સોલા સિવિલમાં કોરોનાની ‘કોવેક્સિન’ માટે 25 લોકોએ નોંધાવ્યા નામ, આજથી રોજ 20 લોકોને અપાશે રસી

એક તરફ દિવાળી બાદ કોરોનાએ ગુજરાતને બાનમાં લીધું છે તો બીજી તરફ હવે કોરોના વેક્સિનની ટ્રાયલ પણ શરૂ થઈ ચૂકી છે. મળતી માહિતી મુજબ કોરોના સામે ભારત બાયોટેક દ્વારા બનાવેલી કોવેક્સિનની ટ્રાયલ માટે 25 લોકોએ સોલા સિવિલ ખાતે નામ નોંધાવ્યાં છે. તેમને ગુરુવારે સવારે 9.30થી રસી આપવાનું શરૂ કરાશે. પ્રથમ તબક્કામાં 1 હજાર લોકો પર આ રસીનું પરીક્ષણ કરાશે, જેમાં વિવિધ રોગના 25 ટકા દર્દી અને અન્ય વોલન્ટિયર્સ 75 ટકા હશે.

image source

જો આખી પ્રોસેસ વિશે વાત કરીએ તો વોલન્ટિયર્સ પહેલીવાર આવે ત્યારે જરૂરી ટેસ્ટ પછી રસીનો પહેલો ડોઝ અપાશે. ત્યાર બાદ મહિના પછી બીજો ડોઝ અપાશે. તેનું એક વર્ષ સુધી ફોલોઅપ લેવાશે. રસીના 500 ડોઝ આવ્યા છે, જે દૈનિક 20-20 લોકોને અપાશે. તેમજ એક મોટી વાત એ છે કે જે વોલન્ટિયર્સ રસી મુકાવાના છે તેમનાં નામ પણ ગુપ્ત રાખવામાં આવશે. રસીને ડીપફ્રીઝમાં માઈનસ 2થી8 ડિગ્રી ટેમ્પરેચરમાં રાખવામાં આવી છે. રસી આપવા માટે બનાવાયેલા ક્લિનિકલ ટ્રાયલ રૂમમાં કિટ પહેરીને તાલીમ પામેલા ખાસ લોકો જ જઈ શકશે.

image source

આ અંગે સોલા સિવિલના મેડિસિન વિભાગના વડા અને ક્લિનિકલ ટ્રાયલ કમિટીના પ્રિન્સિપાલ ઈન્વેસ્ટિગેટર ડો. પારુલ ભટ્ટે કહ્યું હતું કે સ્વદેશી આત્મનિર્ભર કોવેક્સિનની ક્લિનિકલ ટ્રાયલ માટે મારા સહિત ચાર લોકોની કમિટી તૈયાર કરાઈ છે. જેના નામ અને પ્રોફેશનલ હોદો કઈક નીચે પ્રમાણે છે

ડો. પારુલ ભટ્ટ, પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર (મેડિસિન વિભાગના સિનિયર પ્રોફેસર અને વડા)

ડો કિરણ રામી, કો- ઇન્વેસ્ટિગેટર (રેસ્પિરેટરી મેડિસિનના વિભાગના વડા)

ડો. મુકેશ વોરા, કમિટી મેમ્બર (ફાર્મેકોલોજી વિભાગ)

ડો. રશ્મિ શર્મા, કમિટી મેમ્બર (કમ્યુનિટી મેડિસિન વિભાગ)

image source

પારુલ ભટ્ટે આગળ વાત કરી છે કે, જે 25 લોકોએ રસી મુકાવા નામ નોંધાવ્યાં છે તેમને ગુરુવારે સવારે 9.30થી 12.30 અને બપોરે 3થી 5 દરમિયાન રસી અપાશે. હોસ્પિટલમાં 1 વર્ષ સુધી 1 હજાર લોકો પર રસીની ટ્રાયલ કરાશે. વોલન્ટિયર્સ તરીકે 16થી 60 વર્ષની વચ્ચેનાં કોઈપણ પુરુષ કે મહિલા નામ નોંધાવી શકે છે. ક્લિનિકલ ટ્રાયલમાં વોલન્ટિયર્સની જરૂરી તમામ તપાસ અને તેમની લેખિત મંજૂરી પછી જ રસીનો પહેલો ડોઝ અપાશે, જેના એક મહિના બાદ બીજો ડોઝ આપવામાં આવશે.

image source

વધુમાં પારુલ ભટ્ટે જણાવ્યું કે, એક વર્ષ પછી દર્દીને અપાયેલી રસીનું એનાલિસીસ કરાશે. પ્રથમ તબક્કામાં 21 સેન્ટરમાંથી 130 હેલ્ધી વોલન્ટિયર્સનું ક્લિનિકલ ટ્રાયલ પૂરું કરાશે. આ દરમિયાન અન્ય વોલન્ટિયર્સ પર પણ ક્લિનિકલ ટ્રાયલ ચાલુ રહેશે. ઉલ્લેખનીય છે કે હાલમાં વોલન્ટિયર્સ નક્કી કરવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે.

image source

વોલન્ટિયર્સ માટે સોલા સિવિલમાં ગ્રાઉન્ડ ફ્લોર પર એક નંબરની પહેલી મેડિકલ ઓપીડીમાં સવારે નોંધણી કરાવી શકાશે. જ્યાં દર્દીની હિસ્ટ્રી, લેખિત મંજૂરી લેવાશે, જેમાં હું રસી લેવા તૈયાર છું અને એક વર્ષ સુધી રસીના ફોલોઅપ માટે આવીશ તેવી બાંયધરી આપવાની રહેશે.

image source

બીજી એક ચિંતાનજક વાત એ પણ સામે આવી રહી છે કે, અમદાવાદના પ્રખ્યાત એવી શારદાબહેન હોસ્પિટલમાં ગત એપ્રિલમાંથી ઓક્ટોબર માસ સુધીમાં કુલ ૫૭ સગર્ભા મહિલાઓ કોરોના પોઝિટિવ મળી આવી છે. આ તમામ મહિલાઓને વધુ સારવાર માટે વી.એસ., સિવિલ તેમજ એલ.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. પૂર્વ વિસ્તારમાં સૌથી વધુ શારદાબહેન હોસ્પિટલમાં પ્રસુતી માટે સગર્ભા બહેનો મોટી સંખ્યામાં આવતી હોય છે. મહિનામાં 600 થી 700 પ્રસુતીઓ આ હોસ્પિટલમાં થતી હોય છે. કોરોનો કાળમાં એપ્રિલથી ઓક્ટોબર માસ સુધીમાં આવેલી ૩ હજારથી વધુ સગર્ભા મહિલાઓમાંછી 57 પ્રસુતાઓ કોરોના પોઝિટિવ હોવાનું ધ્યાને આવ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Related Posts

0 Response to "સોલા સિવિલમાં કોરોનાની ‘કોવેક્સિન’ માટે 25 લોકોએ નોંધાવ્યા નામ, આજથી રોજ 20 લોકોને અપાશે રસી"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel