ટેલિવિઝનની ‘ગોરી મેમ’ રિયલ લાઇફમાં છે ખૂબ ગ્લેમરસ, સૌમ્યા ટંડનની આ વાતો જાણીને તમે પણ પડી જશો આશ્વર્યમાં, જોઇ લો તસવીરો

ટેલિવિઝનની સુંદર અભિનેત્રી સૌમ્યા ટંડન એક જાણીતી અભિનેત્રી છે. તેણીએ ઘણી બધી સિરિયલ, ફિલ્મો તેમજ રિયાલીટી શોઝમાં કામ કરીને દર્શકોનું દીલ જીતી લીધું છે. તેણીએ બોલીવૂડના ઘણાબધા પ્રતિભાવાન કલાકારો સાથે પણ કામ કર્યું છે.

image source

સૌમ્યા ટંડને થોડા દિવસો પહેલાં જ ભાભીજી ઘર પર હૈ સિરિઝમાંથી વિદાઈ લીધી હતી. અને હાલ લોકો નાના પરદે તેણીને મિસ કરી રહ્યા છે ત્યારે અમે તમારા માટે તેમની સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો લઈને આવ્યા છીએ.

image source

સૌમ્યા ટંડનનો જન્મ ત્રણ નવેમ્બર 1984માં મધ્ય પ્રદેશના ભોપાલમાં થયો હતો, પણ તેણીનો અભ્યાસ ઉજ્જૈનમાં થયો છે. સૌમ્યા ટંડનના પિતા ઉજ્જૈન યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા. સૌમ્યાએ પોતાની કેરિયરની શરૂઆત મોડેલિંગથી કરી હતી. તેણી વર્ષ 2006માં ફેમિના કવર ગર્લમાં પહેલી રનરઅપ બની હતી. સાથે સાથે સૌમ્યા ટંડને અભિનયની શરૂઆત પણ 2006માં જ કરી હતી.

image source

સૌમ્યા ટંડને પહેલીવાર ટીવી સિરિયલ ઐસા દેશ હૈ મેરામાં અભિનય કર્યો હતો. ત્યાર બાદ તેણીએ મેરી આવાઝ કો મિલ ગઈ રોશનીમાં પણ કામ કર્યુ હતું. સૌમ્યા ટંડન ઘણા બધા ટીવી શોને હોસ્ટ પણ કરી ચુકી છે. તેણીએ મલ્લિકાએ કિચન, કોમેડી સર્કસ તાનસેન અને ડાન્સ ઇન્ડિયા ડાંસ સહિત કેટલાએ ટીવીશોની હોસ્ટ પણ રહી ચુકી છે, પણ સૌમ્યા ટંડનને પોતાની અસલી ઓળખ કોમેડી સિરિયલ ભાબી જી ઘર પર હૈથી મળી હતી.

સૌમ્યા ટંડને ભાભી જી ઘર પર હૈ સિરિયલમાં 2015માં કામ કરવાનું શરૂ કર્યુ હતું, પણ થોડા દિવસો પહેલાં જ તેણીએ શોને અલવિદા કહી દીધું. આ સિરિયલથી સૌમ્યા ટંડન ખૂબ જાણીતી બની ગઈ હતી. સૌમ્યા ટંડને બોલીવૂડની ફિલ્મોમાં પણ પોતાના અભિનયનો જાદૂ બતાવ્યો છે.

image source

તેણી અભિનેત્રી કરીના કપૂર અને અભિનેતા શાહિદ કપૂરની સાથે ફિલ્મ જબ વી મેટમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણીએ કરીના કપૂરની બહેનનું પાત્ર ભજવ્યું હતું, જે દર્શકોને ખૂબ પસંદ આવ્યુ હતું. ફિલ્મ જબ વી મેટ વર્ષ 2007માં આવી હતી. આ ફિલ્મનું દીગદર્શન ઇમ્તિયાઝ અલીએ કર્યુ હતું. તમને જણાવી દઈએ કે સૌમ્યા ટંડને બિઝનેસમૈન સૌરભ દેવેન્દ્ર સિંહ સાથે વર્ષ 2016માં લગ્ન કર્યા હતા.

તેમનું એક બાળક પણ છે.

થોડા દિવસોથી એવી પણ અટકળો લગાવવામાં આવી રહી હતી કે બિગ બૉસ 14માં સૌમ્યા ટંડન જોવા મળશે. છેવટે ગોરી મેમે વિડિયો શેર કરીને ફેન્સને આપ્યો આ રીતે જવાબ.

image source

આ વાતને લઈને સૌમ્યા ટંડને એક વિડિયો શેર કર્યો છે, જેમાં તેમે સ્પષ્ટ ક્રયું છે કે તેણી બિગ બૉસ 14માં નથી આવી રહી. તેની સાથે જ વિડિયો શેર કરતાં સૌમ્યાએ ફેંસને અફવાઓ ફેલાવાની પણ ના પાડી છે.

image source

સૌમ્યા ટંડને આ વિડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો છે, જેને અત્યાર સુધીમાં હજારો વાર જોવામાં આવ્યો છે. વિડિયોમા ગોરી મેમ એટલે કે સૌમ્યા ટંડન બિગ બૉસ 14માં કન્ટેસ્ટન્ટ તરીકે શામેલ થશે તે વાતને લઈને જવાબ આપ્યો છે અને તેણીએ ના કહી છે. તેણીએ આ વિડિયો શેર કરતા લખ્યું છે, ‘આ વિડિયો વારંવાર એ વાતને સ્પષ્ટ કરવા માટે છે. બિગ બૉસ… ના… માટે કૃપા કરીને આ
વિષે અટકળો લગાવવાનું અને તે વિષે લખવાનું બંધ કરી દો. હું ત્યાં નથી જઈ રહી.’

image source

તેણીએ કોમેડી સિરિયલ ભાભીજી ઘર પર હૈ તો છોડી દીધી છે પણ હવે એવા સમાચાર મળી રહ્યા છે કે તેની જગ્યાએ શેફાલી જરીવાલા ગોરી મેમ તરીકે જોવા મળશે.

0 Response to "ટેલિવિઝનની ‘ગોરી મેમ’ રિયલ લાઇફમાં છે ખૂબ ગ્લેમરસ, સૌમ્યા ટંડનની આ વાતો જાણીને તમે પણ પડી જશો આશ્વર્યમાં, જોઇ લો તસવીરો"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel