જયપુરમાં 100ની સ્પીડથી ઓડી ચલાવી રહી હતી છોકરીઓ, ટક્કરથી યુવક હવામાં ફંગાળાયો 30 ફૂટ અને થયુ કરુણ મોત

હાલમાં સમગ્ર રાજ્ય કોરોના મહામારી સામે લડી રહ્યું છે. લોકલ સંક્રમણ વધતા કેસોની સંખ્યામાં પણ ખુબજ વધારો જોવા મળ્યો છે. દરરોજ 15થી વધુ લોકો કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. જોકે એનાથી પણ વધારે લોકોના રોડ અકસ્માતના કારણે મોત નિપજ્યાં છે. નેશનલ ક્રાઈમ બ્યૂરોના આંકડા અનુસાર, રાજ્યમાં દરરોજ સરેરાશ 20 જેટલા લોકો અકસ્માતના કારણે મોતને ભેટે છે.
છેલ્લા 1 વર્ષની વાત કરીએ તો, 2019માં રાજ્યમાં કુલ 16503 રોડ અકસ્માત નોંધાયા છે જેમાથી 7428 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રસ્તા પર ગાડી ચલાવતી વખતે નાનકડી ચૂક અથવા બેદરકારી એક સારી રોડ ટ્રિપને અકસ્માતમાં બદલી શકે છે. અકસ્માત બાદ લોકો એકઠા કરી શકે છે અને કહે છે.. હે ભગવાન ખૂબ ખરાબ થયું! જો આમ કર્યું હોત અથવા તેમ કર્યું તો અકસ્માત ન થાય.’ જવા દો હકિકત એ ચે કે રોડ સેક્ટી કાયદાની વાત તો આપણે બધા કરીએ છીએ. પરંતુ પોતે સેફ થઇને કેટલી ચલાવીએ છીએ આ પ્રશ્ન પોતાને પૂછવો યોગ્ય રહેશે.  આમ એટલા માટ કારણ કે બેદરકારી વર્તનાર વ્યક્તિ પોતે રોડ અકસ્માતનો શિકાર થાય છે.

image source

જયપુરમાં અજમેર એલિવેટેડ રોડ પર શુક્રવાર સવારે 8 વાગ્યે 2 છોકરી 100ની સ્પીડમાં ઓડી ગાડી દોડાવી રહી હતી. સ્પીડના ચક્કરમાં કંટ્રોલ ન રહ્યું અને એક યુવકને ટક્કર મારી દીધી. યુવક રોડથી લગભગ 30 ફૂટ હવામાં ઊછળીને પાસે આવેલા મકાનના ધાબા પર પડ્યો. તેનો એક હાથ અને એક પગ કપાઈને અલગ થઈ ગયા હતા. યુવકનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું.

કોન્સ્ટેબલ ભરતી પરીક્ષા આપવા માટે આ યુવક પાલીથી આવ્યો હતો

image source

દુર્ઘટનામાં માર્યા ગયેલી વ્યક્તિનું નામ માદારામ હતું. તે કોન્સ્ટેબલ ભરતી પરીક્ષા આપવા માટે પાલીથી જયપુર આવ્યો હતો. પરીક્ષા શુક્રવારે સવારે 9 વાગ્યાથી હતી. યુવક મિશન કમ્પાઉન્ડ તરફથી અજમેર રોડ તરફ જવા માટે એલિવેટેડ રોડ તરફથી પસાર થઈ રહ્યો હતો, પણ પરીક્ષાના લગભગ એક કલાક પહેલાં જ પૂરઝડપે આવી રહેલી ગાડીએ તેનો જીવ લઈ લીધો.

સોની હોસ્પિટલના માલિકના નામે આ કાર રજિસ્ટર છે

image source

એરબેગ ખૂલી જવાથી કારમાં બેસેલી બન્ને છોકરીના જીવ બચી ગયા છે. કાર જામ થઈ ગયા પછી તેણે પરિવારજનોને ફોન કર્યો. જે છોકરી ગાડી ચલાવી રહી હતી તેનું નામ નેહા સોની છે, સાથે બેઠેલી તેની ફ્રેન્ડનું નામ પ્રજ્ઞા છે. કાર સોની હોસ્પિટલના માલિકના નામે રજિસ્ટર છે. ગાડીનો નંબર RJ14 UN 5566 છે. મળતી માહિતી પ્રમાણે, દુર્ઘટના પછી પ્રજ્ઞાની તબિયત બગડવાને કારણે તેને હોસ્પિટલમાં દાખલ
કરવામાં આવી છે.

image source

કારની ટક્કરથી રસ્તા પર લાગેલો વીજળીનો થાંભળો ઊખડી ગયો અને નીચે પડી ગયો. એ વખતે ત્યાંથી કોઈ વાહન પસાર નહોતું થયું, નહીં બીજી એક મોટી દુર્ઘટના સર્જાઈ જાત. શિખામણ એ છે કે જો ગાડી ચલાવી રહ્યા છો તો ધીમે ચલાવો અને સુરક્ષિત થવાની સાથે ટ્રાફિકના નિયમોનું પાલન જરૂર કરો બાઈક, સ્કૂટર તેમજ એક્ટિવા જેવા ટુ-વ્હીલરના સૌથી વધુ અકસ્માત રોડ પર બેદરકરીપૂર્વક વાહન ચાલતા તેમજ રોડ પર સ્ટંડ કરતા યંગસ્ટરોના કારણે અકસ્માતની સંખ્યા સતત વધી રહી છે. 2018ની સરખામણીએ 2019માં અકસ્માતની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. હેવી વ્હીકલની સરખામણીએ બાઈક, સ્કૂટર તેમજ એક્ટિવા જેવા ટુ વ્હીલરના અકસ્માત વધારો નોંધાયા છે. જેમાં ખાસ કરીને અમદાવાદમાં અકસ્માતનું પ્રમાણ વધ્યું છે. ગત વર્ષે કુલ 16503 રોડ અકસ્માત નોંધાયા હતા. જેમા 7428 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા જ્યારે 15,976 લોકોને સામાન્યથી ગંભીર ઈજાઓ પહોંચી હતી.

રેસિડેન્ટ એરિયામાં સૌથી વધુ અકસ્માતની ઘટના ઘટી

image source

રાજ્યમાં મોટાભાગના અકસ્માત દિવસમાં થયા છે. જેમાં ખાસ કરીને સાંજે 5થી રાતના 10ની વચ્ચે સૌથી વધુ અકસ્માત નોંધાયા છે. ત્યારે રેસિડેન્ટ એરિયામાં સૌથી વધુ અકસ્માતની ઘટના ઘટી છે. ત્યારબાદ કોલેજ પાસે, ધાર્મિક સ્થળોની આસપાસના વિસ્તારોમાં બેફામ બાઈક તેમજ અન્ય વાહનો ચલાવનારના કારણે અકસ્માતની ઘટના સર્જાતી રહે છે. યંગસ્ટરો દ્વારા ઓવરસ્પીડ તેમજ બેદરકારીપૂર્વક વાહન ચાલવવા પર તેઓની સાથે અન્ય લોકોના માથે પણ મોતનો ખતરો રહે છે. ત્યારે હાલનું ખરાબ વાતાવરણ પણ અકસ્માતનું કારણ બને છે. ગત વર્ષે કુલ અકસ્માતમાં 3.3 ટકા અકસ્માત ખરાબ વાતાવરણના કારણે નોંધાયા છે.

0 Response to "જયપુરમાં 100ની સ્પીડથી ઓડી ચલાવી રહી હતી છોકરીઓ, ટક્કરથી યુવક હવામાં ફંગાળાયો 30 ફૂટ અને થયુ કરુણ મોત"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel