વગર માટીએ ધાબા પર 300 કરતાં પણ વધારે વૃક્ષ તેમજ છોડ વાવી રહ્યા છે ભોપાલના તરુણ ઉપાધ્યાય

જેમને ગાર્ડનીંગનો શોખ હોય છે, તેઓ છોડવાઓ સાથે ખૂબ પ્રયોગ કરતા હોય છે. આજે અમે તમને એક એવપા શોખીન ગાર્ડનરને મળાવવા જઈ રહ્યા છે, જે વ્યવસાયે તો સોફ્ટવેયર ડેવલપર છે પણ તેમણે પોતાના ટેરેસને ફળ, ફૂલ અને લીલા શાકભાજીઓથી સજાવ્યું છે અને સૌથી ખાસ વાત એ છે કે તેમનું ટેરેસ ગાર્ડનલ સોઇલ ફ્રી છે, એટલે કે તેમણે પોતાના ટેરેસ ગાર્ડનમાં માટીનો ઉપયોગ નથી કર્યો.
તેઓ એક ખાસ પ્રકારનું પોટિંગ મિક્સ તૈયાર કરે છે, જેમાં માટીનો ઉપયોગ નથી કરવામાં આવતો. ભોપાલના 41 વર્ષિય તરુણ ઉપાધ્યાય પોતાનુ સ્ટાર્ટઅપ ચલાવી રહ્યા છે અને તેની સાથે સાથે તેઓ ગાર્ડનિંગ પણ કરે છે. 12 વર્ષ કરતાં પણ વધારે સમયથી તેમણે સોફ્ટવેયર ડેવલપમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે.

image source

તેઓ અમેરિકામા સારી કંપનીમાં ઉંચા પદ પર કામ કરી રહ્યા હતા પણ પછી તેમને લાગ્યું કે તેમના તે જીવને તેમની ક્રિએટીવિટી ક્યાંક ખોઈ દીધી હતી. પછી તેમણે પોતાની નોકરીમાંથી રાજીનામું આપી દીધું અને પાછા પોતાના દેશ આવી ગયા. તરુણ કહે છે, ‘દેશમાં પાછા ફર્યા બાદ મેં બે વર્ષ સુધી કોઈ જ જોબ ન કરી. મેં મારી જાતને સમય આપ્યો અને પોતાની ક્રિએટિવિટીનું કામ કર્યું. આજે મારું પોતાનું
એક સ્ટાર્ટઅપ છે અને કેટલાક લોકો મારી નીચે કામ કરી રહ્યા છે. આ ઉપરાંત એક ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ Autodesk’s instructables પર ફીચર્ડ ઓથર પણ છું.’

તરુણ આગળ જણાવે છે, ‘હું એક ઓનલાઇન હેલ્થ રિચ પ્રોગ્રામ, FitBanda.com’નો કો-ફાઉડર છું અને બીજું એક સ્ટાર્ટઅપ ReBalance લોન્ચ કરવાનો છું. પણ તેની સાથે જ હું એક ફુલટાઇમ ગાર્ડનર પણ છું. હું મારા ઘરમાં વિવિધ પ્રકારના છોડવાઓ ઉગાડી રહ્યો છું. ઓરનામેંટલ, ફુલની સાથે સાથે ફળ અને શાકભાજી પણ ઉગાડું છું.’

image source

તરુણને હંમેશા ગાર્ડનિંગમાં રસ રહ્યો છે. પણ તેઓ જીવનની દોડાદોડીમાં ક્યારેય પણ પોતાની મન-મરજી પ્રમાણે ગાર્ડનિંગ નથી કરી શક્યા. માટે વર્ષ 2014માં જ્યારે તેમને સમય અને સાધન મળ્યા ત્યારે તેમણે પોતાનો શોખ પુરો કરવાનું મન બનાવી લીધું. તેમણે પોતાના ગાર્ડનિંગના શોખ માટે ઘરને રિનોવેટ કરાવ્યું અને પહેલા જ્યાં તેમના ઘરનું એક ધાબુ હતું ત્યાં હવે પાંચ ધાબા છે. જેના પર તેમણે
ટેરેસ ગાર્ડન બનાવ્યું છે.

તરુણ કહે છે કે આજે તેઓ 300 કરતાં પણ વધારે ઝાડ તેમજે છોડવા પોતાના ગાર્ડનમાં ઉગાડી રહ્યા છે. તેઓ 30 કરતાં પણ વધારે ફળો તેમજ શાકભાજી ઉગાડી રહ્યા છે જેમાં અંજીર, જામફળની કેટલીક વેરાયટી, થાઇ એપ્પલ ચેરી, મલબેરીની લાલ તેમજ લીલી વેરાયટી, સ્ટાર ફ્રૂટ, ચીકુ, આમ્રપાલી કેરી, પપૈયુ, લાલ કેપ્સિકમ, સ્ટ્રોબેરી, મેક્સિકન ફુદીનો, પાલક, ફુદીનો, લેમનગ્રાસ, સીતાફળ, ટામેટા, તુલસી,
મીઠો લીમડો તેમજ એવોકાડો વિગેરે ઉગાડે છે.

image source

તરુણ જણાવે છે, ‘મારા ગાર્ડનની બે ખાસીયત છે. પહેલી એ કે આ સંપૂર્ણ પણે ઓર્ગેનિક છે. ગાર્ડનમાં કોઈ પણ પ્રકારનુ રસાયણ કે પેસ્ટિસાઇડ ઉપયોગમાં નથી લેવામાં આવતું. બીજી સૌથી ખાસ વાત એ છે કે મારું ગાર્ડન સોઇલલેસ છે. ગાર્ડનમાં માટીનો બિલકુલ ઉપોયગ નથી કરવામાં આવ્યો.’

‘શું તમે વિશ્વાસ કરશો કે એક સ્ક્વેર માટી બનવામાં 200 વર્ષ લાગે છે ? રસાયણનો વધારે પડતો ઉપયોગ, શહેરીકરણ અને પ્રદૂષણે માટીની ઉર્વરા શક્તિને ખતમ કરી દીધી છે. માટે મેં મારું પોતાનુ પોટિંગ મિક્સ તૈયાર કર્યું છે, જેમાં માટીનો બિલકુલ પણ ઉપયોગ નથી થતો. આ સફરમાં મને ઘણી બધી નિષ્ફળતાઓ પણ મળી છે, પણ મેં માત્ર પ્રયાસો પર જ ધ્યાન આપ્યું છે અને આજે મારું આ પોટિંગ
મિક્સ દરેક પ્રકારના ઝાડ તેમજ છોડ ઉગાડવા માટે બેસ્ટ મિડિયમ છે,’

કેવી રીતે તરુણ પોતાનું સ્પેશિયલ પોટિંગ મિક્સ બનાવે છે ?

image source

તેના માટે તરુણ વર્મીકંપોસ્ટ 30 ટકા વાપરે છે, છાણનું ખાતર 30 % કોકોપીટ 20%, પર્લાઇટ 10%, એડિટિવ જેમ કે નીમખલી, સરસોંખલી વિગેરે 10%, આ ઉપરાંત તેઓ ક્યારેક ક્યારેક બોનમીલ વિગેરે પણ તેમાં મિક્સ કરી દે છે.

આ સોઇલ ફ્રી પોટીંગ મિક્સના છે અઢળક લાભ

તરુણ પોટિંગ મિક્સ બનાવવાની રીતની સાથે સાથે એ પણ કહે છે કે તેના ઘણા બધા લાભો પણ છે.
– સૌથી પહેલો લાભ એ છે કે તે તમને કુંડા તેમજ પ્લાન્ટર્સના વજનને માટીથી 50 % કરતાં ઓછું કરી દે છે. ધાબા પર તેનાથી વધારે વજન પણ નથી થતું અને પ્લાંટર્સને મેનેજ કરવું પણ સરળ રહે છે.

– આ પોટિંગ મિક્સ ઝાડ તેમજ છોડના વિકાસ માટે પણ ઉત્તમ છે.

– તેનાથી મૂળિયા સારી રીતે વિકસે છે કારણ કે તે મિડિમય હળવું છે અને તે કારણસર મૂળિયા સારી રીતે શ્વાસ લઈ શકે છે.

– મિડિયમમાં ડ્રેનેજ સારી રીતે થાય છે અને ભેજ પણ બનેલો રહે છે અને હવાની અવરજવર પણ સારી રહે છે.

image source

– જૈવિક એડિટિવ જેમકે બોનમીલ, ફિશમીલ મિક્સ કરવું પણ સરળ રહે છે.

– સામાન્ય માટીથી વધારે સમય સુધી પોટિંગ મિક્સમાં પોષણ સંચવાઈ રહે છે.

– છોડવાઓને ટ્રાન્સપ્લાન્ટ કે પછી રિપોટ કરવું પણ સરળ રહે છે.

– આ પોટિંગ મિક્સની સાથે સાથે તરુણ નિયમિત રીતે લીંમડાનું તેલ અથવા તો કરંજનું તેલ પણ પેસ્ટિસાઇડતરીકે છોડવાઓ પર સ્પ્રે કરે છે. તેઓ કહે છે કે આવતા વર્ષ સુધીમાં તેઓ પોતાના ઘરની લગભગ બધી જ જરૂરિયાતો પોતાના ગાર્ડનમાંથી જ પુરી કરી લેશે.

‘ગાર્ડનિંગે મને એક સારો માણસ બનવામાં ખૂબ મદદ કરી છે. રોજ સવારે ઉઠીને હું મારા બેડરૂમની સામે ફ્રંટ ટેરેસ પર ખિલેલા સુંદર ફૂલો જોઉં છું. મારા છોડવા મને હંમેશા સકારાત્મક સ્વભાવ બનાવી રાખવામાં મદદ કરે છે.’ તરુણે જણાવ્યું હતું.

image source

તરણ વિવિધ ગાર્ડનિંગ ગૃપ સાથે પણ જોડાયેલા છે તેઓ કહે છે, ‘ગાર્ડનિંગ કરવું કોઈ બાળકનો ઉછેર કરવા જેવું છે. જો તમે બાળકનું ધ્યાન રાખશો તો બાળક પણ તમને ખૂબ પ્રેમ આપશે. તેવી જ રીતે ગાર્ડનિંગની સાથે છે. આજે આપણે આપણા બાળકોને રસાયણયુક્ત ખોરાક ખવડાવીએ છીએ અને આ ખોરાક જ વિવિધ મુશ્કેલીઓના મૂળમાં સમાયેલા છે. કહે છે ને કે જેવું ખાશો અન્ન તેવું રહેશે મન. માટે એ ખૂબ જરૂરી છે કે આપણે આપણા ખોરાક પર ધ્યાન આપીએ. તેના માટે સૌથી સરળ રીતે એ છે કે આપણે શાક-ભાજી જાતે જ ઉગાડીએ.’

તેમાં કોઈ જ બે મત નથી કે તરુણ ઉપાદ્યાયની વાત પ્રેરણાદાયક છે અને આશા છે કે ઘણા બધા લોકો તેમના જીવનમાંથી કંઈક શીખે અને કંઈક પ્રેરણા લે.

0 Response to "વગર માટીએ ધાબા પર 300 કરતાં પણ વધારે વૃક્ષ તેમજ છોડ વાવી રહ્યા છે ભોપાલના તરુણ ઉપાધ્યાય"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel