંથી કામ ચાલી રહ્યું હતું. એક પછી એક ત્રણ એમ્પ્લોયી વધુ રાખ્યા. લોકડાઉન પહેલાં સુધી અમારી કંપનીનું ટર્નઓવર 20થી 22 લાખ રૂપિયા પર પહોંચી ગયું. 8 લોકોનો સ્ટાફ મારી પાસે છે. સ્ટાફની સેલરી અને ભાડું આપ્યા બાદ હું 80થી 90 હજાર રૂપિયા બચાવી લઉં છું. થોડા મહિના પહેલાં પોતાના પૈસે કાર ખરીદી હતી. હાલમાં જ શૌર્યનું ગ્રેજ્યુએશન કમ્પ્લિટ થયું છે. હવે તે બિઝનેસ ટ્રેનિંગ પર પણ કામ શરૂ કરી રહ્યો છું.

0 Response to "આને કહેવાય સક્સેસ, માતા ફેક્ટરીમાં સુપરવાઇઝર અને પોતે રસ્તા વચ્ચે પેમ્ફલેટ વેચતો, હવે કરે છે 20 લાખનું ટર્નઓવર"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel