અમદાવાદ: રિવરફ્રન્ટ પર શરૂ થઇ ગઇ વોટર રાઇડ્, જાણો કઇ-કઇ રાઇડ્સનો માણી શકશો આનંદ
મનોરંજનમાં વધારો:સાબરમતી રિવરફ્રન્ટ પર વલ્લભસદન પાસે બોટિંગ અને વોટર સાઈકલિંગ શરૂ થશે
રિવરફ્રન્ટ પર વલ્લભસદન પાસે બોટિંગ અને વોટર સાઈકલિંગ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. લૉકડાઉન પહેલાં જ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ હેઠળ કેટલીક કંપનીને ટેન્ડરની ફાળવણી થઈ ગઈ હતી. પરંતુ કામ શરૂ થયું ન હતું. મનોરંજન માટે નવી સ્પીડ બોટ, સ્કૂટર તેમજ બે જણ બેસી શકે તેવી સાઈકલ પણ લાવવામાં આવી છે.નવા વર્ષના પ્રથમ દિવસે અમદાવાદમાં રિવરફ્રંટ પર વોટર રાઈડ એક્ટિવિટીને લીલી ઝંડી મળી હતી.

જેટસ્કી, રિવરક્રૂઝ સહિતની એક્ટિવિટીનો પ્રારંભ થશે.કોરોનાકાળમાં અમદાવાદના શહેરીજનોને નવા વર્ષે ભેટ મળી છે. જેમાં શહેરમાં રિવરફ્રંટ ખાતે આજતી વોટર રાઇડ સાથે કિડ્સ બોટ, જેટસ્કી, રિવર ક્રૂઝ શરુ કરવામાં આવશે. આ સાથે બેચ લાઇનર, હાઇસ્પીડ બોટ, એકવા સાયકલ પણ ફરી શરુ થશેઅમદાવાદ રિવરફ્રંટ પર તંત્ર દ્વારા કોરોનાકાળ દરમિયાન નવા વર્ષમાં વોટર રાઇડસ શરુ કરવાનું નક્કી કર્યું છે.

જેમાં રિવરફ્રંટ ખાતે આજથી વોટર રાઇડ સાથે કિડસ બોટનો આનંદ માણી શકશો. આ સાથે રિવરફ્રંટ પર બેચ લાઇનર, હાઇસ્પીડ બોટ, એક્વા સાયકલ પણ શરુ થશે. જેની ટિકિટની કિંમત 45 રુપિયાથી લઇને 350 રુપિયા સુધી રહેશે. તંત્ર દ્વારા ક્રિકેટ પીચ અને વોલીબોલ તેમજ બાસ્કેટબોલ કોર્ટ પણ શરુ કરવામાં આવશે. આમ શહેરમાં નવા વર્ષથી રિવરફ્રંટ ખાતે આજથી વોટર રાઈડ સહિત કિડ્સ બોટ, જેટસ્કી, રિવર ક્રૂઝ શરૂ કરાશે. બેચ લાઈનર, હાઈસ્પીડ બોટ, એક્વા સાયકલ પણ ફરી શરૂ થશે.

આમ હાલ જ્યારે શહેરમાં કોરોનાકાળમાં રિવરફ્રંટ પર વોટર રાઇડનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે ફરી સાબરમતી રિવરફ્રંટ લોકોની ભીડથી ધમધમશે. ત્યારે સવાલ એ થાય છે કે એક તરફ તંત્ર કોરોનાના મહામારી સામે લડવા કોરોના ગાઇડલાઇન્સનું પાલન કરવા જણાવી રહી છે ત્યારે આ રાઇડ્સ શરુ કરવામાં આવી રહી છે. હાલમાં રિવરફ્રંટ પર આ વોટર રાઇડ્સની શરુઆત કરવામાં આવતા સાબરમતી રિવરફ્રંટ પર નાના બાળકો સાથે વાલીઓ આવશે. રિવરફ્રંટ પર વોલીબોલ, ક્રિકેટ પીચ, બાસ્કેટ બોલ કોર્ટની પણ શરુઆત કરાઇ રહી છે.

ઉલ્લેખનીય છે કે નવા વર્ષમાં આજથી રાજ્યના 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુંમાં પણ આશિંક છૂટછાટ આપવામાં આવી છે. જેમાં હવે રાત્રે 10 વાગ્યાથી સવારના 6 વાગ્ય સુધી રાત્રી કર્ફ્યું રહેશે. આમ રાજ્યના અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરતમાં રાત્રિ કર્ફ્યુંમાં થોડી રાહત મળી છે. આ રાત્રિ કર્ફ્યું 14 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે.

સાબરમતી રિવરફ્રન્ટ પર વધુને વધુ બાળકોને આકર્ષવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે કંઈક એવું બનાવવા જઈ રહી છે જે અત્યાર સુધી ગુજરાતમાં નથી બન્યું. વાત થઈ રહી છે ફ્લોર ફાઉન્ટન્સની એટલે કે જમીનમાં બનેલા ફૂવારાની. આમ તો અમદાવાદમાં અનેક વિસ્તારોમાં સુંદર ફુવારા મૂકવામાં આવ્યા છે પરંતુ ફ્લોર ફાઉન્ટનની ખાસિયત એ છે કે બાળકો પાણીની વચ્ચે ચાલીને જઈ શકશે અને પાણીની વાછટનો આનંદ માણી શકશે.

ગાર્ડનમાં બાળકો માટે સ્કેટિંગ રિંક, પ્લે એરિયા વગેરે હશે. પ્લે એરિયામાં ઊંચક-નીચક, લપસણીઓ, હીંચકા વગેરે હશે. બાળકો સાથે આવનારા વડીલો માટે બેસવાની વ્યવસ્થા પણ હશે. આ ઉપરાંત સીનિયર સિટીઝન્સ માટે ખાસ બેસવાની વ્યવસ્થા હશે. કસરત કરવા માંગતા લોકો માટે ખાસ જગ્યા વિકસાવાશે સાથે જોગર્સ ટ્રેક પણ બનાવાશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "અમદાવાદ: રિવરફ્રન્ટ પર શરૂ થઇ ગઇ વોટર રાઇડ્, જાણો કઇ-કઇ રાઇડ્સનો માણી શકશો આનંદ"
ટિપ્પણી પોસ્ટ કરો