બાલાજી વેફર્સને મોટી ખોટ, પરિવારનો ટેકો જતો રહ્યો, મેઘજીભાઈ વિરાણીનું દુખદ અવસાન થતાં શોકનો માહોલ

વેફર્સની દુનિયામાં આગવુ નામ ધરાવતી બાલાજી વેફર્સ પ્રાઇવેટ લિમિટેડ ગુજરાત બહાર પોતાનો બીજો પ્લાન્ટ સ્થાપવા જઇ રહી છે. વર્ષ 2016માં મધ્યપ્રદેશમાં તૈયાર કરેલ પ્લાન્ટ બાદ બાલાજી વેફર્સ હવે ગુજરાત બહાર ઉત્તરપ્રદેશમાં પોતાનો બીજો પ્લાન્ટ તૈયાર કરવા જઇ રહ્યું છે. પરંતુ આ પહેલાં જ એક ખરાબ સમાચાર સામે આવી રહ્યાં છે. કોરોનાએ દેશમાંથી ઘણા મોટા મોટા લોકોનો ભોગ લીધો છે. જેમાં હવે એક વધારે નામ પણ ઉમેરાયું છે. હાલમાં એક દુખદ સમાચાર મળી રહ્યા છે કે રાજકોટ સહિત દેશભરમાં વિખ્યાત બાલાજી વેફર્સ પરિવારના મેઘજીભાઇ વિરાણીનું નિધન થયું છે. એકાદ મહિના પહેલાં જ તેને કોરોના થયો હતો. તેમાંથી સાજા થયા બાદ ફેફ્સાની બીમારી લાગુ પડતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જયાં તેમનું સારવાર દરમિયાન મોતન થયું હતું.

image source

મેઘજીભાઈ બાલાજી વેફર્સના ભીખાભાઇ, ચંદુભાઇ તથા કનુભાઇના મોટા ભાઇ વ્યવસાયિક રીતે જવેલરી ક્ષેત્રમાં હતા. સંતાનમાં એક પુત્ર તથા બે પુત્રી છે. 2010માં કોંગ્રેસમાંથી વોર્ડ નં.10માંથી કોર્પોરેશનની ચૂંટણી પણ લડ્યા હોવાનું સામે આવી રહ્યું છે. હાલમાં બાલાજી વેફર્સ પરિવારમાં તેમજ વિરાણી પરીવારમાં શોક છવાયો છે.

image source

જો બાલાજી વેફર્સના સ્થાપકની વાત કરવામાં આવે તો સિનેમાઘરમાં કેન્ટીન ચલાવવાની શરૂઆત કરનાર વિરાણી બંધુ આજે ભારતની ખ્યાતનામ વેફર્સના એમડી બની ચૂક્યા છે જે વાતથી કોઈ અજાણ નથી. આ વાત છે વર્ષ 1974ની કે જ્યારે ચંદુભાઇ વિરાણી અને તેમના ભાઇ નોકરીની શોધમાં રાજકોટ આવ્યા હતા અને એ સમય દરમિયાન એસ્ટ્રોન સિનેમાની કેન્ટીન ચલાવવાનું શરૂ કર્યું હતું. તેઓ પોતાના કામ પ્રત્યે પ્રથમથી જ વફાદાર અને નિશ્ચયી હતા એ વાત આખું ગામ જાણતું હતું. સિનેમાઘરની કેન્ટીનમાં જાતે જ વેફર બનાવવાનું શરૂ કર્યું હતું અને એ સમયે વેફરની સાથે કેન્ટીનમાં સેન્ડવીચ વેચતા હતા.

image source

ત્યારબાદની વાત કરીએ તો એ પછી નજીકના કેટલાક રિટેલરોને વેફરનું વિતરણ કર્યું હતું. એ સમયે સ્કેલ નાનો હતો, પણ તેમના સપના ખૂબ મોટા હતા. સિનેમાઘર ખાતે રાખેલ કેન્ટીનને પણ “બાલાજી” નામ આપવામાં આવ્યું હતું. વર્ષ 1989 માં રાજકોટ ખાતે અર્ધ-સ્વચાલિત પ્લાન્ટ સ્થાપવા માટે તેઓએ લોન લીધી હતી અને પોતાનો બિઝનેસ ધીમે ધીમે આગળ વધાર્યો હતો. ત્યારબાદ વર્ષ 1995માં ખાનગી લિમિટેડ કંપની બનાવવામાં આવી અને સંપૂર્ણ રીતે ઓટોમેટિક મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ કર્યો હતો. એ સમયે વેફર્સની સાથે સાથે અન્ય પ્રોડક્ટ બનાવવાની પણ શરૂઆત કરવામાં આવી હતી. રાજકોટ બાદ વર્ષ 2008માં વલસાડ ખાતે એક નવો પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો. તે સમયે એશિયામાં સૌથી મોટો એક પ્લાન્ટ માનવામાં આવતો હતો. અન્ય રાજ્યોની વધતી માંગને પહોંચી વળવા વર્ષ 2016 માં મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે ગુજરાત બહાર પ્રથમ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી હતી. હાલમાં બાલાજી વેફર્સ દ્વારા 51 થી વધુ પ્રોડક્ટ બનાવવામાં આવી રહી છે.

image source

પરંતુ જો બાલાજી વેફર્સના પ્લાન વિશે વાત કરીએ તો ચેરમેન ચંદુભાઇ વિરાણીએ આ વિશે જણાવ્યું કે, બાલાજી વેફર્સ દ્વારા વર્ષ 2016માં મધ્યપ્રદેશના ઇન્દોરમાં પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો હતો. જે ગુજરાત બહારનો પ્રથમ પ્લાન્ટ હતો અને હવે બીજો પ્લાન્ટ ઉત્તરપ્રદેશ ખાતે કાનપુર-લખનઉ નજીક બનાવવા વિચાર ચાલી રહ્યો છે. ઉત્તરપ્રદેશમાં કંપની દ્વારા 100 એકરની વિશાળ જગ્યામાં અંદાજીત 600 થી 700 કરોડના ખર્ચે ફૂડ પાર્ક બનાવવા વિચાર ચાલી રહ્યો છે, જે માટે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળી બાદમાં તેમની સૂચના અને માર્ગદર્શન બાદ ફૂડ પાર્ક શરૂ કરવામાં આવશે.

Related Posts

0 Response to "બાલાજી વેફર્સને મોટી ખોટ, પરિવારનો ટેકો જતો રહ્યો, મેઘજીભાઈ વિરાણીનું દુખદ અવસાન થતાં શોકનો માહોલ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel