20 ઓરડાવાળા આ મકાનમાં વીજળીના બલ્બ વગર પણ રહે છે અજવાળું, જાણો કેવી રીતે થયો આ ચમત્કાર

આખો દિવસ અજવાળું પાથરતું આ ઘર ઇંગ્લેંડના ડેવોનમાં આવેલુ છે. લિમ્પસ્ટોન ગામ નજીક 18 મી સદીમાં આ અનોખા ઘરને બનાવવામા આવ્યું હતું. યુરોપ ટૂર (Europe Tour)પર નિકળેલી ઘર બનાવનાર નિર્ભય મહિલાઓ 1795 માં ફરી બ્રિટનમાં પરત ફરતા પહેલા ફ્રાન્સ, ઇટાલી, જર્મની, સ્વિટ્ઝર્લન્ડ અને કદાચ સ્પેન અને પોર્ટુગલની મુલાકાત લીધી હતી. આ પછી, આ પછી આ મહિલાઓએ તેમની યાત્રાની યાદ અપાવવા માટે એક મકાન બનાવવાનું નક્કી કર્યું અને એમ પણ નક્કી કર્યું કે આ લાંબી મુસાફરી દરમિયાન એકત્રિત કરવામાં આવેલી બધી સંભારણાઓ (Souvenir) આ મકાનમાં એકસાથે રાખવામાં આવશે.

આ મકાન લિમ્પ્સ્ટન ગામની નજીક બનાવવામાં આવ્યું છે

image source

જ્યાં સુધી દિવસ રહે ત્યાં સુધી ઘરમાં સતત પ્રકાશ (Light) બની રહે અને એક બલ્બ પણ ચાલુ ન કરવો પડે તો કેવુ સારૂ લાગે. પરંતુ આવું ઘર બનાવવું એક અનુભવી આર્કિટેક્ટનું જ ગજુ છે. આવા જ એક ઘર તરીકે તમે મહાત્મા ગાંધી દ્વારા વર્ધા આશ્રમ (Wardha Ashram)માં બનાવવામાં આવેલ કૂટીર વિશે સાંભળ્યું હશે. પરંતુ એક જ માળની કૂટીર અને સંપૂર્ણપણે ઇંટ અને ગારથી બનેલા ત્રણ માળના ઘરમાં તફાવત હોય છે. આવું જ એક મકાન ઇંગ્લેંડના ડેવોનમાં સ્થિત છે. 18 મી સદીનું આ અનોખુ મકાન લિમ્પ્સ્ટન ગામની નજીક બનાવવામાં આવ્યું છે.

1784 માં તેના પિતાનું અવસાન થયું

image source

આ 16-ખૂણાવાળા મકાનને કાયમ માટે અપરિણીત રહેલી બે સગી બહેનોએ બનાવ્યું છે. આ મકાન જેન અને મેરી પરમિન્ટર દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ બંન્ને મહિલાઓએ યુરોપના દાયકા લાંબા પ્રવાસથી પરત ફર્યા બાદ આ ઘર બનાવ્યું હતું. જેન પરમિન્ટર ડેવોન શહેરના એક શ્રીમંત દારૂ વેપારીની પુત્રી હતી.1784 માં તેના પિતાના અવસાન બાદ યુરોપના એક લાંબા પ્રવાસ માટે નિકળી ગઈ. જેવુ કે તે સમયે ઉચ્ચ વર્ગના બ્રિટન લોકોમાં એવો રિવાજ હતો, આ પ્રવાસમાં તેની સાથે તેની સાવકી બહેન એલિઝાબેથ, એક અનાથ મુબોલી બહેન મેરી અને બીજી એક મહિલા મિત્ર પણ પ્રવાસમાં સાથે હતી.

આકર્ષક 16-ખૂણાવાળી કુટીર બનાવી

इंग्लैंड के डेवोन में दिन भर रौशन रहने वाला यह घर स्थित है. यहां के लिम्पस्टोन गांव के पास 18वीं सदी की यह अनोखा घर है (फाइल फोटो, क्रेडिट- नेशनल ट्रस्ट, यूके)
image source

કેટલાય વર્ષોની યાત્રા દરમિયાન આ નિડર મહિલાઓએ 1795 માં ઇંગ્લેન્ડ પરત ફરતા પહેલા ફ્રાંસ ,ઇટાલી, જર્મની, સ્વિટ્ઝલેન્ડ અને કદાચ સ્પેન અને પોર્ટુગલની મુલાકાત લીધી હતી. આ પછી આ મહિલાઓએ તેમની યાત્રાની યાદ અપાવવા માટે એક મકાન બનાવવાનું નક્કી કર્યું અને તે પણ નિર્ણય કર્યો કે આ લાંબી મુસાફરી દરમિયાન એકત્રિત કરવામાં આવેલી બધી યાદગીરી આ ઘરમાં એક સાથે રાખવામાં આવશે. બંને પિતરાઇ બહેનોએએ એક્ઝમાઉથ નામના સ્થળે નવા ફેશનેબલ રિસોર્ટ નજીક 15 એકર જમીન ખરીદી અને આકર્ષક 16-ખૂણાવાળી કુટીર બનાવી. તેની ડિઝાઇન રાવેનામાં સૈન વિટેલની અષ્ટકોષીય બેસિલિકાથી પ્રેરિત હતી. આ બહેનોના પારિવારિક ઇતિહાસ મુજબ જેને ઘરની જાતે ડિઝાઇન તૈયાર કરી હતી,પરંતુ એવું અનુમાન કરવામાં આવે છે કે તે કદાચ બાથ આર્કિટેક્ટ જ્હોન લોડરનું કામ હતું.

ત્રણ માળમાં 20 ઓરડામાં બનાવવામાં આવ્યાં

image source

આ ઘર એ લા રોંડે ના નામથી ઓળખવામાં આવે છે. જેના ત્રણ માળમાં 20 ઓરડામાં બનાવવામાં આવ્યાં છે. સૌથી નીચલા માળે સ્ટાફ ક્વાર્ટર, એક સ્ટ્રાંગ રૂમ અને રસોડું છે. જ્યારે પહેલો માળ મહિલાઓ માટે છે. ઘરની મધ્યમાં એક અષ્ટકોણીય હોલવે (Hallway) છે જેમાં આઠ દરવાજા છે જે સમાન સંખ્યાના ઓરડાઓ તરફ દોરી જાય છે.

image source

ઓરડાઓ એકબીજા સાથે જોડાયેલા છે, જેથી કોઈ પણ એક રૂમની બહાર નીકળીને બીજા રૂમમાં જઈ શકાય છે. આ જરૂરી હતું કારણ કે જેન અને મેરીને સૂર્યની ગરમી વધતાં એક ઓરડામાંથી બીજા રૂમમાં જવાનું પસંદ હતું. તેણીએ દિવસની શરૂઆત પૂર્વ તરફના ઓરડામાં નાસ્તામાં કરી હતી અને સાંજે પશ્ચિમમાં અંડાકાર રૂમમાં ચા ની સાથે ખત્મ કરીને રૂમમાં ફરતી હતી.

0 Response to "20 ઓરડાવાળા આ મકાનમાં વીજળીના બલ્બ વગર પણ રહે છે અજવાળું, જાણો કેવી રીતે થયો આ ચમત્કાર"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel